________________
૧૩૦
આપ્તવાણી-૯
૧૨૯ ‘આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.” આમાં આત્માની શંકા આત્મા કરે છે કે બુદ્ધિ કરે છે ?
દાદાશ્રી : એ આત્માની શંકા આત્મા કરે છે, આ બુદ્ધિ નથી કરતી. આત્મા, એટલે જે અત્યારે તમારો માનેલો આત્મા છે તે અને મૂળ આત્મા, એ બે જુદા આત્મા છે. તમારો માનેલો આત્મા બુદ્ધિ સહિત છે. અહંકાર, બુદ્ધિ, બધા સાથે થઈને મૂળ આત્માની શંકા કરે છે. શું શંકા કરે છે ? કે ‘મૂળ આત્મા નથી. એ એવું કંઈ લાગતું નથી.’ એને શંકા આવે છે કે આમ હોય કે કેમ ?!
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ ઉપરાંત જે આત્મા છે એ એની સાથે સંકળાયેલો છે.
દાદાશ્રી : આ જેને આપણે આત્મા જેને માનીએ છીએ, અગર તો આ જગત શેને આત્મા માને છે ? ‘હું ચંદુભાઈ અને બુદ્ધિ મારી, અહંકાર બધું મારું અને હું જ આ આત્મા છું અને આ આત્માને મારે શુદ્ધ કરવાનો છે” એવું માને છે. એમને એમ ખબર નથી કે આત્મા તો શુદ્ધ છે જ અને આ રૂપક ઊભું થયેલું છે. એટલે આ પોતે-અહંકાર, બુદ્ધિ ખરી એમાં, તે શંકા કરે છે. બુદ્ધિ એકલી શંકા ના કરે. બુદ્ધિ અહંકારસહિત શંકા કરે. એટલે એ ‘પોતે’ થયો.
આત્માની શંકા કરે, આત્મા ‘પોતેઆપ !''
આ જ પોતે આત્મા છે અને તે પોતે પોતાની શંકા કરે છે. એટલે ‘એના’ વગર શંકા બીજો કોણ કરે ? એ શંકા ક્રોધ-માન-માયા-લોભ કરતું નથી કે મન કરતું નથી કે બુદ્ધિ કરતી નથી. આત્માની શંકા આત્મા જ કરે છે. એ અજાયબી છે, એમ કહે છે. પોતે પોતાની શંકા કરે છે. કારણ કે આ તો એટલું બધું અજ્ઞાન ફેલાયું છે કે પોતે પોતાની શંકા કરતો થઈ ગયો છે કે ‘હું છું કે નહીં ?” એવું કહેવા માગે છે. કૃપાળુદેવનું આ બહુ સરસ વાક્ય છે, પણ સમજે તો !
પ્રશ્નકર્તા : શંકા પડે તે પ્રતિષ્ઠિત આત્માનું કામ ?
આપ્તવાણી-૯ દાદાશ્રી : આમાં, મૂળ આત્માને શંકા પડે જ નહીં. અને પ્રતિષ્ઠિત આત્મા તો શંકાશીલ જ છે ને ! અને એ આપણે પ્રતિષ્ઠા જેવી કરી છે. આપણે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ તે જેવી પ્રતિષ્ઠા કરીએ તેવું ફળ આપે એ. એવું આ યે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરી છે. પેલી મૂર્તિમાં ને આમાં ફેર જ નથી. આમાં જેવી પ્રતિષ્ઠા કરી છે એવું આ એકલું જ ફળ આપશે. જે પ્રતિષ્ઠા સારી કરેલી, તે સારું ફળ આપે.
પ્રશ્નકર્તા : એટલે પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્માની શંકા કરે છે !
દાદાશ્રી : હા. પ્રતિષ્ઠિત આત્મા. મેં પ્રતિષ્ઠિત આત્મા નામ આપ્યું છે. બાકી, આમ આ લોકોએ વ્યવહાર આત્મા કહ્યો છે. જે તું અત્યારે આત્મા માની રહ્યો છે તે વ્યવહારિક આત્મા છે, એવું કહ્યું છે. પણ વ્યવહારિક આત્મામાં શું થાય છે ? કે એ લોકોને સમજાતું નથી. પણ ફરી આ ઊભું કરનાર જ ‘તમે’ છો, પ્રતિષ્ઠા કરો છો માટે આ ઊભું થાય છે. ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ જ છું’ કર્યા કરશો તો ફરી આત્મા ઊભો થઈ રહ્યો છે તમારો, બીજી પ્રતિષ્ઠા થઈ રહી છે. મૂર્તિરૂપે માનો છો માટે મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ, માટે મૂર્તિનો જન્મ થશે. ‘હું શુદ્ધાત્મા છું' તો ઊડી જશે.
પ્રજ્ઞા આત્માપક્ષી જ ! પ્રશ્નકર્તા હું શુદ્ધાત્મા છું અને દેહ નથી, એ પણ બુદ્ધિ કહે છે ને ?
દાદાશ્રી : એ બુદ્ધિ નથી કહેતી આમાં. બુદ્ધિ તો ‘હું શુદ્ધાત્મા’ કહેવા જ ના દે. બુદ્ધિ, ‘હું શુદ્ધાત્મા છું' એવું કહે તો એનો પોતાનો બહુ મોટો નાશ થાય, એનું પોતાનું અસ્તિત્વ ઊડી જાય. એટલે એ પોતે આ શુદ્ધાત્માના પક્ષમાં બેસે જ નહીં કોઈ દહાડો ય. નહીં તો પોતાનું અસ્તિત્વ જ ઊડી જાય. જો ‘હું શુદ્ધાત્મા છું' બોલે, તો મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારનું અસ્તિત્વ ઊડી જાય. એટલે આ મન પણ આવું ‘એક્સેપ્ટ ના કરે. સમજે ખરા, પણ ‘એક્સેપ્ટ’ ના કરે. આ બુદ્ધિ તો હંમેશાં સંસાર પક્ષમાં જ હોય છે, શુદ્ધાત્મા પક્ષમાં હોય નહીં ક્યારેય પણ, વિરોધ હોય. હવે એ પ્રજ્ઞા નામની શક્તિ છે તે આત્મામાંથી જુદી પડેલી હોય છે, કે
જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી આત્માને કશું કરવું પડતું નથી. આત્માની એક ‘પ્રજ્ઞા' નામની શક્તિ બહાર પડે છે. એનું કામ શું ?