________________
આપ્તવાણી-૯
૧૩૭ શંકાઓ જ આ સંસારની બહાર નીકળવા દેતી નથી. શાસ્ત્રનો પરિચય હોય ઘણા કાળનો એટલે પછી આપણને મહીં શંકાઓ ઊભી થાય. એટલે જેટલું જાણે છે એટલું એ તો ઊલટું વધારે ખૂંચે. એ જાણેલાને ભગવાને ‘ઓવરવાઈઝપણું’ કહ્યું છે.
આ તમે વકીલ થઈ ગયા તો એનું ઓવરવાઈઝપણું તમને ખૂંચ્યા કરે. ‘વાઈફ” ખાંડ લેવા ગયા હોય અને તે કાળા બજારની લેતાં હોય, તો ય તમારા મનમાં એમ થાય કે “એ ના કરીશ, ના કરીશ.” એટલે વકીલને અહીં કોઈ કાર્ય કરવું હોય ને, તો શંકા ઊભી થાય કે ‘આ કરીશ તો મને અમુક કાયદો લાગુ થશે,’ તો એ સ્ટેશને જવાનું એમને રહી જાય ને બીજે ચાલ્યા જાય !
આ તો વિશેષ જાણેલું તેનો આ પ્રભાવ ! તે ધક્કા વાગ્યા કરે. પેલું જાણેલું ને, તેથી. એથી અમે કહ્યું ને, કે “કંઈ જ જાણતો નથી” એમ કરીને ફ્રેકચર કરી નાખી દો ને, બધો માલ ! આ તો બધા શેરડીના કુચા છે. કોઈ જાતની ‘હેલ્પ' કરી જ નથી ને ! આ તો મનમાં માની બેસે છે કે આ આણે “હેલ્પ’ કર્યું. પણ કોઈ જાતની ‘હેલ્પ’ કરી નથી. નથી ચિંતા મટી, નથી અહંકાર ઘટ્યો; નથી ક્રોધ-માન-માયા-લોભ ગયા. એટલે અનાદિનો જૂનો કકળાટિયો માલ, એને નાખી દો ને ! એટલે જ કહીએ છીએ આપણે કે ‘હું કંઈ જ જાણતો નથી એટલો ભાવ કરો ને ! આ જાણેલું તો બધું પોક મુકાવે છે. જેનાથી કષાય જ ગયા નહીં ને ! એટલે આ તો કશું જ જાણ્યું નથી. જો જાણેલું હોય તો તો કષાય ઉપશમ થયેલા દેખાય. અને તો ય પણ એમાં કશું દહાડો વળતો નથી. કારણ કે એ ઉપશમ થયેલા ક્યારે ચઢી વાગે છે એનું કંઈ ઠેકાણું નથી. આ તો પોતાની અક્કલથી મહીં નાખ્યા કરશે. તે પોતાની અક્કલથી તો માર ખાધા છે, અનંત અવતારથી આના આ જ માર ખાધા છે. એટલે ‘હું કંઈ જ જાણતો નથી” એ ભાવ કર્યો હોય ને, તો ઉકેલ આવે.
આપણા એક મહાત્માએ શાસ્ત્રો બહુ વાંચ્યા હતા. તે આ જ્ઞાન લેવા આવ્યા ત્યારે મેં કહ્યું કે, “આ તમારું ઠીંકરું છે ને, તમારો દૂધપાક છે ને, તે મને દેખાડો જોઈએ.’ તે એમણે દેખાડયો. ત્યારે મેં કહ્યું, આ દુધપાક લઈને તમે મરચાવાળાને પૂછો કે સાહેબ આ મહીં નખાય ?
૧૩૮
આપ્તવાણી-૯ ત્યારે મરચાવાળો તો એને વેચવું છે, એટલે એમ કહે કે હા, સાહેબ, થોડું નખાય. પછી મીઠાવાળાને તમે પૂછો કે સાહેબ, આ નખાય ? ત્યારે પેલો કહેશે, આયે નખાય. કારણ કે આ લોકોને પૂછવા જાય છે ને, તે પછી પેલાં તો નખાવડાવે. એમ તમારો દૂધપાક મોટું બગાડે છે.”
તેથી અમે આ દૂધપાક નખાવી દઈએ છીએ, ઠીંકરા સાથે નખાવી દઈએ છીએ. એ સુગંધેય ના જોઈએ. એટલે અત્યાર સુધી જાણેલું બધું જ ખોટું હતું. જે જાણ્યાએ આપણને હેલ્પ ના કરી, ક્રોધ-માન-માયા-લોભ ગયાં નહીં, જે જાણવાથી આત્મા પ્રાપ્ત ના થયો, તો પછી એ જાણ્યાનો અર્થ જ શું ? અને જે જાણવાથી આત્મા પ્રાપ્ત થયો છે તો બીજું જાણવાની જરૂર નથી. કો'કને એમ લાગતું હોય કે એમના જાણવાથી એમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે, તો પછી આ જાણવાની જરૂર જ નથી, આ અક્રમવિજ્ઞાન છે. પેલું ક્રમિક છે. એટલે કો'કને પ્રાપ્ત થયો એમ લાગતું હોય તો મિલ્ચર કરવાની જરૂર નથી. આ એકની મહીં બીજું મિશ્ર કરવાનો ફાયદો નથી. જે જાતની આપણે દવા પીતા હોઈએ એ જ પીયા કરવી સારી છે. પાછું બીજું મિલ્ચર કરીએ તો ઊલટું નવી મુશ્કેલીઓ ઊભી થાય. એટલે મિલ્ચર કરીને શું કામ છે આપણે ? કપાળુદેવે શું કહ્યું કે, જે રસ્તે, જેનાથી સંસારમળ જાય આપણો તે રસ્તો તું સેવજે. તો એ સેવવાનો. કારણ કે આપણે મળ જાય એટલું જ જોવું છે ને ? આપણું કામેય બીજું શું છે ?!
એટલે જેટલા શંકાવાળા છે ને, એને આ સંસાર છોડતો નથી. કંઈ પણ સંશય, સંમોહ કે શંકા કિંચિત્માત્ર હોય ત્યાં સુધી આ સંસાર અને મુક્ત કરતો નથી. આ સંસાર તેથી જ બંધાયેલો છે. શંકા ઊભી થાય એટલે તમારું કાર્ય થાય નહીં. એના કરતાં અભણ માણસો સારા. આ શાસ્ત્રોના જાણકારો બધા શંકાશીલ, સંદેહમાં ગળથળ થઈ રહ્યા છે. એના કરતાં આપણા “જ્ઞાન” લીધેલા કોઈ મહાત્માને શંકા જ નથી ઉત્પન્ન થઈ. કારણ કે આ વધારે વાંચ્યું હોય તો શંકા થાય ને ? એટલે નિઃશંક થઈ જાય છે, એનો આત્મા નિરંતર પરમાનંદ આપે.
બાકી આ જગત શંકાથી જ ફસાયું છે ને ! ભાગ્યે જ આપણા ‘જ્ઞાન લીધેલા કોઈ મહાત્માને એક ક્ષણ આત્મા સંબંધમાં શંકા ઊભી