________________
આપ્તવાણી-૯
૧૩૯ થઈ હોય ! આવું તો બન્યું જ નથી, સાંભળ્યું જ નથી ને ! અહીં તો શંકા જેવી વસ્તુ જ સાંભળી નથી.
પ્રશ્નકર્તા: જેણે પહેલાં આવી વસ્તુ સાંભળી જ ના હોય એને શંકા ના આવે. પણ જેણે સાંભળી હોય તેને એમ લાગે કે આ સાચું કે પેલું સાચું ?
દાદાશ્રી : એવું છે ને, સાંભળ્યું હોય છતાં શંકા નથી આવતી એનું શું કારણ ? આ “જ્ઞાન” લીધા પછી એમને પોતાને મહીં એવો અનુભવ થઈ ગયો કે નિરંતર આત્મા મારો જતો નથી, રાતે બે વાગે હું જાણું છું. તે પહેલાં તો એ હાજર થઈ જાય છે. તે આવું તો આ “વર્લ્ડ’માં બને એવું નથી કોઈ જગ્યાએ, આત્મા એની મેળે હાજર થાય એવું બને નહીં. આ તો અનુભવ કહેવાય છે. આત્મા પ્રાપ્ત થાય એને અનુભવ કહેવાય, આત્માનું લક્ષ બેઠું એને અનુભવ કહેવાય. કારણ કે પોતે જાગતા પહેલાં તો એ આત્મા હાજર થઈ જાય.
એટલે જેને શંકા ગઈ તેને સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થઈ ગયો. બાકી ‘આત્મા કેવો છે એ સંદેહ કોઈનો જાય એવો જ નથી. ‘આત્મા છે” એ સંદેહ વખતે જાય, પણ ‘આત્મા કેવો છે' એ સંદેહ નથી જાય એવો. એ વસ્તુ બહુ ઊંડી છે.
એટલે જ્યાં શંકા ત્યાં સંતાપ ઊભો થાય. શંકા એક ક્ષણ ના થાય એનું નામ આત્મા ! એટલે કોઈ પણ જાતની શંકા ના રહે.
એ ભુલ ખોળવાની ! શંકા જાય કે ઉકેલ આવી ગયો. હવે શંકા ઊડી જવી એ તો પોતાના હિસાબમાં બેસવી જોઈએ ને ? સામાની શંકા ઊડી ગઈ, માટે કંઈ આપણી શંકા ઊડી ગઈ ? કારણ કે બધાને સરખી શંકા નથી હોતી. માટે આપણી જાતને પૂછવું જોઈએ કે, ‘શંકા કઈ કઈ બાબતમાં છે ?” ત્યારે કહેશે, “ના, હવે કોઈ શંકા નથી.’ અને જેને હજુ થોડી થોડી શંકા હોય તે પછી થોડા ટાઈમ અહીં બેસી રહે, ને અમને પૂછે કરે તો પછી એ શંકા જતી રહે અને શંકા ગઈ એટલે ઉકેલ આવી ગયો.
પ્રશ્નકર્તા: તમે કહો છો ને, કે તું કોણ છે? ત્યારે મને ‘હું શુદ્ધાત્મા
૧૪)
આપ્તવાણી-૯ છું” એની શંકા રહે છે.
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ તમને શંકા રહે છે તો એ શંકા જે કરે છે તે જ શુદ્ધાત્મા છે. એટલે “આપણે” અહીં નથી બેસતા, તે જગ્યાએ બેસવાનું હવે, કોણ શંકા કરે છે એ ખોળી કાઢવું કે આ તો આપણી જ ભૂલ છે.
એવી શંકા ? ત્યાં “જ્ઞાત' હાજર ! આ “જ્ઞાન” પછી હવે તમે કંઈ કામ કરવા જાવ ને, તો ‘દોષ તો બંધાય નહીં ?” એવી શંકા થઈ, તે વખતે આત્મા હાજર હતો માટે તમારી એક શંકા ઊડી ગઈ. નહીં તો આવી શંકા કોને થાય ? આ જગતનાં લોકોને એવી શંકા થાય ? શાથી ના થાય ? આત્મા હાજર જ નથી ત્યાં આગળ !
એટલે શંકા કોને થાય ? ‘કર્તા છું' એવી શંકા કોને પડે ? એટલે આપણે શંકા પડે ત્યારે જાણવું કે આત્મા હાજર હતો. માટે એ શંકા ઊડી ગઈ.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી જ્ઞાનજ્યોતિ જલતી રહે એ જ વખતે શંકા આવે. જ્ઞાનજ્યોતિ નહીં હોય તો શંકા ક્યાંથી આવે ?
દાદાશ્રી : હા. મોટરની આગળ પ્રકાશ હોય તો ખબર પડે કે જીવડાં મોટરથી વટાય છે. પણ પ્રકાશ જ ના હોય તો ? શંકા જ ના પડે ને !
આ તો આપણે ‘જ્ઞાન’ આપ્યું એટલે તન્મયાકાર થતું જ નથી. પછી પોતાને મનમાં એમ લાગે કે હું એકાકાર થઈ ગયો હોઈશ ?” પણ ના, એ શંકા પડે છે. અને એને ભગવાને કહ્યું કે “શંકા પડે છે ? માટે તું જ્ઞાનમાં જ છે.” કારણ કે બીજા માણસને શંકા પડે નહીં કે હું તન્મયાકાર થઈ ગયો છું. એ લોકો તો તન્મયાકાર છે જ. અને તમને તો આ ‘જ્ઞાન’ મળ્યું છે એટલે તમને શંકા પડે કે ‘હું આ તન્મયાકાર થઈ ગયો હોઈશ કે શું ?” એ શંકા પડી ! તોય ભગવાન કહે છે, “એ શંકા અમે માફ કરીએ છીએ.' કોઈ કહેશે, ‘ભગવાન, કેમ માફ કરો