________________
આપ્તવાણી-૯
૧૨૭
‘આ ક્રોધ-માન-માયા-લોભ તો આત્મા વગર કોઈ કરે જ નહીં ને ?’ મેં કહ્યું, ‘નિરાંત થઈ ગઈ ત્યારે. (!)’ ત્યારે કહે છે, ‘પણ જડ તો કરે જ નહીં ને ?” મેં કહ્યું, ‘આ જડ કરે નહીં. પણ ચેતને ય શી રીતે કરે ? જે જેનામાં ગુણધર્મ નથી, એ શી રીતે કરે ?” એવું છે ને, આ વ્યતિરેક ગુણો છે, એની એને ખબર ના હોય ને ! કે બે વસ્તુ સાથે હોય તો તીસરો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય, પોતાના ગુણધર્મ છોડે નહીં અને નવો ગુણ ઉત્પન્ન થાય. પણ એ ‘જ્ઞાની’ સિવાય સમજાય શી રીતે ?! આમ મનુષ્યપણું તા ગુમાવાય !
હવે ‘આત્મા આવો હશે કે તેવો હશે, આમ હશે કે તેમ હશે’ એ વિચારણામાં કોઈક આવ્યો હોય, તેને ભગવાને સમ્યક્ત્વ મોહનીય કહ્યું. આવી વિચારણામાં જ હજુ આવ્યા નથી. આ મોહનીય પણ જાગી નથી. આ તો અત્યારે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય જ છે હજુ. સમ્યક્ત્વ મોહનીય જાગી હોત તો ભગવાન એને મહાન અધિપતિ કહેત. આ તો એક ‘પ્લોટ’ હોય કે એક મકાન હોય ને આટલું અધિપતિ હોય, એમાં તો પોતાની જાતને શું ય ધન્ય માનીને પેટ ઉપર હાથ ફેરવે ને ‘હોઈયાં’ કરીને સૂઈ જાય છે !
અલ્યા, શું જોઈને સૂઈ જાય છે ?! અનંત અવતારો આવાં ‘હોઈયાં’ કરીને સૂઈ ગયો ! શરમ નથી આવતી ?! પાછો હાથ પેટ ઉપર ફેરવીને ‘હોઈયાં’ કહેશે. અલ્યા, શું જોઈને ઊંઘી જાય છે ?! ઊંધવા જેવું આ જગત છે ? મનુષ્યપણું મળ્યું, ને ઊંધાતું હશે ?! મનુષ્યપણું મળ્યું, સારો જોગ મળ્યો, ઊંચા ધર્મપુસ્તકો વાંચવાનો યોગ મળ્યો, ઊંચી આરાધના મળી, વીતરાગનાં દર્શન થયાં, ને તું ‘હોઈયાં’ કરીને સૂઈ જાય છે ?!
ને પાછી ‘બેડરૂમો’ કરી છે ?! અલ્યા, ‘બેડરૂમ' ના કરાય. એ તો એક રૂમ હોય તે બધાં ભેગાં સૂઈ રહેવાનું ને પેલી તો સંસારી જંજાળ ! આ તો ‘બેડરૂમ' કરીને આખી રાત સંસારની જંજાળમાં પડ્યો હોય. આત્માની વાત તો ક્યાંથી યાદ આવે ? ‘બેડરૂમ’માં આત્માની વાત યાદ આવતી હશે ?!
મેં એક જણને પૂછ્યું, ‘શું જોઈને સૂઈ જાવ છો ?’ ત્યારે એ કહે
૧૨૮
આપ્તવાણી-૯
છે, ‘સાડા દશ વાગ્યા, તે હવે ના ઊંઘી જઉં ?” ‘અલ્યા, આ કંઈ કમાયા વગર સૂઈ ગયા ? આજ શું કમાયા એ કહો મને.’ ત્યારે એ કહે, ‘હું તો કંઈક કરું છું. પેલાં કશું નથી કરતાં !' પેલાને પૂછ્યું, ત્યારે એ ય એવું કહે કે, “એ નથી કરતાં, આ નથી કરતો.' બધાં આવું બોલે છે ! પ્રશ્નકર્તા : હા, એવો હિસાબ ગણે છે, પોતાના હિસાબ ગણવાને
બદલે.
દાદાશ્રી :
તો બધું પોલ માર્યું છે !
એટલે જગત આખું ય શંકામાં છે, અપવાદ સિવાય. કારણ કે આત્મા શું છે, એમાં શંકા ના જાય. સંદેહ રહ્યા કરે કે, ‘આત્મા આમ હશે કે તેમ હશે, આમ હશે કે તેમ હશે.' એવો સંદેહ રહ્યા જ કરે. એ સંદેહ રહ્યા કરે એટલે પછી જગતમાં બીજી જાતજાતની શંકાઓ ઊભી થાય. ત્યારે સંદેહ જાય !
પ્રશ્નકર્તા : ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો નથી.
દાદાશ્રી : હા, ઉદ્ભવે નહીં, એ વાત જુદી છે. એવું અમુક કાળ સુધી લાગે. પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે સંદેહ ઊભા થાય પાછાં. આ તો બધું ફરવાનું છે. બધું એક જ જાતનું ઓછું રહે છે ? જેમ દિવસરાત બદલાયા કરે છે, ટાઈમ નિરંતર બદલાયા કરે છે, તેવું આ
અવસ્થાઓ બધી નિરંતર બદલાયા કરવાની !
એટલે સંદેહ માણસનો ક્યારે જાય ? વીતરાગતા અને નિર્ભય થઈ ગયા પછી સંદેહ જાય. નહીં તો સંદેહ તો જાય જ નહીં. શાંતિ હોય ત્યાં સુધી અનુકૂળ લાગે. પણ ઉપાધિ આવે ત્યારે અશાંતિ ઊભી થાય ને ! ત્યારે પાછું બધું અંદરથી ગૂંચાઈ જાય, ને તેથી બધા સંદેહ ઊભા થાય.
‘આત્મા'તી શંકા કોને ?
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં લખ્યું છે કે,