________________
૧૩૧
આપ્તવાણી-૯ દિન-રાત ‘એને’ ‘એ આ બાજુ જ ફેરવ ફેરવ કરે છે. આ બાજુ એને મોક્ષે લઈ જવા માટે જ આખો દહાડો માથાકૂટ કર્યા કરે છે અને ‘અજ્ઞા' નામની શક્તિ જેને બુદ્ધિ કહેવામાં આવે છે એ રાત-દહાડો સંસારમાં જ ખેંચી જવા માગે છે. આ બેનું સંઘર્ષણ હોય છે અંદર. આ બેનું સંઘર્ષણ નિરંતર ચાલ્યા જ કરે. ‘અજ્ઞા” એ બુદ્ધિ છે અને ‘પ્રજ્ઞા” એ મૂળ વસ્તુ છે. ‘પ્રજ્ઞા' હંમેશાં ય ‘તમને’ અંદર ચેતવે છે અને મોક્ષ બાજુ લઈ જવા ફરે છે. એ પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થયેલી છે. સ્થિતપ્રજ્ઞ દશા કરતાં પ્રજ્ઞાશક્તિ બહુ ઊંચી છે. સ્થિતપ્રજ્ઞ દશામાં તો વ્યવહારનો એક્કો હોય. બીજું, લોકોનાં તરફની નિંદા, એવી વસ્તુ ના હોય. એ એની જાતને સ્થિતપ્રજ્ઞ માની શકે. કારણ કે એની બુદ્ધિ સ્થિર થઈ છે. પણ આ પ્રજ્ઞા, એ તો મોક્ષે લઈ જાય. સ્થિતપ્રજ્ઞવાળાને મોક્ષે જવાને માટે હજુ આગળ બધો માર્ગ જોઈશે.
૧૩૨.
આપ્તવાણી-૯ કે ઠેઠ આત્મા સંબંધમાં નિઃશંક ના થાય, કે આ જ આત્મા અને આ હોય, ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થાય નહીં. આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થઈ, તો ‘વર્લ્ડમાં કોઈ શક્તિ અને ભયકારી બની શકે નહીં. નિર્ભયતા ! અને નિર્ભયતા ઉત્પન્ન થાય એટલે સંગમાં રહેવા છતાં નિઃસંગ રહેવાય. ભયંકર સંગોમાં રહેવા છતાં ય નિઃસંગતા હોય. એવું આ કૃપાળુદેવ કહેવા માગે છે.
વર્લ્ડમાં ય કોઈ માણસ આત્મા સંબંધી નિઃશંક એટલે શંકારહિત થયેલો નહીં. જો નિઃશંક થયો હોત તો એનો ઉકેલ આવી જાત અને બીજાં પાંચ જણનો ઉકેલ લાવી આપત. આ તો લોકો યે ભટકયા અને એ ય ભટકે છે.
ત્યારે થાય તિઃશંકતા !
આત્મા સંબંધી શંકા જાય તો જાણવું કે મોક્ષ થઈ ગયો. ‘આત્મા આ જ છે” એવી આપણા મનમાં ખાતરી થઈ ગઈ કે બધું કામ થઈ ગયું !
નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ !
બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને “હું શુદ્ધાત્મા તો નિઃશંક થઈ ગયો, એટલે દુ:ખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં બધું ય પૂછી શકાય. શંકા કાઢવા માટે તો આ ‘જ્ઞાની પુરુષ’ છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોય ને, ત્યારે “જ્ઞાની પુરુષ” આપણને નિઃશંક બનાવી આપે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે.
કૃપાળુદેવે તો શું કહ્યું? ‘નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.”
હવે આ શંકા એટલે, જ્ઞાનની શરૂઆતથી, જ્ઞાનમાં શંકા એને અહીં આગળ અધ્યાત્મમાં શંકા કહેવામાં આવે છે. જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો પર શંકા પડી, એનું નામ શંકા ! તે ક્યાં સુધી શંકા ગણાય છે ?
બાકી, કોઈ અવતારમાં નિઃશંક થયેલો જ નહીં અને આત્મા સંબંધી તો કોઈ નિઃશંક થયેલો જ નહીં. આત્મા સંબંધી નિઃશંક થવું એ કંઈ સહેલી વાત નથી.
જ્યારે આ ‘જ્ઞાન' નિઃશંક કરનારું છે. નિઃશંક કેવી રીતે થાય ? કે આ શરીરમાં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, બીજી ઇન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો, બધાં એકામત થાય ત્યારે નિઃશંક થાય. આખા શરીરનું બધું એકમત થાય, ‘દાદા'એ કહ્યું એ જ્ઞાન એક અવાજ થાય, બધાં ‘એક્સેપ્ટ કરે ત્યારે નિઃશંક થાય.
હવે મહીં શંકા નથી કરતું ને ? નહીં તો એક કલાક શંકા કર્યા વગર ના રહે, આ એટલી બધી મહીં જમાત છે. અહીં બધાં ‘એક્સેપ્ટ’ કરે એવું જ્ઞાન હોય નહીં. કાં તો મન બૂમો પાડતું હોય, કાં તો ચિત્ત બૂમો પાડતું હોય. પણ કોઈને કોઈ વાંક પાડ્યા વગર રહે નહીં. એટલે મહીં એકમત થાય એવા નથી. મહીં બહુ જમાત છે, એકાદ જણ આડું બોલે ‘આમ હોય તો ?” કે શંકા પડી ! અને તમારે તો કોઈ મહીં બોલતો જ નથી ને ?! બધાં એકામત એકાજત ને ?! એટલે મહીં બધાં એકામત થાય ત્યારે નિઃશંક થાય.
આ શરીરમાં કોઈ દહાડો બધાં એકામત એકાજત થતાં જ નથી.