________________
આપ્તવાણી-૯
૧૪૩
હવે શંકા જ ના રાખે તો ચાલે એવું છે કે નથી ચાલે એવું ? પ્રશ્નકર્તા : એ તો સારું ચાલે ને ! પણ એવું હોવું જોઈએ ને !! દાદાશ્રી : થઈ જાય એ તો પછી ! બાકી આ હિન્દુસ્તાનની પ્રજા વહેમોથી, શંકાથી, બીકથી મારી નાખેલી પ્રજા છે ! એટલે આ શંકા શબ્દ તો આખી દુનિયાનો હું કાઢવા માગું છું. એ શંકા શબ્દ કાઢી નાખવા જેવો છે. ‘વર્લ્ડ’માં એના જેવું કોઈ ભૂત નથી. અને તેથી જ ઘણાખરા લોકો દુઃખી છે, શંકાથી જ દુઃખી છે.
અને શા સારુ વહેમો રાખવાના તે ?! આ વહેમ તો રાખવા જેવો
જ નથી, દુનિયામાં ! કોઈ જાતનો વહેમ રાખવા જેવો નથી. વહેમ એ ‘હેલ્સિંગ પ્રોબ્લેમ’ નથી. વહેમ એ નુકસાનકારક ‘પ્રોબ્લેમ’ છે. જે છે એથી વધારે નુકસાન કરશે. અને જે નુકસાન થવાનું છે એમાં કોઈ વાંધો નથી આવવાનો. માટે વહેમને છોડી દો. હું તો એટલું જ કહેતો આવ્યો છું, ને છોડાવી દીધા ઘણા ખરા ને !
હવે આ બધું મારા અનુભવપૂર્વકનું જ્ઞાન છે. આ તો મારા અનુભવ જ મૂક્યા છે બધા, અને તેય ‘એપ્રોપ્રિયેટ' ! આ મારી ક્ષણે ક્ષણે જાગૃતિના અનુભવો મૂક્યા છે. અને આ એકલી અત્યારની ‘લાઈફ’નું નથી, પણ અનંત અવતારની ‘લાઈફ’નું છે ! અને તેય પાછું મૌલિક છે. શાસ્ત્રમાં નહીં જડે તોય વાંધો નથી, પણ મૌલિક છે !!
‘ડિલિંગ’ પુદ્ગલતા, ‘પોતે' વીતરાગ !
પ્રશ્નકર્તા : વીતરાગ કોણ હોઈ શકે ને વીતરાગની કેવી દશા હોય એનાં વર્ણનો શાસ્ત્રોમાં વાંચેલાં, પણ દેહધારી વીતરાગ જોવા નહીં મળેલા....
દાદાશ્રી : ના મળે. વીતરાગનાં તો દર્શન કરવાનાં ના મળે. આ કાળમાં તો હું નાપાસ થયેલો, તે રખડી મર્યો છું. એટલે આ બધાંને દર્શન કરવાનાં મળ્યા. નહીં તો આ કેવળજ્ઞાનની થોડુંક નજીક પહોંચેલા, એમનાં દર્શન કરવાનાંય ના મળે. આ તો દર્શન કરવાના મળ્યા તો વીતરાગતાનું વર્ણન સમજી શકે કે વીતરાગતા કેવી હોય ! અને અમે તેવું રહીએ.
આપ્તવાણી-૯
જુઓ ને, કોઈની જોડે મતભેદ કે કશી ભાંજગડ છે અમારે ? સામો અવળું બોલે તોય કશી ભાંજગડ છે ? અમને આવડે એની જોડે કેવી રીતે ‘ડિલિંગ’ કરવું તે ! વીતરાગ રહેવું અને ‘ડિલિંગ’ કરવું, બેઉ સાથે રાખવું, ‘ડિલિંગ’ પુદ્ગલ કરે અને અમારે વીતરાગ રહેવાનું ! એટલે વીતરાગતા જોવાની મળી આ કાળમાં, જો સમજે તો ! ઊંડા ઊતરે ને, તો ‘પ્યોર’ વીતરાગતા જોવાની મળે. ને અમારે જરાય નોંધ નહીં રાખવાની. આપણે થઈ ગયું એ પછી નોંધ નહીં રાખવાની. નોંધપોથી જ કાઢી નાખેલી.
૧૪૪
પ્રશ્નકર્તા : વખાણ થાય, ફૂલ ચઢાવે તેનીયે નોંધ નહીં, ને પથ્થર મારે તેનીયે નોંધ નહીં ?
દાદાશ્રી : હા. નહીં તો નોંધપોથી ભેગી થતી, થતી પરિણામ અવળું આવે બધું, ને એના તરફ દ્રષ્ટિ બદલાઈ જાય તમારી. તમને તો એ જુએ ને, તો એને તમારી દ્રષ્ટિ ફેરફારવાળી લાગે. નોંધ થઈ તેની સામાને ખબર ના પડે ? કે આણે નોંધ રાખી છે, ગઈ ફેરે મેં સહેજ વાત કરી હતી એની નોંધ છે એમને, એવું તરત ખબર પડે. આ લોકોને જોતાં બહુ આવડે, બીજું તો ના આવડે. પણ આમ સામાની આંખ જોતાં બહુ આવડે કે શેની નોંધ રાખી છે. પણ એ અમારી આંખમાં વીતરાગતા દેખે એટલે તરત સમજી જાય કે એ જ છે ‘દાદા’, હતા તેના તે જ ! અમારી આંખમાં વીતરાગતા દેખાય. જેમ ખરાબ ચારિત્રનો માણસ હોય એ એની આંખ ઉપરથી ઓળખાય, લોભિયો હોય તોય એની આંખ ઉપરથી ઓળખાય, એવી રીતે વીતરાગ પણ એમની આંખ ઉપરથી ઓળખાય. એમની આંખમાં કશાં ચકલાં રમતાં ના હોય, કોઈ જાતનાં ચકલાં ૨મે નહીં ! એટલે નોંધ અમને ના હોય.
પ્રેમ ત્યાં તોંધ તહીં !
અને જે પ્રેમ ઉત્પન્ન થાય તેય વધઘટ ના થાય એવો પ્રેમ હોવો જોઈએ. બેચાર ગાળો ભાંડી ગયો હોય ને, તોય પણ ઘટી ના જાય ત્યારે એ પ્રેમ કહેવાય. અને ઘટી જાય, વધી જાય એ આસક્તિ કહેવાય. એનો એ જ પ્રેમ જો વધઘટ થવામાં આવે એટલે આસક્તિ થઈ ગઈ ! જેમ આરોગ્ય