________________
આપ્તવાણી-૯
મોક્ષમાર્ગીય સંયમ !
એટલે આપણે શું કહ્યું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરો. આ બધી ફાઈલો છે. આ કંઈ તમારી છોડી નથી કે આ તમારી વહુ નથી. આ વહુ-છોડીઓ એ બધી ‘ફાઈલો’ છે. ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરો. જ્યારે પક્ષાઘાત થયો હોય ને, ત્યારે કોઈ તમારું સગું થાય નહીં. ઊલટું બહુ દહાડા થાય ને, તો લોક બધા ચિઢાયા કરે. પેલો પક્ષાઘાતવાળો યે મહીં મનમાં સમજી જાય કે બધાં ચિઢાયા કરે છે. પણ શું કરે છે ?! આ ‘દાદાએ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરો. છોકરી હોય કે બૈરી હોય, કે બીજું હોય કે ત્રીજું હોય, પણ બધાનો સમભાવે નિકાલ કરો. કોઈ કોઈની છોકરી હોતી નથી દુનિયામાં. આ બધું કર્મના ઉદયને આધીન છે. અને ‘જ્ઞાન' ના મળ્યું હોય તેને આપણાથી આવું કશું કહેવાય નહીં. આવું બોલે તો તો એ વઢવા તૈયાર થઈ જાય.
હવે મોક્ષ ક્યારે બગડશે ? મહીં અસંયમ થશે ત્યારે ! અસંયમ થાય એવું આપણું ‘જ્ઞાન’ જ નથી. નિરંતર સંયમવાળું ‘જ્ઞાન’ છે. ફક્ત શંકા કરી કે ઉપાધિ આવી !
માટે, એક તો શંકા રાખવી - કંઈ પણ શંકાશીલ બનવું એ મોટામાં મોટો ગુનો છે. નવ છોડીઓના બાપને નિઃશંક ફરતા મેં જોયેલા અને તે ય ભયંકર કળિયુગમાં ! અને નવેય છોડીઓ પૈણી. આ શંકામાં રહ્યો હોત તો કેટલો જીવત એ ?! માટે કોઈ દહાડો શંકા ના કરવી. શંકા કરે તો એને પોતાને ખોટ જાય.
પ્રશ્નકર્તા : શંકામાં કેવી ખોટ જાય છે ? એ જરા ફોડ પાડો ને !
દાદાશ્રી : શંકા, દુ:ખ જ છે ને ! પ્રત્યક્ષ દુઃખ !! એ કંઈ ઓછી ખોટ કહેવાય ? શંકામાં વધારે ઊતરે તો મરણતોલ દુઃખ થાય.
પ્રશ્નકર્તા : એ શલ્યની જેમ રહે ?
દાદાશ્રી : શલ્ય તો સારું. પણ શંકામાં તો એથી વધારે ભારે દુઃખ હોય. શલ્ય તો કો'ક બીજી વસ્તુ આમાં પેસી ગઈ હોય તો ખેંચ્યા કરે એટલું જ અને
૯૦
આપ્તવાણી-૯ શંકા તો મારી નાખે માણસને, સંતાપ ઊભો કરે એટલે શંકા ના કરવી.
શંકા માટે ઉપાય ! બાકી, શંકા વગર તો માણસ હોય જ નહીં ને ! અરે, મને તો પહેલાં, બા જીવતા હતાં ને, ત્યારે ગાડીમાંથી ઊતરતાં જ, વડોદરા સ્ટેશને જ એમ વિચાર આવે કે ‘બા આજે ઓચિંતા મરી ગયાં હશે, તો પોળમાં શી રીતે પેસવું ?” એવી શંકાઓ ઉત્પન્ન થાય. અરે, જાતજાતની શંકાઓ માણસમાં આવે. પણ આ બધું શોધખોળ કરીને પછી મેં મેળવી લીધેલું કે આ કર મીંડ ને મેલ ચોકડી ! શંકા ઉત્પન્ન કરવા જેવું જગત જ નથી.
પ્રશ્નકર્તા : એ તો મને પણ દેશમાંથી ટેલિફોન આવે તો મને હજુ ય શંકા થાય કે ‘બાને કંઈક થયું હશે તો ?”
દાદાશ્રી : પણ એ શંકા કશી ‘હેલ્પ” નથી કરતી, દુઃખ આપે છે. આ ઘરડું માણસ ક્યારે પડી જાય, એ શું કહેવાય !! કારણ કે ઓછા આપણે એમને બચાવી શકવાના છીએ ?! અને એવી શંકા પડવાની થાય છે ત્યારે આપણે એમના આત્માને, એમના ઉપર વિધિ મૂક્યા કરવી, કે હે નામધારી બા, એમનાં દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા, એમના આત્માને શાંતિ આપો.” એટલે શંકા થતાં પહેલાં આપણે આ વિધિ મૂકી દેવી. શંકા થાય ત્યારે આપણે આમ ફેરવવું.
વ્યવસ્થિત'થી તિઃશંકતા ! જગત વધારે દુ:ખી તો શંકાથી જ છે. શંકા તો માણસને અધોગતિમાં લઈ જાય છે. શંકામાં કશું વળે નહીં. કારણ કે ‘વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડનારું નથી. ‘વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડી શકે એમ નથી, માટે શંકા કરીને શું કરવા અમથી માથાકૂટ કરે છે ?
‘વ્યવસ્થિત'નો અર્થ શો કે “છે” એ છે, ‘નથી’ એ નથી. “છે” એ છે, એ ‘નથી’ થવાનું નથી અને ‘નથી’ એ નથી, એ “છે' થવાનું નથી. માટે “છે' એ છે, એમાં તું આઘુંપાછું કરવા જઈશ તો છે જ અને ‘નથી” તે આઘુંપાછું કરવા જઈશ તો ય ‘નથી” જ. માટે નિઃશંક થઈ જાવ. આ