________________
૧૦૬
આપ્તવાણી-૯
૧૦૫ માણસ આવો છે. તે પછી, અમને શંકા પડ્યા પછી અમે શંકા રાખતા જ નથી. નહીં તો ત્યાર પછી એની જોડે વ્યવહાર જ નહીં. પછી તો ના છેતરાઈએ. જો શંકા રાખવી હોય તો આખી જિંદગી વ્યવહાર જ ના કરીએ.
ચેતો ખરાં, પણ શંકા નહીં ! પ્રશ્નકર્તા: જેમ મોટર ચલાવીએ ને, તે વખતે અમારે સામે જાગૃતિ તો ચાલુ ને ચાલુ જ રાખવી પડે ને ? એમ અમારો જીવન વ્યવહાર ચલાવીએ તો અમારે જાગૃતિ તો કાયમની રાખવી જ પડે ને, કે ‘આમ કરીશ તો આ માણસ ખાઈ જશે ?” એવું તો આપણે ખ્યાલમાં રાખવું જ પડે ને ?
દાદાશ્રી : એ તો રાખવું પડે. પણ શંકા નહીં કરવાની. અને “આ ખાઈ જશે’ એવી જાગૃતિ ય રાખવાની જરૂર નથી. ફક્ત આપણે ચેતતા રહેવું જોઈએ. એ એને જાગૃતિ કહો, પણ શંકા નહીં કરવાની. ‘આમ થશે તો શું થશે, વખતે આમ હશે તો શું થશે ?’ એવી શંકાઓ નહીં કરવી. શંકાઓ તો બહુ નુકસાનકારક ! શંકા તો ઉત્પન્ન થતાંની સાથે જ દુ:ખ આપે !
પ્રશ્નકર્તા: ઘણી વખત એવું થાય કે કોઈ કામમાં એવાં ‘પ્રોબ્લેમ્સ' આવ્યા હોય તો સામા માણસ ઉપર આપણને શંકા આવે, ને તેથી આપણને દુઃખ રહ્યા કરે.
દાદાશ્રી : હા, એ આધાર વગરની શંકાઓ છે. શંકામાં બે વસ્તુ થાય. એક તો, પ્રત્યક્ષ દુ:ખ થાય. બીજું, એના પર શંકા કરી એ બદલનો ગુનો લાગુ થયો, કલમ ચારસો આડત્રીસ ચાલુ થઈ ગઈ.
પ્રશ્નકર્તા : પણ અમારે કોઈ પણ કામ કરવાનું હોય. કે આ રસ્તે આ પુલ બનાવવાનો હોય તો એનાં ‘સેફટી ફેક્ટર’ તો ગણવાં પડે ને? નહીં ગણીએ તો પુલ પડી જશે. ત્યાં અજાગૃતિ રાખીને પુલ બનાવી જાય, એવું તો ના જ ચાલે ને !
દાદાશ્રી : એ બરોબર છે. ‘સેઈફટી ફેકટર” બધાં કરીએ, પણ ત્યાર પછી ગોઠવણી કરતી વખતે ફરી શંકા ઊભી ના થવી જોઈએ. શંકા ઊભી થઈ કે દુ:ખ ઊભું થશે.
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : પણ કોઈ પણ કામ કરવા જતાં કોઈ માણસ એમાં ખોટું ના કરે, એ માટે એનો વિચાર તો કરવો પડે ને ?
દાદાશ્રી : હા, વિચાર કરવાની બધી છૂટ જ છે ! શંકા કરવાની છૂટ નથી. વિચાર જેટલાં હોય એટલાં કર, આખી રાત વિચાર કરવા હોય તો કર પણ શંકા ના કરીશ. કારણ કે એનો ‘એન્ડ' જ નહીં આવે. શંકા એ “એન્ડલેસ' વસ્તુ છે. વિચારનો ‘એન્ડ’ આવશે. મન થાકી જાય ને ! કારણ કે બહુ વિચારવાથી મને હંમેશાં થાકી જાય. એટલે પછી એ એની મેળે જ બંધ થઈ જાય.
અને શંકા ના થાકે. શંકા તો આમની આવે, તેમની આવે. માટે શંકા તું ના રાખીશ. આ જગતમાં શંકા જેવું કોઈ દુઃખ જ નથી. શંકા કરવાથી તો પહેલાં પોતાનું જ બગડે છે, પછી સામાનું બગડે છે. અમે તો પહેલેથી શોધખોળ કરેલી કે શંકાથી પોતાનું જ બગડે છે.
જાણે બધું, તો ય શંકા નહીં ! તેથી અમે કોઈ દહાડો કોઈની પર શંકા કરી નથી. અમે ઝીણવટથી તપાસ કરીએ, પણ શંકા ના રાખીએ. શંકા રાખે એ માર ખાય. જાણીએ ખરા, પણ શંકા ના રાખીએ. જરાય શંકા નહીં રાખવાની ! એક જરાય શંકા કોઈની પર મને આવી નથી. જાણીએ બધું ય, જાણ્યાની બહાર અમારે અક્ષરે ય ના હોય. આ આટલામાં છે, આ આટલા પાણીમાં છે, કોઈ આટલા પાણીમાં છે, કોઈ આટલા પાણીમાં છે, બધું જાણીએ. કોઈએ નીચેથી પગ ઊંચા કર્યા છે, કોઈ મોટું બગાડે છે. મહીં પગ ઊંચા કરેલા, તે હઉ દેખાય મને. પણ શંકા ના કરીએ અમે. શંકા શું લાભ આપે ?
પ્રશ્નકર્તા : ગેરલાભ થાય. દાદાશ્રી : શું ગેરલાભ થાય ? પ્રશ્નકર્તા : પોતાને નુકસાન થાયને ! દાદાશ્રી : ના, પણ સુખ કેટલું આપે ? શંકા પેઠી ત્યાંથી એ ભૂત