________________
આપ્તવાણી-૯
૧૦૩ દાદાશ્રી : એ ખોટી વસ્તુ છે અને આ ચેનચાળા કરે છે તે બધા ખોટા છે, તે બધું સમજાઈ ગયું છે ને ? એ ખરી વસ્તુ ન્હોય એમ સમજાઈ ગયું છે ને ? હા, આ બધું સમજે એટલે આ આત્મા બાજુ ખસવાનો પ્રયત્ન હોય જ. છતાં પેલું બહુ જોર હોય તો હાલી જવાય.
કોઈ ફેરો ધંધામાં મોટી ખોટ ગઈ તો પણ તમે કલાકોના કલાકો નથી બેસી રહેતા ને ? એ પર્યાય આવે તે છ-છ કલાક બેસી નથી રહેતા ને ?
પ્રશ્નકર્તા : બેસી રહે ને ! કંઈ ઠેકાણું નહીં. દાદાશ્રી : પછી બંધ તો થાય ખરું ને ? પ્રશ્નકર્તા: પછી તો બંધ થાય.
દાદાશ્રી : હવે બંધ થાય, તે ઘડીએ પેલી ખોટ વસુલ થાય ને પેલા પર્યાય પછી બંધ થાય, કે ખોટ ઊભી રહી હોય ને છતાં બંધ થઈ જાય ? આપણને પાંચસો રૂપિયાની ખોટ ગઈ, તેના આધારે આ ચાલ્યું. તે બાર કલાક ચાલ્યું કે બે દહાડા ચાલ્યું. પણ જ્યારે ત્યારે એ બંધ થાય છે. તો એ પાંચસો રૂપિયા જમે થયા પછી બંધ થાય છે કે પેલી ખોટ એવી ને એવી જ ઊભી રહે તો યે આ બંધ થઈ જાય છે ?
પ્રશ્નકર્તા : એ ખોટ તો એવી ને એવી જ રહે.
દાદાશ્રી : તો પછી આપણે બંધ કરવાનો અર્થ શું ? આપણે ખોટ પૂરી ના થાય ત્યાં સુધી ચાલુ રાખવું હતું ને ?
પ્રશ્નકર્તા: પણ એ તો એની મેળે ચાલુ થઈ જાય છે અને એની મેળે બંધ થઈ જાય છે.
દાદાશ્રી : એ બંધ થઈ જાય તો પાછું બોલવાનું કે ‘હજી નિકાલ થયો નથી ને કેમ બંધ થઈ ગયો છું ? પાછું આવ’ એવું કહીએ !!
એવું છે, ખોટના પ્રશ્નો વિચારવા માટે આપણને વાંધો નથી. પણ ખોટ ના જાય ત્યાં સુધી વિચાર્યા કરવું, તો કામનું. નહીં તો ભમરડાની પેઠ ખોટ પૂરી થયા વગર એમ ને એમ બંધ થઈ જતું હોય તો તો એનો
૧૦૪
આપ્તવાણી-૯ અર્થ જ નહીં ને ! નહીં તો પહેલેથી જ બંધ રાખવું સારું.
બાકી, લોક તો બધા પર્યાય ભૂલી જાય છે. આગળ લખતો જાય છે ને પાછળ ભૂલતો જાય છે. અમે એક “સેકન્ડે' ય ભૂલતા નથી, આજથી ચાળીસ વરસ ઉપર થયું હોય તો ય. પણ લોક તો ભૂલી જાય ને ! કુદરત પરાણે ભૂલાડે ત્યારે ભૂલવું એના કરતાં પહેલેથી ભૂલી જવું સારું. આ તો યાદે ય કર્મના ઉદયો કરાવે છે ને ભૂલાડેય એ જ છે. તો પછી એને” આપણે” જરાક ખભો ઠોકીને કહેવું જોઈએ, જે “છે” એ છે ને ‘નથી’ એ નથી, આ ‘વ્યવસ્થિત'માં ફેરફાર કશો થઈ જવાનો નથી.
એટલે ખોટની ચિંતા કરવી તો આખી જિંદગી કરવી, નહીં તો કરવી નહીં. ખોટની ચિંતા કરવી છે તો જ્યાં સુધી નફો ‘એડજસ્ટ’ થાય ત્યાં સુધી કરવી. પણ પછી જો ભમરડાની પેઠ આપણે કો'કને આધીન રહીએ અને ચિંતા એની મેળે બંધ થઈ જાય તે કઈ જાતનું ?! નફો
એડજસ્ટ' થયા વગર જ એની મેળે જ બંધ થઈ જાય અને ખોટ પૂરી થયા વગર એની મેળે બંધ થઈ જાય તો પછી આપણે પહેલેથી જ બંધ ના કરી દઈએ ? આ તો ખોટ પૂરી થયા વગર બંધ થઈ જાય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો આપણે એને કહીએ કે, “કેમ બંધ થઈ ગયું ? તો પછી તું ચાલ્યું હતું શું કરવા તે ? ને ચાલ્યું તો ઠેઠ સુધી, ખોટ પૂરી થતાં સુધી ચાલવા દો.'
નહીં તો શંકા તા રાખવી ! અમે “જ્ઞાન” થતાં પહેલાં પહેલેથી એક વાત સમજેલા. અમને એક જગ્યાએ શંકા આવી હતી કે, ‘આ માણસ આવું કરશે, દગો-ફટકો કરશે.” એટલે પછી અમે નક્કી કર્યું કે શંકા કરવી તો આખી જિંદગી સુધી કરવી. નહીં તો શંકા કરવી જ નહીં. શંકા કરવી તો ઠેઠ સુધી કરવી. કારણ કે એને ભગવાને જાગૃતિ કહી. જો શંકા કરીને બંધ થઈ જવાની હોય તો કરીશ નહીં. આપણે કાશીએ જવા નીકળ્યા ને મથુરાથી પાછા આવીએ, એના કરતાં નીકળ્યા ના હોત તો સારું. એટલે અમને એ માણસ જોડે શંકા આવી કે આ