________________
આપ્તવાણી-૯ ને તરત વિચાર આવ્યો કે “આ પેલા લાખ રૂપિયાનું ખાતું પાડવાનું રહી ગયું. એ ખાતું નહીં પાડી આપે તો શું થશે ?” તો થઈ રહ્યું ! થઈ રહ્યું કામ (!) ભઈનું !! પછી મડદું જીવતું હોય ને, એના જેવું છે પછી !
હવે કો'કને લાખ રૂપિયા ધીર્યા હોય ને એ વ્યાજ મહિને હજાર રૂપિયા આપ્યા કરતો હોય. તેને હવે બે-ત્રણ લાખ રૂપિયાની ખોટ ગઈ. પણ એણે વ્યાજ તો મોકલ્યું, એટલે આપણે જાણ્યું કે વ્યાજ તો મોકલ્યું છે. પણ જ્યારથી આપણને શંકા પેસે કે ‘આ ખોટ ગઈ છે તો વખત મૂડી જ નહીં આપે ત્યારે શું કરીશ ? હવે લાખ રૂપિયા પાછા આવશે કે નહીં ?” એ વિચાર પકડ્યો પછી એનો ક્યારે અંત આવે ? શંકા હોય ત્યાં સુધી અંત આવે જ નહીં, એટલે એ માણસનું મરણ થવાનું.
પછી રાત્રે ગમે ત્યારે તમને શંકા આવે એ બાબતની કે લાખ રૂપિયા નહીં આવે તો શું થશે ? આખો દહાડો તમને શંકા ના આવી ને રાત્રે જ્યારે શંકા આવી ત્યારે દુઃખ થાય છે અને આખો દિવસ શંકા ના આવી એટલે શું તે ઘડીએ દુઃખ નહોતું? રૂપિયા આપ્યા હોય, પછી ‘પાછા આપશે કે નહીં? એની શંકા ઉત્પન્ન થાય, તો તમને દુઃખ થાય ને ? તો શંકા આ ઘડીએ કેમ થઈ ને પહેલાં કેમ ના થઈ ?
પ્રશ્નકર્તા : એનું શું કારણ ?
દાદાશ્રી : આ મુર્ખાઈ આપણી. જો શંકા કરવી હોય તો કાયમ શંકા કરો, એટલી બધી જાગૃતિપૂર્વક શંકા કરો, એને રૂપિયા આપીએ ત્યારથી જ શંકા કરો.
૧00
આપ્તવાણી-૯ દો, રૂપિયા આવી ગયા !” કહી દઉં. આ ખોટ ખાવી તેના કરતાં આપણે રકમ જમે કરી લેવી સારી ખાનગીમાં, પેલો જાણે નહીં એવી રીતે !
નહીં તો લોકોને તો જ્યોતિષી કહે ને, તો ય માને. જયોતિષ કહે, ‘જુઓ, શું સરસ ગ્રહ છે બધા. તમને કશું થવાનું નથી. રૂપિયા પાછાં આવી જશે.” એટલે પાછું એવું માને. એની પોતાની યે ‘સ્ટેબિલિટી’ નથી. એ જોષી આપણું શું જોતો હતો ? એને એનું જોતાં નથી આવડતું, તે આપણું શું જોવાનો એ ?! એના પગમાં અરધાં અરધાં ચંપલ છે, થોડાં થોડાં પાછળ ઘસાઈ ગયેલાં છે. તો યે એવાં ચંપલ પહેરે છે. તો આપણે ના સમજીએ કે અલ્યા, તારું જ જ્યોતિષ જોતાં તને નથી આવડતું, તો તું મારું શું જોવાનો હતો તે ? પણ આ તો લાલચુ લોકોને બધા ફસાવે. અહીંના જોષીઓ તો ક્યાં સુધી પહોંચી ગયા છે ?! મોટા સાહેબો, બધા ય માને. અરે, મનાતું હશે ? જોષીઓને ઘરમાં પેસવા દેવાય ? ઘરમાં પેસવા દીધા તો ઘરમાં રોકકળ થાય. એટલે એને પેસવા ય ના દેવાય. હા, એને કહીએ જ્યોતિષ, જોવા માટે નહીં, એમ ને એમ આવજો. મારે ત્યાં આવીને જ્યોતિષ જોશો નહીં કોઈના, કપાળ જોઈ ના લેશો કે આની આમ રેખાઓ છે, જેમ છે એમ રહેવા દેજો. અમને, આ અમારે દુધપાક બનાવવો છે આટલા દૂધનો, એમાં છાંટા નાખશો નહીં. હા, આ તો કોઈને ખબર પડતી નથી કે શું થવાનું છે, તો તને શી રીતે ખબર પડી ?!
નિઃશંક્તા, ત્યાં કાર્ય સિદ્ધિ ! એટલે વહેમ પડે તો દુઃખ પડે. ચોપડા જોતા ના આવડે તો, હોય સાઠ લાખનો નફો ને એને દેખાય ચાળીસ લાખની ખોટ. તે પછી એને દુ:ખ જ લાગ્યા કરે ને, ચોપડા જોતા ના આવડે ત્યાં સુધી ?! એવું આ જગત છે. નથી જોતાં આવડ્યું તેનું આ દુ:ખ છે. નહીં તો દુઃખ હોય જ નહીં આ જગતમાં.
આ તો નરી શંકાનાં જ વાતાવરણમાં જીવી રહ્યું છે આખું જગત, કે ‘આમ થઈ જશે કે તેમ થઈ જશે.' કશુંય થવાનું નથી. અમથો ભડકાટ શું કરવા કરે છે ? સૂઈ રહે ને, પાંસરો. વગર કામનો આમ ફરાફર કરે. છે. તેં તારી જાત ઉપર શ્રદ્ધા રાખી છે એ ખોટી છે બધી, ‘હંડ્રેડ પરસેન્ટ!
એટલે જ્યાં લાખ રૂપિયા આપ્યા હોય ત્યાં વખતે એવું લાગે કે ‘પાટ' બરાબર નથી, તો ય પણ શંકા ઉત્પન્ન ના થવા દેવી. ‘શું થશે હવે ?” એનું નામ શંકા પડી પાછી. શું થવાનું છે તે ? આ દેહેય જતો રહેવાનો છે અને રૂપિયા પણ જતા રહેવાના છે. બધું ય જતું રહેવાનું છે ને ?! પોક જ મૂકવાની છે ને છેવટે ?! છેવટે આને પૂળો જ મૂકવાનો ને ?! તો વળી પહેલેથી મરીને શું કામ છે ?! જીવ ને, નિરાંતે !
આવું બને એટલે હું તે દહાડે શું કરું ? “અંબાલાલભાઈ, જમે કરી