________________
આપ્તવાણી-૯ ના કરાય. શંકાથી દુઃખ જ ઊભું થાય છે. ‘વ્યવસ્થિત'માં થવાનું છે, તે થશે. પણ શંકા નહીં રાખવી.
પ્રશ્નકર્તા : પણ શંકા, એ પણ ઉદયકર્મને લીધે જ હશે ને ?
દાદાશ્રી : શંકા રાખવી એ ઉદયકર્મ ના કહેવાય. શંકા રાખવી એ તો તારો ભાવ બગડે છે, તે એમાં હાથ ઘાલ્યો. એટલે એ દુ:ખ જ આપે. શંકા ક્યારેય પણ ના કરવી.
આપણી બેન જોડે કોઈ વાત કરતો હોય, પણ હવે આપણે તો મોક્ષે જવું છે તો આપણે શંકામાં પડવું નહીં. જો આપણે મોક્ષે જવું છે તો. કારણ કે એક ભવમાં તો ‘વ્યવસ્થિત'ની બહાર કશું થવાનું નથી, તમે જાગ્રત હશો તો ય નથી થવાનું અને અજાગ્રત હશો તો ય નથી થવાનું. અને જ્ઞાની હશો તો યે ફેરફાર નથી થવાનો અને અજ્ઞાની હશો તો યે ફેરફાર નથી થવાનો. એટલે શંકા રાખવાનું કોઈ કારણ નથી.
પ્રશ્નકર્તા : કારણ કે કંઈ ફેરફાર પડવાનો જ નથી.
દાદાશ્રી : હા, ફરક પડવાનો નથી અને બહુ નુકસાન છે એ શંકામાં તો.
પ્રશ્નકર્તા : પણ આ ‘જ્ઞાન’ પછી તો ‘ચાર્જિંગ’ થવાનું જ નથી ને ?
દાદાશ્રી : “ચાર્જિગ’ ના થાય. પણ આવું શંકા રાખે તો ‘ચાર્જિંગ’ થાય. જો મોક્ષ જોઈતો હોય તો શંકા કરાય નહીં. નહીં તો ય પેલું અજ્ઞાનતામાં તો એવું જ થશે. અને આ તો “જ્ઞાન”નો લાભ મળે છે, મુક્તિનો લાભ મળે છે અને ‘છે' તે જ થાય છે. માટે શંકા રાખવાનું કોઈ કારણ નથી. શંકા બિલકુલ છોડી દેવાની. ‘દાદા'એ શંકા કરવાની ના પાડી છે.
એ તો પોતાની જ તિર્બળતા પ્રશ્નકર્તા : એ શંકાથી પહેલાં પોતાનો જ આત્મઘાત થાય છે ને ?
દાદાશ્રી : હા, શંકાથી તો પોતાને જ, કરનારને જ નુકસાન ! સામાને શું લેવાદેવા છે ? સામાને શું નુકસાન ? સામાને તો કંઈ પડેલી
૯૪
આપ્તવાણી-૯ નથી. સામો તો કહેશે કે મારું તો જે થવાનું હશે તે થશે, તમે શું કરવા શંકા કરો છો ?
હવે તમે તો શંકા કરો એ તમારી નિર્બળતા છે. નિર્બળતા તો મનુષ્યમાં હોય જ, સહેજે ય હોય. નિર્બળતા ના હોય તો વાત જ જુદી છે. બાકી, નિર્બળતા સહેજે ય હોય જ મનુષ્ય માત્રને ! એ નિર્બળતા ગઈ કે ભગવાન થઈ ગયો !! એક જ વસ્તુ છે, નિર્બળતા ગઈ એ જ ભગવાન !
શંકા સુણતા ગેબી જાદુથી ! અમારી પર કોઈકને શંકા આવેને, તો પછી એ છોડે કે એને ? ઊંઘમાં ય એને પજવ પજવ કરે. અમારું શુદ્ધ ખાતુંને, એટલે બધાનું શુદ્ધ કરી આપે. અમારી પર શંકા થાય તો ય તેનો અમને વાંધો નથી. શંકા થાય એ બધી એની પોતાની નબળાઈઓ છે.
તેથી કવિરાજે લખ્યું છે ને, કે વિપરીત બુદ્ધિની શંકા, તે સૂણતા ગેબી જાદુથી,
છતાં અમને નથી દંડ્યા, ન કરિયા ભેદ ‘હું’ ‘તું થી.
શું કહેવા માગે છે કવિરાજ ? ‘દાદા’ ઉપર શંકા આવી, એ ક્યારે આવે ? વિપરીત બુદ્ધિ હોય તો શંકા આવે.
એક ફેરો એવું બનેલું કે અહીં તો બધાના માથા ઉપર હાથ આમ મૂકીએ છીએ ને, એવું એક સ્ત્રીના માથા ઉપર હાથ મૂક્યો હતો. એના ધણીના મનમાં વહેમ પડ્યો. ફરી કોઈ ફેરો ખભે હાથ મૂકાઈ ગયો હશે, તે એને ફરી વહેમ પડ્યો. ‘દાદા’ની દ્રષ્ટિ બગડી ગઈ લાગે છે, એવું એના મનમાં ઘૂસી ગયું. હું તો સમજું કે આ ભલા આદમીને વહેમ પડ્યો છે, એ વહેમનો ઉપાય તો, હવે શું થાય તે ?! એટલે દુઃખી થતો હશે એમ માનું.
પછી એણે મને કાગળ લખ્યો કે, ‘દાદાજી, મને આવું દુ:ખ થાય છે. આવું ના કરો તો સારું. તમારાથી, જ્ઞાની પુરુષથી આવું ના થાય.” પાછો મને ભેગો થાય, મારા સામું જુએ, ત્યારે એના મનમાં એમ થાય કે ‘દાદાજી” પર કોઈ અસર દેખાતી જ નથી. પછી બે-ત્રણ દહાડા પછી