________________
આપ્તવાણી-૯
૧૩૫
નાખી એટલે હવે ‘ચંદુભાઈ’ જોડે ‘તમારે’ પાડોશીનો સંબંધ રહ્યો. હવે પાડોશી જે ગુનો કરે, એના ગુનેગાર આપણે નહીં. માલિકીપણું નહીં એટલે ગુનેગાર નહીં. માલિકીપણું હોય ત્યાં સુધી જ ગુનો ગણાય. માલિકીપણું ગયું એટલે ગુનો રહ્યો નહીં.
આપણે પૂછીએ કે, ‘તમે કેમ નીચે જોઈને ચાલો છો ?” ત્યારે એ કહેશે, ‘ના જોઈએ તો પગ નીચે જીવડું વટાઈ જાય ને !’ ‘તો કેમ, આ પગ તમારો છે ?’ એવું પૂછીએ, તો કહેશે, ‘હા, ભાઈ, પગ તો મારો જ ને !’ એવું કહે કે ના કહે ? એટલે ‘આ પગ તમારો, તો પગ નીચે જીવડું વટાઈ ગયું તેના જોખમદાર તમે !’ અને આ ‘જ્ઞાન’ પછી તમને તો ‘આ દેહ મારો નથી' એવું જ્ઞાન હાજર રહે છે. એટલે તમે માલિકીપણું છોડી દીધું છે. આ ‘જ્ઞાન’ આપતી વખતે અહીં આગળ માલિકીપણું બધું હું લઈ લઉં છું. એટલે પછી તમે માલિકીપણું પાછું ખેંચો તો એની જોખમદારી આવે. પણ જો તમે માલિકીપણું પાછું ના ખેંચો ને, તો ‘એકઝેક્ટ’ રહે. નિરંતર ભગવાન મહાવીર જેવી દશા રાખે એવું આ વિજ્ઞાન છે !
એટલે આ બહારનો, શરીરનો આ ભાગ જે કંઈ કરે એમાં તમારે આંગળી નહીં કરવાની. તો તમે નામેય જોખમદાર નહીં. અને કશું કરી શકતાય નથી. ‘પોતે’ કશું કરી શકે છે, એમ ‘પોતે' માને છે, એ જ અણસમજણ છે, એનાથી આવતો ભવ બગાડે છે.
મહીં ધૂળ ઊડતી હોય ને, તો સામી બાજુ ના દેખાય. એવું કર્મની જંજાળને લઈને સામી બાજુ દેખાય નહીં, ને ગૂંચવે. પણ જો એમ જાગૃતિ રહે કે ‘હું તો શુદ્ધાત્મા છું' તો એ જંજાળ ઊડી જાય. એટલે મહાવીર ભગવાન જેવી દશા રહે એવાં આ પાંચ વાક્યો (પાંચ આજ્ઞા) તમને આપેલાં છે !!
માર્ગ સરળ છે, સહેલો છે, સહજ છે. પણ તેની પ્રાપ્તિ દુર્લભ છે. ‘જ્ઞાની પુરુષ’ ભેગા થવા બહુ મુશ્કેલ વસ્તુ છે. ભેગા થાય તો ‘જ્ઞાન’ મળવું મુશ્કેલ વસ્તુ છે. કેટલાક સાત સાત વર્ષથી ધક્કા ખાય છે, તોયે ‘જ્ઞાન’ નથી મળ્યું. કેટલાક ત્રણ વર્ષથી ધક્કા ખાય છે અને ‘જ્ઞાન’ નથી મળતું. ને કેટલાકને એક કલાકમાં મળી ગયેલું. એવું સહુ સહુના સંજોગો
૧૩૬
જુદી જાતના હોય ને !
આપ્તવાણી-૯
પુસ્તકથી ત છૂટે સંદેહ !
પ્રશ્નકર્તા : પણ દાદા, આમ તો દેહધારી મનુષ્ય મારફત જ એ પ્રક્રિયા થાય ને ! દેહધારી મનુષ્યમાં જ ભગવાન પ્રગટે અને તો જ સંદેહ છૂટે ને ? પુસ્તકમાંથી સંદેહ ના છૂટે ને !
દાદાશ્રી : પુસ્તકમાં કશું હોય નહીં ને કશું વળે નહીં. પુસ્તકમાં તો લખેલું હોય કે ‘સાકર ગળી છે.’ એમાં આપણુ મોઢું શું ગળ્યું થયું ? પુસ્તકમાં ‘સાકર ગળી છે’ એમ લખ્યું છે, પણ એમાં આપણને શું ફાયદો થયો ? મોઢામાં મૂકીએ તો ગળી લાગે ને ?!
પ્રશ્નકર્તા : એટલે દેહધારી મનુષ્ય, જેમાં ભગવાન પ્રગટ થયા હોય, એવા મળતા નથી, અને પુસ્તકો કંઈ કામ કરતાં નથી, એટલે પછી ફર્યા કરવાનું ?
દાદાશ્રી : હા, ભટકવાનું જ બસ.
પ્રશ્નકર્તા : આ દુકાનેથી પેલી દુકાને ને પેલી દુકાનેથી બીજી દુકાને. દાદાશ્રી : હા, દુકાનો ને દુકાનો ફર્યા જ કરે.
પ્રશ્નકર્તા : અને જેટલી દુકાન ફરતા જઈએ તેમ તેમ નકલી માલ વધતો જાય.
દાદાશ્રી : હા, વધતો જાય. અને ‘અહીંથી મળશે કે ત્યાં મળશે ?” એવા વિકલ્પો ઊભા થયા કરે. એ તો છેલ્લી દુકાન મળે ત્યારે ઉકેલ આવે અને તેય સંદેહ જાય બધી વાતે તો ઉકેલ આવે.
એ જાણેલું તો શંકા કરાવે !
કારણ કે શંકા ક્યારે થાય ? બહુ વાંચ વાંચ કર્યું હોય ને, તે બધું આગળ આગળ પડઘા પાડ્યા કરે. એટલે માણસ ત્યાં આગળ ગૂંચાઈ જાય. ને ગૂંચાઈ જાય એટલે સંદેહ ઊભા થાય, શંકા ઊભી થાય. એ