________________
આપ્તવાણી-૯ રાત-દહાડો ! તે ત્યાં આગળ “કોલેજ'માં જાય તો જોડે ને જોડે જા, ને બસ ત્યાં આગળ. પેલા સાહેબ પૂછે કે, “કેમ જોડે આવો છો ?” ત્યારે કહેજે, “ભઈ, આટલા સારું કે મને શંકા રહ્યા કરે છે ને, તે જોડે રહું તો શંકા ના રહે ને ? ત્યારે લોક એને ચક્રમ કહે. અરે, એની છોડીઓ જ કહે ને, કે ગાંડા છે જરા.
આપ્તવાણી-૯ ઉંમરની થઈ, હવે એ બધી બહાર જાય, તે બધા પર્યાય એને યાદ આવે. બુદ્ધિથી બધું જ સમજણ પડે. એટલે બધું એને દેખાય અને પછી તે ગૂંચાયા કરે. અને પાછું છોકરીઓને “કોલેજ’ તો મોકલવી જ પડે અને આમ થાય તે ય જોવું પડે. અને ખરેખર કશું બન્યું કે ના બન્યું એ વાત ભગવાન જાણે પણ પેલો તો શંકાથી માર્યો જાય !
અને બને છે ત્યાં એને ખબર જ નથી, એટલે ત્યાં શંકા નથી એને. અને નથી બનતું ત્યાં શંકા પાર વગરની છે. એટલે નર્યું શંકામાં જ બફાયા કરે છે પછી, અને એને ભય જ લાગે. એટલે શંકા ઊભી થઈ કે માણસ માર્યો જાય.
શંકા, કુશંકા, આશંકા ? પ્રશ્નકર્તા : શંકા, કુશંકા, આશંકા સમજાવો.
દાદાશ્રી : ઉંમરલાયક થયેલી છોડી હોય, એટલે જો બુદ્ધિશાળી બાપ હોય ને અને ઓછો મોહી હોય ને, તો એને સમજાઈ જાય કે આના જોડે શંકા રાખવી જ પડશે, હવે શંકાની નજરે જોવું પડશે. ખરો જાગ્રત માણસ તો જાગ્રત જ હોય ને ! હવે શંકાની નજરે જુએ તો એક દહાડો શંકાની નજરે જોવાનું પણ કંઈ રોજ જોવાનું ? ને બીજે દહાડે શંકાની નજરે જોઈએ, એ બધી આશંકા કહેવાય. કોઈ ‘એન્ડ’ હોય કે ના હોય ? તે જે દ્રષ્ટિથી જોયું. તેનો “એન્ડ’ તો હોવો જોઈએ ને ? તે પછી આશંકા કહેવાય. હવે કુશંકા ક્યારે ? કોઈ છોકરા જોડે ફરતી હોય ત્યારે મનમાં જાતજાતની કુશંકાઓ કરે. હવે એવું હોય ખરું ને એવું ના ય પણ હોય. આવી બધી શંકાઓ માણસ કર્યા કરે છે અને દુઃખી થાય છે.
શંકા રાખવા જેવું જગત જ નથી, જાગૃતિ રાખવા જેવું જગત છે. શંકા એ તો પોતે દુઃખ વહોરી લાવ્યો. એ તો કીડો ખાયા જ કરે એને, રાત-દહાડો ખાયા જ કરે. જાગૃતિ રાખવાની જરૂર. આ તો આપણા હાથમાં નહીં ને હાય હાય કરીએ, એનો અર્થ શો ? કાં તો તને સમજણ પડતી હોય તો છોડીઓનું ભણવાનું બંધ કરાય. ત્યારે એ કહે, “નાભણાવું તો કોણ લે એને ?” ત્યારે અલ્યા, આમે ય નથી ટળતો ને આમ ય નથી ટળતો, એક બાજુ ટળને ! નહીં તો એ છોડીની જોડે ફર્યા કર
એટલે છોડી પર શંકા કરવાનું ના કહું છું અને લોકો છોડી પર શંકાવાળા છે કે નહીં. એમને આવી શંકા નથી હોતી. એને તો સાત છોડીઓ હોય તો ય કશું નહીં. રામ તારી માયા ! એમને શંકા તો બીજી હોય છે કે અમારા ભાગીદાર રોજ કંઈક પાંચ-દસ રૂપિયા ઘેર લઈ જાય છે ખરા.” એવી શંકા એને રહે. પૈસાની એને પ્રિયતા છે ને ! એટલે પૈસા અમારા ભાગીદાર લઈ જાય છે, એ એને શંકા આવે. તે એક જ દહાડો શંકા કરી, એનું નામ શંકા અને વારેઘડીએ શંકા કરીએ, એનું નામ આશંકા.
મોહથી મૂર્જિત દશા ! પેલી છોડીઓની બાબતમાં શંકા ના આવે. કારણ કે છોડીઓનો મોહ ખરો ને ! જ્યાં મોહ હોય ત્યાં એની ભૂલ ના સમજણ પડે. મોહથી માર ખોયને, જગત. બધા ય મા-બાપ એમ કહે કે ‘અમારી દીકરીઓ સરસ છે.' તો તો સત્યુગ જ ચાલે છે એમ કહેવાય ને ? બધાં મા-બાપ એવું જ કહે ને ? જેને પૂછીએ તે બધા એવું કહે તો પછી સત્યુગ જ ચાલે છે ને બહાર ?! ત્યારે પાછો એ કહે, “ના, લોકોની છોડીઓ બગડી ગઈ છે.’ એવું હઉ કહે.
પ્રશ્નકર્તા : અત્યારે તો એની છોડીનું કહેવા જઈએ તો આપણને વળગી પડે.
દાદાશ્રી : એ તો કહેવાય જ નહીં. ચોંટી પડે ને ગાળો હઉ ભાંડે. કોઈને કશું કહેવાય જ નહીં. એટલું સારું છે કે દરેક મા-બાપને પોતાની છોડીઓ-છોકરાઓ પર રાગ હોય છે. એટલે રાગને લઈને એમના દોષ દેખાતા નથી અને બીજાની છોડીઓના દોષ બધા ય જોઈ આપે. પોતાની છોડીના દોષ નથી દેખાતા એટલું સારું છે ને, એ તો શાંતિમાં રાખે અને