________________
આપ્તવાણી-૯
જાય ? જમાનો એવો છે, એટલે કોલેજમાં જાય ને ? આ કંઈ પહેલાંનો જમાનો છે કે છોડીઓને ઘરમાં બેસાડી રાખવાની ?! એટલે જેવો જમાનો એ પ્રમાણે વર્તવું પડે ને ?! જો બીજી છોડીઓ એનાં ‘ફ્રેન્ડ’ સાથે વાત કરે, ત્યારે આ છોડીઓ ય એવું એના ‘ફ્રેન્ડ’ સાથે વાત ના કરે ?
૮૭
હવે છોડીઓની જ્યારે કંઈક એવી વાત સાંભળવામાં કે જોવામાં આવે ને શંકા પડે ત્યારે એની ખરી મઝા (!) આવે. અને મને આવીને પૂછે તો તરત કહી દઉં કે શંકા કાઢી નાખ. આ તો તે જોયું તેથી શંકા પડી અને ના જોયું હોત તો ?! જોવાથી જ જો શંકા પડી છે તો નથી જોયું એમ કરીને ‘કરેક્ટ’ કરી નાખને ! આ તો ‘અંડરગ્રાઉન્ડ’માં બધું છે જ. પણ એને મનમાં એમ થાય કે ‘આમ હશે તો ?” તો એ વળગ્યું એને. પછી ભૂતાં છોડે નહીં એને, આખી રાત છોડે નહીં. રાત્રે ય છોડે નહીં, મહિના-મહિના સુધી છોડે નહીં. એટલે શંકા રાખીએ તે ખોટું છે. શંકા ? તહીં, સંભાળ લો !!
હવે એક ચાર છોડીઓનો બાપ સલાહ લેવા આવ્યો હતો. એ કહે છે, ‘મારી આ ચાર છોડીઓ કોલેજમાં ભણવા જાય છે, તે એ બધી શંકા તો આવે જ ને ! તો મારે શું કરવું આ ચાર છોડીઓનું ? છોડી બગડી જાય તો શું કરું ?” મેં કહ્યું, ‘પણ એકલી શંકા કરવાથી સુધરશે નહીં.’ અલ્યા, શંકા ના લાવીશ. ઘેર આવે ત્યારે ઘેર બેઠાં બેઠાં એની જોડે કંઈ સારી વાતોચીતો કરીએ, આપણે ‘ફ્રેન્ડશિપ’ કરીએ. એને આનંદ થાય એવી વાતો કરીએ જોઈએ. અને તું ફક્ત ધંધામાં, પૈસા માટે પડ્યો છે એવું ના કરીશ. પહેલાં છોકરીઓનું સાચવ. એની જોડે ‘ફ્રેન્ડશિપ' કરીએ. એની સાથે જરા નાસ્તો કરીએ, જરા ચા પીએ, તે પ્રેમ જેવું છે. આ પ્રેમ તો ઉપરચોટિયો રાખો છો, એટલે પછી એ પ્રેમ બહાર ખોળે છે.
પછી મેં કહ્યું કે, અને તેમ છતાં ય છોડીને કોઈ જોડે પ્રેમ થઈ ગયો, તો એ પછી રાતે સાડા અગિયાર વાગે આવે, તો તમે કાઢી મૂકો ? ત્યારે એ કહે, ‘હા, હું તો ગેટ આઉટ કરી દઉં. એને ઘરમાં પેસવા જ ના દઉં.’ મેં કહ્યું, ‘ના કરશો એવું. એ કોને ત્યાં જશે રાત્રે ? એ કોને ત્યાં આશરો
८८
આપ્તવાણી-૯
લેશે ?” એને કહીએ, ‘આવ, બેસ, સૂઈ જા.’ પેલો કાયદો છે ને, કે નુકસાન તો ગયું, પણ હવે એથી વધુ નુકસાન ન જાય એટલા માટે સાચવવું જોઈએ. એ બેન કંઈક નુકસાન કરીને આવી અને વળી પાછાં આપણે કાઢી મૂકીએ એટલે તો થઈ રહ્યું ને ! લાખો રૂપિયાની ખોટ તો જવા માંડી છે, પણ તેમાં ખોટ ઓછી જાય એવું કરીએ કે વધી જાય એવું કરીએ ? ખોટ જવા જ માંડી છે, તો એનો ઉપાય તો હોવો જ જોઈએ ને ? એટલે બહુ ખોટ કરીશ નહીં. તું તારી મેળે એને ઘેર સૂવાડી દેજે. અને પછી બીજે દહાડે સમજણ પાડી દઈએ કે ‘ટાઈમસર આવજે, મને બહુ દુ:ખ થાય છે અને પછી મારું હાર્ટફેઈલ થઈ જશે.' કહીએ. એટલે એમ તેમ કરીને સમજાવી દેવાનું. પછી એ સમજી ગયો. રાતે કાઢી મેલે તો કોણ રાખે પછી ? લોકો કંઈનું કંઈ કરી નાખે. પછી ખલાસ થઈ ગયું બધું. રાતે એક વાગે કાઢી મૂકે તો છોડી કેવી લાચારી અનુભવે બિચારી ?! અને આ કળિયુગનો મામલો, જરા વિચાર તો કરવો જોઈએ ને ?!
એટલે કોઈ ફેરો છોડી રાતે મોડી આવે તો પણ શંકા ના કરીએ, શંકા કાઢી નાખીએ, તો કેટલો ફાયદો કરે ? વગર કામની ભડક રાખ્યાનો શો અર્થ છે ? એક અવતારમાં કશો ફેરફાર થવાનો નથી. પેલી છોકરીઓને વગર કામનું દુઃખ દેશો નહીં, છોકરાઓને દુઃખ દેશો નહીં. ફક્ત મોઢે એમ કહેવું ખરું કે, ‘બેન, તું બહાર જાય છે, તે મોડું ના થવું જોઈએ. આપણે ખાનદાન ગામનાં, આપણને આ શોભે નહીં. માટે આટલું મોડું ના કરશો.' આમ તેમ બધી વાતચીત કરવી, સમજાવીએ, કરીએ. પણ શંકા કર્યે પાલવે નહીં કે ‘કોની જોડે ફરતી હશે, શું કરતી હશે.’ અને પછી રાતે બાર વાગે આવે તો ય પાછું બીજે દહાડે કહેવાનું કે, ‘બેન, આવું ના થવું જોઈએ.' તેને જો કાઢી મૂકીએ તો એ કોને ત્યાં જશે, એનું ઠેકાણું નહીં. તમને સમજ પડીને ? ફાયદો શેમાં ? ઓછામાં ઓછું નુકસાન થાય એમાં ફાયદોને ?! એટલે મેં બધાને કહ્યું છે કે મોડી આવે તો ય છોડીઓને ઘરમાં પેસવા દેજો, એમને કાઢી ના મૂકશો. નહીં તો બહારથી કાઢી મેલે, આ કડક મિજાજના લોકો એવાં ખરાં કે ? કાળ કેવો વિચિત્ર છે ! કેટલો બળતરાવાળો કાળ છે !! ને પાછો આ કળિયુગ છે, એટલે ઘરમાં બેસાડીને પછી સમજાવવું.