________________
૯૨
આપ્તવાણી-૯ જ્ઞાન” પછી તમે હવે આત્મામાં નિઃશંક થઈ ગયા કે આ આપણને જે લક્ષ બેઠું, તે જ આત્મા છે ને બીજું બધું નિકાલી બાબત !
આમ વ્યવસ્થિત’ વાપરે ને, તો કેટલાંક ભાવો ઉત્પન્ન ના થાય. જેમ થવાનું હશે તેમ થશે’ એમ ના બોલાય. ‘છે એ છે ને ‘નથી' એ નથી. એમ જો સમજી જાય ને તો શંકા ના રહે. ને શંકા થાય તો ભૂસી નાખે પાછું, કે ભાઈ, ‘છે' એ છે, એમાં શંકા શા માટે ? ‘નથી’ એ નથી, એમાં શંકા શા માટે ? કે ‘આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે ? ખોટ ભાંગશે કે નહીં ભાંગશે ?” અલ્યા, ‘નથી’ એ નથી. જો ભાંગવાની નથી, તો ‘નથી’ એ નથી જ ભાંગવાની અને ભાંગવાની છે તો ભાંગી જશે. તો એ બાજુની ક્યાં ભાંજગડ કરું ? એટલે ‘નથ’ એ નથી અને ‘છે” એ છે, એટલે શંકા જ રાખવાનું કંઈ કારણ નથી.
‘વ્યવસ્થિત'ના અર્થમાં એવું ના બોલાય કે જે થવાનું હશે તે થશે, વાંધો નથી. જેમ થવાનું હશે તેમ જ થશે, એવું ના બોલાય. એ તો એકાંતિક વાક્ય કહેવાય. એ દુરુપયોગ કર્યો કહેવાય. આ મન, બુદ્ધિ બધાં અજ્ઞ સ્વભાવનાં છે અને જ્યાં સુધી વિરોધીઓ છે ત્યાં સુધી આપણે જાગ્રત રહેવું પડે ને !
પ્રશ્નકર્તા : આપણને ભવિષ્યકાળની ચિંતા થાય કે ફલાણું આમ થશે, તે આમ થાય તો સારું. તો પછી એવા ટાણે એમ ના કહી શકે કે ‘વ્યવસ્થિતમાં હશે તેમ થશે, તું શું કામ ચિંતા કરે છે ?
દાદાશ્રી : “વ્યવસ્થિત'માં હશે એમ થશે એવું બોલવાની જરૂર નહીં. પણ ‘છે' એ છે અને ‘નથી” એ નથી. એટલે એ સંબંધી વિચારવાનું જ રહ્યું નહીં ને ! ‘નથ’ એ છે' થવાનું નથી અને “છે” એ ‘નથી’ થવાનું નથી, પછી વિચારવાનું જ રહ્યું નહીં ને ! એ સંબંધી નિઃશંક થઈ ગયો ને !
અને ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. આપણા તાબામાં છે. જ ક્યાં ?!
‘વ્યવસ્થિત'માં હશે તેમ થશે, એવું કહેવાની જરૂર નથી. પણ આપણે “છે” એ છે ને ‘નથી’ એ નથી, એવું કહીએ. આંગળીમાં સહેજ
આપ્તવાણી-૯ વાગવાનું હોય તો ‘છે” તો થશે ને ‘નથી” તો નહીં થાય. એટલે ‘નથી’ એ નથી અને થશે તેનો આપણને વાંધો નથી. અને જગતે ય વાંધો ઊઠાવીને ક્યાં જાય ?! વિચારોથી કે કોઈ એવો પુરુષાર્થ નથી કે જેનાથી એ ફરે. એટલે જે ‘છે’ એ છે ને ‘નથી” એ નથી. પણ અજ્ઞાની જો આનો અર્થ અવળો કરે તો નુકસાન કરી બેસે. આપણને તો આ “જ્ઞાન” છે, તેને માટે વાત છે આ !
જેમ આ ભગવાને કહેલાં તત્ત્વો તે છે એટલાં જ નક્કી કરી રાખ્યા છે ને અને ‘નથી' તેને નથી કહ્યા. તેવું આમાં ‘છે” એ છે. આપણે અત્યારથી આવા વિચાર કરીએ કે ગાંજો ના મળે તો હવે શું કરીશું ? વખતે બે મહિના-ત્રણ મહિના ના મળ્યો, એટલે પછી આખી જિંદગી ન મળે તો હવે શું ઉપાય કરીએ ? એવું કંઈ ગુણાકાર કરવાની જરૂર છે. આપણે ? ગુણાકાર કરીએ કે આટલાં આટલાં વાળ થાય તો શું કરીએ ?
એટલે શંકા નહીં પડે તો કોઈ દુઃખ આવશે નહીં. શંકા જ ના રહે તો પછી શું ?! અને શંકા આવે તો ય એને આપણે ખસેડી મેલીએ. “તમે શું કરવા આવો છો ? અમે છીએ ને ? તમારે સલાહ આપવાની કોણે કહી છે ? અમે હવે કોઈ વકીલની સલાહ નથી લેતા અને કોઈની ય સલાહ અમે લેતા નથી. અમે તો ‘દાદાની સલાહ લઈએ, બસ ! જ્યારે જે રોગ થાય ત્યારે ‘દાદા'ને દેખાડી દઈએ અમે અને અમારે સલાહ, ‘નોટિસો’ કોઈને આપવી નથી, લોકો અમને ભલે આપે.” અને તે ‘વ્યવસ્થિત'ની બહાર કશું કરવાનું છે કંઈ ? તો ખાતરી થઈ ગઈ છે ને, ‘વ્યવસ્થિત'ની બહાર કોઈ કશું કરે નહીં ?
મોક્ષે જવું હોય, તો.... એટલે શંકા તો કોઈની ઉપરે ય ના કરવી. આપણે ઘેર ગયા હોય ને ઘરમાં આપણી બેન જોડે કોઈ બીજો માણસ વાત કરતો હોય, તો ય શંકા ના કરવી. શંકા એ તો મોટામાં મોટું દુ:ખ આપે અને તે આખું ‘જ્ઞાન’ ઉડાડી દે, ફેંકી દે. ‘વ્યવસ્થિત'ની બહાર કશું જ થવાનું નથી. અને તે ઘડીએ આપણે બેનને કહીએ, ‘અહીં આવ બેન, મને જમવાનું આપી દે.’ આમ પેલાં બન્નેવને જુદા પાડી શકાય. પણ શંકા તો ક્યારેય પણ