________________
૧૬૪
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : બેમાંથી કોનામાં ઓછી હોય એ શી ખબર પડે ?
દાદાશ્રી : એ તો ખબર પડે ને, કે બેમાંથી કોણ પહેલો મતભેદ પાડે છે ? એટલે ‘સેન્સ’ તો જોઈશે ને !
આપ્તવાણી-૯
૧૬૩ થીઅરેટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ'! આ કોમનસેન્સ’ તો અમે કોઈનામાં જોઈ જ નથી. ‘કોમનસેન્સ’ એટલે એ એવી ચાવી છે કે એવરી હેર એપ્લીકેબલ’ હોય, એનાથી ગમે તેવા કાટ ચઢેલાં તાળાં ઉઘડી જાય. નહીં તો આ તો સારાં, નવાં તાળાં હઉ વસાઈ જાય છે ! નઠારામાં નઠારા માણસનું તાળું આપણાથી ઊઘડે તો જાણવું કે આપણી પાસે ‘કોમનસેન્સછે. નહીં તો ‘કોમનસેન્સ’ વગરની બધી વાતો કરે છે, એમાં કશુંય પોતાની સમજણ નથી.
‘કોમનસેન્સ’વાળો માણસ જોયેલો ? કોઈ માણસ અત્યાર સુધી મેં કોમનસેન્સ’વાળો જોયો જ નથી. તે મોટા મોટા ‘કલેક્ટર’ મને પૂછે છે કે, “કોમનસેન્સ તમે કોઈનામાં જોઈ જ નથી !' ત્યારે મારે કહેવું પડે છે કે, “કોમનસેન્સ' ક્યાંથી લાવે ? બાઈડી જોડે વઢવાડ તો થાય છે, ને તું ‘કોમનસેન્સ' ક્યાંથી લઈને આવ્યો ? “કોમનસેન્સ’વાળાને બાઈડી જોડે વઢવાડ થતી હશે ? જેની જોડે રહેવાનું છે, જેની જોડે ખાવાનું છે, જેની જોડે પીવાનું છે, જેની જોડે ટેબલ પર જમવા બેસવાનું છે, તેની જોડે વઢવાડ થતી હશે ? એનું નામ “કોમનસેન્સકહેવાય ? આવી કોમનસેન્સ’ ક્યાંથી લઈ આવ્યા ? આ તો ખોટા ઘુમરાટ મનમાં લઈને જગત આખું ફર્યા કરે છે. ‘હું કંઈક જાણું છું !” અલ્યા શું જાણ્યું તે ? કોમનસેન્સ’ તો જાણી નથી હજુ, તો બીજું શું જાણું ? આ તો કર્મના ઉદયથી ફરે છે.
જેનાથી આખી દુનિયા ડરી જાય તોય એ બાઈડી જોડે કચકચ કર્યા વગર રહ્યો જ ના હોય ને ! અલ્યા, બાઈડી જોડે કચકચ શું કરવા કરે છે ? બાર વર્ષમાં બે ચાર વખત તો કચકચ કરતો જ હોય ને ?
પ્રશ્નકર્તા : અરે, રોજ કચકચ હોય !
દાદાશ્રી : રોજ ?! તો તો એને માણસ જ કેમ કરીને કહેવાય ? અને પછી કહે છે, “અમારામાં સેન્સ છે.' અલ્યા, પણ ‘સેન્સ ક્યાં હતી ? અમથો શું કરવા બૂમાબૂમ કરે છે તે ?! ‘સેન્સ’ હોત તો વહ જોડે ભાંજગડ પડત શું કરવા ? વહુ જોડે મતભેદ પડે છે, એટલે આપણે ના સમજીએ કે કંઈક ‘સેન્સ’ ઓછી હશે.
કોમનસેન્સવાળો માણસ ‘એવરી હેર એડજસ્ટેબલ હોય. કોઈ ગાળ ભાંડે તેની જોડેય ‘એડજસ્ટ થઈને કહેશે. “આવો. આવો, બેસો ને ! કશો વાંધો નહીં.” એટલે, કોમનસેન્સ’ જોઈશે. અને આ તો ‘અક્કલ વગરના છો' એવું કહ્યું કે મોટું-તોબરો ચઢી જાય. અલ્યા, “કોમનસેન્સ' નથી ? તારો તોબરો શું કરવા ચઢી ગયો આમાં ?! “અક્કલવાળો છું” એવું તારી જાતને માની બેઠો છે તું ? જો અક્કલના કોથળા ! આ મોટા અક્કલના બારદાન આવ્યા !! વેચવા જઈએ તો ચાર આનાય ના આવે. અને નકામો તડપડ તડપડ કર્યા કરે. અક્કલવાળો તો ‘એવરી હેર એપ્લીકેબલ'વાળો હોય. આ કાળમાં તો ‘કોમનસેન્સ'ની મુશ્કેલી પડી છે.
‘કોમનસેન્સ'નો અર્થ બરોબર કરેલો છે? આ પહેલાંનો અર્થ હશે કે નવો અર્થ હશે ?
પ્રશ્નકર્તા: મૌલિક, નવો જ અર્થ છે.
દાદાશ્રી : મૌલિક છે, નહીં ? પહેલાં કોઈએ કરેલો નહીં ? આ કોમનસેન્સ'નો અર્થ અમે કહ્યો ને, કે “એવરી હેર એપ્લીકેબલ, થીઅરેટિકલ એઝ વેલ એઝ પ્રેકિટકલ', એ સાંભળીને લોક બહુ ખુશ થાય છે. ‘કોમનસેન્સનો બહુ સુંદર અર્થ કર્યો’ કહે છે. ત્યારે મેં કહ્યું, ‘એ જ અમે મેટ્રિક નાપાસ થયાની નિશાની છે ને (!)
“કોમનસેન્સ'નું પ્રમાણ ! અને તમે તો “સી.એ.” થયેલા છો ને ! પણ હજી તમારે તો કેટલા બધા ભાગ વધવા પડશે. સી.એ.ના ભાગ, પછી બીબીના ભાગ, બધું આવડવું જોઈશે ને ? નહીં તો બીબી તો તેલ કાઢી નાખશે. આપણને ના આવડે તેથી ને? આવડતું હોય તો કંઈ તેલ ના કાઢે ! અને બીબી, એ કંઈ તેલ કાઢવા નથી આવી. એ તો ઘર માંડવા આવી છે. પણ પછી એક પાર્ટી'