________________
આપ્તવાણી-૯
ફરી એ ભેગો થયો. ત્યારે અમારે તો જાણે કશું બન્યું નથી, એવી રીતે અમે તો ‘સચ્ચિદાનંદ’ કર્યા. એવું પાંચ-સાત વખત બન્યું. તે કંઈ અસર ના દેખાય, એટલે મનમાં એ થાકી ગયો. એને મહીં ગભરામણ થઈ ગઈ, કે ‘આ શું ? કાગળ લખ્યા પછી પહોંચ્યો, પછી વાંચીને આવે છે, તો ય પણ કશી અસર તો દેખાતી નથી.'
અલ્યા, ગુનેગારને અસર દેખાય. ગુનેગારને ‘ઇફેક્ટ’ થાય. અમને ‘ઈફેક્ટ’ જ શાની ? તે અમે ગુનેગાર જ નથી ત્યાં આગળ ! તું ગમે તેટલા કાગળ લખે કે ગમે તે કરે તો મને વાંધો નથી. કાગળનો જવાબ જ નથી મારી પાસે. મારે વીતરાગતા છે. આ તો તું તારા મનમાં એવું સમજી બેસે છે. એ પછી મને કહે છે, “તમને કશું થયું હતું ?” મેં કહ્યું, “મને શું થાય તે ? તને શંકા પડી છે. પણ ‘હું’ એમાં છું જ નહીં ને ! એટલે મને વાંધો જ નથી ને !''
૯૫
એટલે એ ગૈબી જાદુ લખ્યું. હવે ત્યાં આગળ લોકોને અસર થઈ જાય, પેલો કાગળ લખે તો ?
પ્રશ્નકર્તા : હા, બીજો કોઈ હોય તો એ હાલી જાય.
દાદાશ્રી : પછી એ શિષ્યનું શું થઈ જાય ? અને આ તો ગોબો જ પડ્યો નથી એને અને એની ‘વાઈફ’ને ય ગોબો નથી પડ્યો, કશું કોઈને ય ગોબો પડ્યો નહીં અને વખત જતો રહ્યો. શંકાનો વખત તો જતો રહેશે ને, એક દહાડો ? શંકા કંઈ કાયમ રહેતી હશે ?
કવિએ બહુ ભારે વાક્ય લખ્યું છે ને, કે શંકા કેવી છે ? સાચી શંકા નથી આ, પણ વિપરીત બુદ્ધિની શંકા છે આ ! અને અમે ‘જ્ઞાનીપુરુષ', તે અમારી ઉપરે ય શંકા કરી ? જ્યાં બધું નિઃશંક થવાનું, જે પુરુષે આપણને નિઃશંક કર્યા, તેની ઉપરે ય શંકા ?! પણ આ તો જગત છે, શું ના કહે ?! તે શંકા પાછો હું સૂણું, તે ય ગૈબી જાદુથી અને પછી
પાછો વીતરાગતાથી જોઉં !
છતાં તથી દંડ્યા ‘હું' ‘તું' થી !
પછી કવિ શું કહે છે ?
૯૬
આપ્તવાણી-૯
છતાં અમને નથી દંડ્યા, ન કરિયા ભેદ ‘હું’ ‘તું’ થી.
હા, જરાય દંડ આપ્યો નથી ને ‘હું-તું’ કર્યું નથી કે ‘તું આવો છે, તું આમ કેમ કરે છે, મારી પર આવી શંકા કેમ કરે છે !’ એવું કશું નહીં. હું જાણું કે આમ જ હોય એ તો, એને સમજફેર થયેલી છે.
આપણા સત્સંગમાં ‘હું-તું’ થયેલું નથી, ‘હું-તું’નો ભેદ પડ્યો નથી. ‘હું-તું’નો ભેદ આ કેટલાંય વર્ષોથી પડ્યો નથી, અહીં કોઈ જગ્યાએ. દોષ તો ઘણું કરીને સ્વાભાવિક રીતે માણસને આવે જ. એ દોષનો ભરેલો હોય તો ક્યાં જાય બિચારો ?! પણ એમાં ‘તું આવો છે’ એવું અમે નથી બોલ્યા. ‘હું ને તું’ કહીએ એટલે ભેદ પડી ગયો. થઈ રહ્યું પછી ! અને આ તો બધું અભેદ ! તમને લાગ્યું ને, એવું અભેદ ?! એટલે ‘તેં આમ કેમ કર્યું’ એવું તેવું કશું ય નહીં. મારે એવી જુદાઈ છે જ નહીં. નહીં તો શંકા કરે ને, તો ભેદ પડી જાય. અને આ બાબતમાં શંકા, એ તો બહુ મોટી વસમી વસ્તુ છે ! એટલે આ વાક્ય બહુ મોટું છે. તું આવો કેમ, તેં આમ કેમ કર્યું, ‘હું-તું’ એવું જુદું ના પાડે. ‘હું-તું’ આપણે અહીં બોલ્યા જ નથી. આપણા આ પચાસ હજાર માણસમાં ‘હું-તું’ બોલ્યા જ નથી. પ્રશ્નકર્તા : પણ બધાં ધર્મસ્થાનકોની અંદર ‘હું-તું’ના ભેદ જ જોવા મળે છે ને ?
દાદાશ્રી : એ જ હોય ને ! બીજું શું હોય ?! જ્યાં સુધી ‘હું-તું’ના ભેદ છે ત્યાં સુધી જીવાત્મા છે. ‘હું-તું’નો અભેદ થઈ ગયો એ પરમાત્મા થયો. પરમાત્મા, વળી એમાં બીજું ક્યાંથી લાવે ? પણ એને પરમાત્મા થવું ના હોય ત્યાં સુધી ‘હું-તું’ કર્યા કરે.
એટલે વિપરીત બુદ્ધિની શંકા કરી હશે તો ય પણ ‘હું-તું’ના ભેદ નથી પાડ્યા. નહીં તો જગત આખું તો વઢી વઢીને તેલ કાઢી નાખે કે ‘તું નાલાયક છે. આમ છે, તેમ છે.' તે બધે જ, ‘એવરીવ્હેર !’ અહીં સિવાય બધે જ !! આ અપવાદ માર્ગ છે, બધી રીતે અપવાદ માર્ગ છે. બધે તો ‘હું-તું’ના ભેદ પડી જાય.
પ્રશ્નકર્તા : અમે શંકા તમારી ઉપર કરીએ તેની તમને ખબર પડી