________________
આપ્તવાણી-૯
૧૩૩ મૂચ્છમાં પડે ત્યારે ઠીક છે. મૂચ્છ એટલે દારૂ પીધેલો ! મહીં દારૂ પીવડાવવો, એટલે પછી બધાં મસ્તીમાં રહે. અને આ તો ‘વિધાઉટ’ મૂર્છા ! અને આ ‘જ્ઞાન’ તો મૂર્છા થોડી ચઢેલી હોય ને, તો ય ઉતારી આપે.
એટલે આત્મા સંબંધી બધાં શંકામાં હોય, ગમે ત્યાં જાવ. બધાંને આત્મા સંબંધી શંકા, ને શંકાને લઈને અહીં પડી રહ્યાં છે. એ નિઃશંક થાય નહીં ને એમનો દહાડો વળે નહીં. ‘જ્ઞાની પુરુષ' વગર આત્મામાં નિઃશંક તો કોઈ જગ્યાએ કોઈ થયેલો જ નહીં, એક પણ માણસ નિઃશંક થયેલો નહીં, આત્મા સંબંધી શંકા જ રહ્યા કરે. લોક તો સંદેહ વગરનું જ્ઞાન ખોળે છે પણ એ જ્ઞાન લોકોની પાસે હોતું નથી. ક્રમિકમાર્ગમાં પણ એ જ્ઞાન હોતું નથી. આ તો “અક્રમ’નું છે, એટલે બન્યું છે. એ શંકા જાય તો કામ થાય.
આ તો દર અસલ આત્મા અહીં પ્રાપ્ત થાય છે તેથી એક કલાકમાં નિઃશંક થાય છે. આ જેવી તેવી સાહેબી નથી. પણ મનુષ્યોને સમજાતું નથી, અક્રમ સાહેબી છે આ તો ! નહીં તો કરોડ અવતારેય આત્મા સંબંધમાં નિઃશંક ના થાય ને આત્મા લક્ષમાં જ ના આવે કોઈ દહાડોય.
‘જ્ઞાની પુરુષ' સિવાય આત્મા સંબંધી શંકા કોઈ દહાડો જશે નહીં. અને જ્યાં સુધી આત્મા સંબંધી નિઃશંક ન થાય ત્યાં સુધી સંસારમાંય કોઈ પણ શંકા જાય નહીં. આત્મા સંબંધી શંકા ગઈ કે બધી શંકાઓ નિરાવરણ થઈ ગઈ. તો આપણે ત્યાં તો આત્મા સંબંધી શંકા પછી રહેતી જ નથી.
ભેદ વિજ્ઞાત “અક્રમ' થકી ! શંકા કોઈ જગ્યાએ નહીં કરવી. શંકા જેવું દુ:ખ નથી આ દુનિયામાં. કારણ કે મેં તમને આત્મા આપ્યો છે, નિઃશંક આત્મા આપ્યો છે, ક્યારેય પણ શંકા ઉત્પન્ન ના થાય એવો આત્મા આપેલો છે. એટલે ‘આવો હશે કે તેવો હશે’ એવી ભાંજગડ જ મટી ગઈ ને ! આ તો અક્રમ વિજ્ઞાન’ છે એટલે શુદ્ધ આત્મા જ ચોખ્ખો પ્રાપ્ત થઈ જાય છે.
એવું છે ને, આ શરીરમાં બે ભાગ છે. એક આત્મવિભાગ, એ પોતાનું ક્ષેત્ર છે અને એક અનાત્મવિભાગ, એ પરક્ષેત્ર છે. એ બે ભાગ જ્યાં
૧૩૪
આપ્તવાણી-૯ સુધી જગત જાણતું નથી, ત્યાં સુધી ‘હું ચંદુભાઈ છું’ બોલ્યા કરે છે.
આપણે અહીં જ્ઞાન આપીએ છીએ ને, એ ‘અક્રમવિજ્ઞાન’ છે ! અક્રમ વિજ્ઞાન એટલે શું ? કે આત્મા અને અનાત્માનું વિવરણ પડી બેઉ જુદા પડી જાય છે. આત્મા આત્મવિભાગમાં બેઠો, સ્વક્ષેત્રમાં બેઠો, અને અનાત્મા પરક્ષેત્રમાં, એમ વિભાજન થઈ ગયું. એટલે ‘લાઈન ઓફ ડિમાર્કેશન’ પડી જાય, અને બધું રેગ્યુલર કોર્સમાં જ બેસી જાય છે.
અને બહાર જે આત્મા છે એ ભેળવાળો છે. આપણે અહીં બજારમાં ભેળ આઠ રૂપિયે કિલો મળે છે ને, એના જેટલી કિંમતનો એ આત્મા છે. તે ય ‘મિલ્ચર’, કશો સ્વાદ આવે નહીં, બેસ્વાદ થાય. જ્યારે આ તો તરત જ સ્વાદ આવતો લાગે. સ્વતંત્રતા પોતાની ઉત્પન્ન થઈ ગઈ. હવે ફક્ત ‘ફાઈલોનો નિકાલ કરવાનો બાકી રહ્યો. ત્યાં સુધી ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ’ અને ‘ફાઈલો’ પૂરી થઈ ગઈ કે ‘ફુલ ગવર્નમેન્ટ'!
પછી જોખમદારી જ નહીં હવે ‘હું ચંદુભાઈ છું' એ જ્ઞાન ઉપર તો તમને શંકા પડી ગઈ ને ? કે શંકા નથી પડી ?
પ્રશ્નકર્તા : શંકા પડી છે. એટલે હું આત્મારૂપ છું અને ચંદુભાઈ એ પરસત્તા છે, પાડોશી છે.
દાદાશ્રી : હા, ચંદુભાઈ એ પાડોશી છે. હવે એક ‘પ્લોટ’ હોય, તે જ્યાં સુધી તે બે ભાઈઓનો ભેગો હોય તો ત્યાં સુધી આખા ‘પ્લોટ’માં જે કંઈ થાય તે બન્નેને નુકસાન કહેવાય. પણ પછી બન્નેએ વહેંચણ કરી નાખ્યું હોય કે આ બાજુ ચંદુભાઈનું અને આ બાજુ બીજા ભાઈનું. તો તમારું વહેંચણ થયા પછી પેલા ભાગના તમે જવાબદાર નથી. એટલે એવું આત્મા અને અનાત્માની વહેંચણ થઈ છે. એમાં વચ્ચે ‘લાઈન ઓફ ડિમાર્કશન’ મેં નાખેલી છે, “એકઝેક્ટ’ નાખેલી છે. એવું તો આ કાળમાં વિજ્ઞાન ઊભું થયું છે, તેનો લાભ આપણે ઉઠાવી લેવાનો છે.
આત્મા અને અનાત્મા, બન્ને વચ્ચે ‘લાઈન ઓફ ડિમાર્કેશન’