________________
આપ્તવાણી-૯
૧૪૫ હોય છે, તે એનું એ જ આરોગ્ય જો વધઘટ થાય તો રોગ કહેવાય ! એવી રીતે આ એનો એ જ પ્રેમ જો ઘટવધ થાય એટલે આસક્તિ ! છોકરો કમાઈને લાવ્યો તો વાહ, વાહ પાછો ‘વાહ ભઈ, વાહ' કરે. એનો એજ છોકરો દશ વર્ષ પછી ખોવડાવીને આવે તો કહે, ‘ગાંડો હતો, હું કહી કહીને થાક્યો ને મારું મગજ પાકી ગયું.” બળ્યો તારો પ્રેમ, એનાં કરતાં આપણી ‘કોલેજ’નો અભિપ્રાય સારો કે કાયમ રહે આપણી પાસે.
પ્રશ્નકર્તા: આ વરવહુનું પણ એવું જ હોય છે ને ? “હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું” કહે. પણ પછી પાછા ઝગડે.
દાદાશ્રી : આનું નામ જ આસક્તિ. ઠામ નહીં ને ઠેકાણું નહીં ! મોટા ચાહવાવાળા ! આ ખરો ચાહવાવાળો તો મરતાં સુધી હાથ ના છોડે. બીજું બધું બને તે નોંધ લેવામાં ના આવે. જ્યાં પ્રેમ છે ત્યાં નોંધ જ ના હોય. નોંધવહી રાખો ને પ્રેમ રાખો, બે બને નહીં. નોંધવહી રાખીએ કે “આમ કર્યું ને તેમ કર્યું તો પ્રેમ ના હોય ત્યાં આગળ.
આ અમારે આટલાં બધાં છે, પણ કોઈની નોંધ નહીં. બધાંનું કંઈનું કંઈએ થઈ જાય તો ય પણ નોંધ નહીં. બહારે ય નોંધ નહીં ને અંદર ય નોંધ નહીં. નહીં તો અમારું ‘ટેન્શનના હોય તો ય ઊભું થઈ જાય. આ તો રાત્રે કે જે ઘડીએ આવો તે ઘડીએ અમે ‘ટેન્શન'રહિત હોઈએ ને ! એટલે ભાંજગડ જ નહીં ને ! અમારી તબિયત મહીં નરમ થાય તો કોઈ કહે, ‘દાદા, તો હસે છે !” અલ્યા, ‘ટેન્શન' નહીં તેથી હસે છે !! એટલે કોઈની પંચાતમાં નહીં પડવાનું. આ દેહનીય પંચાતમાં પડીએ કે ‘એનું આમ થઈ ગયું, આમ થઈ ગયું.” તો “ટેન્શન’ ઊભું થાય ને !
પ્રશ્નકર્તા : જ્યાં પ્રેમ છે ત્યાં નોંધ થતી નથી, એ વાત બહુ મોટી નીકળી.
દાદાશ્રી : હા, જે પ્રેમમાં નોંધ હોય ત્યાં પ્રેમ નથી ! આ જગતનો પ્રેમ તો નોંધવાળો છે. ‘આજે મને આવું કહી ગયા' એવું કહે. ત્યારે એ પ્રેમ શાનો તે ?! જો પ્રેમ છે તો નોંધ ના જોઈએ. નહીં તો આસક્તિ થઈ જશે. પ્રેમ વધઘટ થાય એને આસક્તિ કહેવાય. તો આ જગત તો નોંધ રાખ્યા વગર રહે જ નહીં ને ! ભલે મોઢે કહી ના બતાવે. પણ
૧૪૬
આપ્તવાણી-૯ મનમાં કહેશે, “મને પરમ દહાડે કહી ગયા હતા. તે એના મનમાં રાખે ને ? એટલે નોંધ તો છે ને, એની પાસે ? જેની પાસે નોંધ નહીં તેનો સાચો પ્રેમ ! અમારી પાસે નોંધવહી જ નથી, તે ચોપડો જ ક્યાંથી હોય ?! નોંધવહી હોય તો ચોપડો હોય. હવે તમે નોંધવહી નાખી દેજો. એને કોઈ બીજા શેઠને આપી દેજો. નોંધવહી નથી રાખવા જેવી !
પ્રશ્નકર્તા : નોંધ રાખે કે “તેં મને આવું કહ્યું, તે આવું કહ્યું. તેથી વળી પાછો પ્રેમ તૂટી જાય.
દાદાશ્રી : હા, પણ નોંધ રાખ્યા વગર રહે નહીં. વહુ હલુ રાખે ને ? તારી વહુ નહીં રાખતી હોય ?
પ્રશ્નકર્તા: દાદા, એ તો બધા જ રાખે. પણ જ્ઞાન કરીને એ નોંધને આપણે પ્રતિક્રમણ કરીને લૂછી શકાય ખરું ને ?
દાદાશ્રી : એ ગમે એમ લૂછવા જાવ ને, તોય કશું વળે નહીં. નોંધ રાખી ત્યાંથી લૂછવાથી વળે નહીં. નોંધ ઢીલી થાય, પણ એ બોલ્યા વગર રહે નહીં ને ? આ ભાઈ ગમે તે કરે કે તમારામાં ગમે તે ફેરફાર થાય તોય અમે એની નોંધ ના રાખીએ. તે અમારે ડખલ જ નહીં ને, કોઈ જાતની ! તેં જોયેલું, ‘દાદા’ને કોઈ દહાડો નોંધ હોય તારી, એમ ?
પ્રશ્નકર્તા : કદીયે નહીં. દાદાશ્રી : હા, કોઈની નોંધ ના હોય. પ્રશ્નકર્તા એટલે એ શુદ્ધ પ્રેમ કહેવાય ?
દાદાશ્રી : હા, એ શુદ્ધ પ્રેમ કહેવાય. એટલે તું મને અળખામણો કોઈ દહાડો લાગે જ નહીં, તું મને વહાલો જ લાગ્યા કરે. તે પરમ દહાડે અવળું કર્યું હોય, તેને મારે કશું લેવાદેવા નહીં. હું નોંધ રાખું ત્યારે ભાંજગડ ને ?! હું જાણું કે તારામાં તો નબળાઈ ગઈ નથી, તેથી ઊંધું થાય જ ને !
પ્રશ્નકર્તા : પણ મને તો નોંધ રાખવાની બહુ ટેવ છે. દાદાશ્રી : એ ટેવ જ હવે ઓછી થવાની. આ વાત સાંભળી એટલે