________________
આપ્તવાણી-૯
૧૦૧
૧૨
આપ્તવાણી-૯ નિઃશંક થઈ જાને !! પણ આ લોક તો બીજી બધી શંકાને મહીં સંઘરે. પણ મરવાની શંકા ઊઠવા જ ના દે, ઊઠે તો ય એને ખોદીને કાઢી નાખે.
એટલે કશુંય થવાનું નથી. પણ જો ફફડાટ, ફફડાટ, તરફડાટ, તરફડાટ ! જાણે જોડે લઈ જવાનો હોય ને, થોડુંક ?!
આ તો આખો દહાડો ‘શું થશે, શું થશે’ એમ ફફડ્યા કરે. અલ્યા, શું થવાનું છે ? આ દુનિયા કોઈ દહાડો ય પડી ગઈ નથી. આ દુનિયા
જ્યારે નીચે પડી જાય ને, ત્યારે અલ્લા હલ નીચે પડી જાય (!) એટલે દુનિયા ક્યારે કોઈ દહાડો પડે જ નહીં.
અમે પેલી નેપાળની જાત્રાએ બસ લઈને ગયા હતા ત્યારે રસ્તામાં યુ.પી.માં રાત્રે બાર વાગે એક શહેર આવ્યું હતું. કર્યું હતું એ ગામ ?!
પ્રશ્નકર્તા : બરેલી હતું એ.
દાદાશ્રી : હા. તે બોલીવાળા ફોજદાર બધા અને કહે કે, “બસ ઊભી રાખો.” પૂછયું કે, ‘શું છે ?” ત્યારે એમણે કહ્યું કે, “અત્યારે આગળ નહીં જવાનું. રાત્રે અહીં રહો, આગળ રસ્તે લૂંટે છે. પચાસ માઈલના એરિયામાં આ બાજુથી, પેલી બાજુથી બધાંને રોકે છે. ત્યારે મેં કહ્યું કે, ‘ભલે લૂંટાય, અમારે તો જવું છે. ત્યારે છેવટે એ લોકોએ કહ્યું કે, ‘તો જોડે બે પોલીસવાળા લેતા જાઓ.” ત્યારે મેં કહ્યું કે, “પોલીસવાળા ભલે બેસાડો.” એટલે પછી બે પોલીસવાળા બંદૂક લઈને બેઠા, પણ કશું થયું નહીં. એ યોગ જામવો એ તો મહા મહા મુશ્કેલી છે ! અને એ યોગ જામવાનો હશે તો હજારો પ્રયત્નો કરશો તો ય તમારા પ્રયત્નો ધૂળધાણી થઈ જશે !! એટલે ડરવું નહીં, શંકા કરવી નહીં. જ્યાં સુધી શંકા ન જાય
ત્યાં સુધી કોઈ દહાડો ય કામ થાય નહીં. નિઃશંકતા આવે નહીં ત્યાં સુધી માણસ નિર્ભય થઈ શકે નહીં. શંકા ત્યાં ભય હોય જ.
એ શંકા કોઈ ના કરે !
સમાધાત જ્ઞાતી પાસેથી ! અને ધંધો બેસવાનો હોય તો એની ચિંતા કરે, એની શંકા થયા કરે કે “ધંધો બેસી જશે તો શું થશે, ધંધો બેસી જશે તો શું થશે ?” અલ્યા, શંકા ના કરીશ. આ તો કહેશે કે ‘પાછા તેજીવાળા લોકો તો કાયમ તેજીમાં જ રહેવાના અને મંદીવાળા તે કાયમ મંદીમાં જ રહેવાના. મંદીવાળો તેજીમાં કોઈ દહાડો ના આવે અને તેજીવાળો મંદીમાં કોઈ દહાડો ના આવે. જુઓ ને ‘કેવી અજાયબી છે !” પણ ના, ‘પોઝિટિવનેગેટિવ' બેઉ હોય જ, નહીં તો ઈલેક્ટ્રિસિટી થાય જ નહીં.
મોક્ષે જવાનું જ્ઞાન મળ્યું છે એટલે હવે મોક્ષમાં જવાની બધી તૈયારી રાખજો. શંકા-કુશંકા થાય તો આવીને અમને કહી દેવું કે, ‘દાદાજી, મને આવી આમ શંકાઓ થાય છે.’ હું તમારું સમાધાન કરી આપીશ. બાકી, શંકા એ તો બહુ મોટામાં મોટી વસમી વસ્તુ છે. એ ભૂત જેવી છે, ડાકણ જેવી છે. શંકા કરતાં ડાકણ વળગી હોય તે સારી, તે કોક ઉતારી આપે. પણ શંકા વળગેલી જાય નહીં.
તો શંકા ઠેઠ સુધી રાખો ! આપણું તો આ આત્મજ્ઞાન છે ! કંઈ જેવી તેવી વસ્તુ નથી. આ તો અજાયબ વસ્તુ તમને પ્રાપ્ત થયેલી છે ! અને આ જે બધા ભાવો આવે છે ને, મનના ભાવો, બુદ્ધિના ભાવો, તે બધા ભાવો ખાલી ભય પમાડનારા જ છે. એક ફેરો સમજી જવાનું કે આ લોકો ખાલી ભય પમાડનારાં છે અને બુદ્ધિ જ્યાં સુધી વપરાય ત્યાં સુધી ડખો જ કર્યા કરે. તમારે ડખો કરે છે કે ?
પ્રશ્નકર્તા: કો'ક ફેરો ઊભી થઈ જાય છે, ઊંધી ઊભી થાય છે. દાદાશ્રી : પણ એ ખોટી વસ્તુ છે એટલું તો તમે સમજી ગયા છો ને ? પ્રશ્નકર્તા : હા, એટલું તો સમજાય છે.
આ મુંબઈ શહેરના દરેક માણસને પૂછી આવો કે ભઈ, તમને મરવાની શંકા થાય છે કે ? ત્યારે કહે, “ના થાય.” કારણ કે એ આવક જ કાઢી નાખી હોય, ધોરી મૂળિયાં સાથે કાઢી નાખી હોય. એ જાણે કે આ શંકા કરીએ તો હમણાં જ મરી જઈએ. તો એવી બીજી શંકા પણ કરવા જેવી નહીં. બીજી શંકાઓ અંદર ઊઠે ને, તો એને ખોદીને કાઢી નાખને ! બધે