________________
૮૨.
આપ્તવાણી-૯ તે ‘વ્યવસ્થિત'.
દાદાશ્રી : હા, બરોબર છે. તમારી ‘વાઈફ’ ઉપર ને ઘરમાં કોઈની ઉપરે ય તમને શંકા હવે બિલકુલ થાય નહીં ને ?! કારણ કે આ બધી ‘ફાઈલો છે. એમાં શંકા કરવા જેવું શું છે ? જે હિસાબ હશે, જે ઋણાનુબંધ હશે, એ પ્રમાણે ફાઈલો ભટકશે અને આપણે તો મોક્ષે જવું છે !!
એ તો ભયંકર રોગ ! નહીં તો હવે ત્યાં આગળ એ વહેમ પેસી ગયો, તો એ વહેમ બહુ સુખ(!) આપે(!), નહીં ?
પ્રશ્નકર્તા ઃ અંદર કીડા જેવું કામ કરે, કોતર્યા કરે.
દાદાશ્રી : હા, જાગ્રતકાળ બધો ય એને કરડી ખાય. ટી.બી.નો રોગ ! ટી.બી. તો સારો કે અમુક કાળ સુધી જ અસર કરે, પછી ના કરે. એટલે આ શંકા એ તો ટી.બી.નો રોગ છે. એ શંકા જેને ઉત્પન્ન થઈ ગઈ એને ટી.બી.ની શરૂઆત થઈ ગઈ. એટલે શંકા કોઈ રીતે “હેલ્પ’ કરે નહીં. શંકા નુકસાન જ કરે. એટલે શંકા તો મૂળમાંથી, એ ઊગે ત્યારથી જ બંધ કરી દેવી, બારી પાડી દેવી. નહીં તો તો ઝાડ રૂપે થાય એ તો !
શંકાતી અસરો ! શંકાનો અર્થ શો ? લોકોને દૂધપાક જમાડવો છે એ દૂધપાકમાં એક શેર મીઠું નાખી દેવું, એનું નામ શંકા. પછી શું થાય ? દૂધપાક ફાટી જાય. એટલી જવાબદારીનો તો લોકોને ખ્યાલ નથી. અમે શંકાથી તો બહુ છેટા રહીએ. વિચાર આવે અમને બધી જાતના. મન છે તે વિચાર તો આવે, પણ શંકા ના પડે. હું શંકાની દ્રષ્ટિથી કોઈને જોઉં તો બીજે દહાડે એનું મને જ જુદું પડી જાય મારાથી !
એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે, તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગ્રત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણને મારી નાખે. સામાને જે થવાનું હોય તે થાય, પણ આપણને તો એ શંકા મારી જ નાખે. કારણ કે એ શંકા તો માણસ મરી જાય ત્યાં
આપ્તવાણી-૯ સુધી એને છોડે નહીં. શંકા પડે એટલે માણસનું વજન વધે કે ? માણસ મડદાંની જેમ જીવતા હોય તેના જેવું થાય.
એટલે કોઈ પણ વાતમાં શંકા ના કરે તો ઉત્તમ છે. શંકા તો જડમૂળથી કાઢી નાખવાની. વ્યવહારમાં ય શંકા કાઢી નાખવાની છે. શંકા “હેલ્પ' નથી કરતી, નુકસાન જ કરે છે. અને આ રિસાવું એ ય ફાયદો નથી કરતું, નુકસાન જ કરે છે. કેટલાક શબ્દો એકાંતે નુકસાન કરે છે. એકાંતે એટલે શું ? લાભાલાભ હોય તો તો ઠીક છે વાત પણ આ તો એકાંતે અલાભ જ બધો. એવાં ગુણો (!) કાઢી નાખે તો સારું.
બુદ્ધિ બગાડે સંસાર ! પ્રશ્નકર્તા : પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય ?
દાદાશ્રી : એને બુદ્ધિથી બધા પર્યાય દેખાય. એવું દેખાય કે આવું હશે, આમ હાથ મૂકી ગયો હશે. કોઈક માણસ પોતાની ‘વાઈફ’ ઉપર હાથ મૂકી ગયો, એટલે પછી બધા પર્યાય ઊભા થઈ જાય, કે શું હશે ?! તે બધું આખું કેટલું લંગર ચાલે ! અને પેલા અબુધને કશી ભાંજગડ નહીં. અને એ ય ખરેખર અબુધ નથી હોતા, પોતાનો સંસાર ચાલે એટલી બુદ્ધિ હોય. એને બીજી કશી ભાંજગડ નહીં. થોડુંક થઈને પછી બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે આપ એવું કહેવા માગો છો કે જે સાંસારિક અબુધ છે, જે હજુ બુદ્ધિમાં ડેવલપ નથી થયાં ?
દાદાશ્રી : ના, એવાં તો માણસો બહુ ઓછાં હોય, મજૂરો ને એ બધા !
પ્રશ્નકર્તા : પણ એ લોકો બુદ્ધિશાળી થઈને પછી અબુધ દશાને પ્રાપ્ત થશે ને ?
દાદાશ્રી : એ તો વાત જ જુદીને ! એ તો પરમાત્મપદ કહેવાય. બુદ્ધિશાળી થયા પછી અબ્ધ થાય ને, એ તો પરમાત્મપદ છે !
પણ એ બુદ્ધિશાળી લોકોને આ સંસાર બહુ હેરાન કરે. અરે, પાંચ છોડીઓ હોય અને એ બુદ્ધિશાળી માણસ હોય તો, આ છોડીઓ મોટી