________________
આપ્તવાણી-૯
તમને આ ત્રણ શબ્દો સમજાયા ‘એઝેક્ટ’, એની જગ્યા ઉપર ?
પ્રશ્નકર્તા : આ ત્રણ શબ્દો પર કોઈ ‘પી.એચ.ડી.’ વાળાએ આખું પુસ્તક લખેલું હોય ને એ વાંચ્યું હોત તો ય ના સમજ પડત, ને આ આપના કહેવાથી સમજ પડી ગઈ.
દાદાશ્રી : એટલે આ શબ્દો એની જગ્યા ઉપર શોભાયમાન થાય તો જ એ શબ્દનો અર્થ મળે, નહીં તો મળે નહીં. એની જગ્યા ઉપર શોભાયમાન થવો જોઈએ. વેગને ઉદ્વેગ ઉપર બેસાડીએ તો શું થાય ? બીજી જગ્યા ઉપર શોભાયમાન થાય પણ નહીં એ વસ્તુ. આપણા લોકો શબ્દો જેમતેમ બોલે છે, શોભાયમાન થાય કે ના થાય, એની કંઈ પડેલી જ નથી ને !
આ લુચ્ચા માણસો એની જગ્યા પર શોભે. ગજવાં કાપનાર એની જગ્યા પર શોભે અને હીરાના વેપારી એની જગ્યા પર શોભે. નહીં તો ગજવાં કાપનારા જોડે હીરાના વેપારી આવે તો શોભે કે ? ચોગરદમથી કાપી લે. એટલે સહુ સહુની જગ્યા ઉપર શોભી રહ્યું છે.
આપણા લોક રંડાપાનો તિરસ્કાર કરે છે. અલ્યા, એ રંડાપો શબ્દ એની જગ્યા ઉપર શોભી રહ્યો છે. મંડાપો અને રંડાપો બેઉ ‘એક્કેક્ટ' જ છે.
ઉદ્વેગ, કેટલી બધી મુશ્કેલી ! પ્રશ્નકર્તા : મતભેદને કારણે ય ઉદ્વેગ તો થાય ને ?
દાદાશ્રી : હા. મતભેદથી ય ઉદ્વેગ થાય. ‘એક્સેસ' બધું થઈ જાય ત્યાર પછી ઉદ્વેગ શરૂ થઈ જાય. એની હદથી પેલી બાજુ થાય ત્યારે. આ માણસ છરી મારે છેને, ચપ્પ મારે છેને, એ ઉદ્વેગ થાય છે ત્યારે મારે છે.
પ્રશ્નકર્તા : ઉદ્વેગ એટલે અજંપો કહી શકાય ?
દાદાશ્રી : અજંપો તો બહુ સારો. અજંપો તો, પ્યાલો પડી જાય તો ય અજંપો થાય. અજંપો તો સરળ કહેવાય. ઉદ્વેગ તો માથામાં ઝાટકા લાગતા હોય એવું લાગે. અને આ અજંપો તો પ્યાલા પડી જાય એટલે અજંપો ને કઢાપો થયા કરે. આ તો બહુ મોટું જોખમ થયું હોય ત્યારે
આપ્તવાણી-૯ ઉદ્વેગ થાય. ‘ઈમોશનલ’ થયો કે ઉદ્વેગ શરૂ થઈ જાય. ઉદ્વેગ તો એને ઊંઘવા ય ના દે ને !
પ્રશ્નકર્તા : પણ ‘ઇમોશન્સ’ લોકોને તો ચિંતા વધારે થાય ને ?
દાદાશ્રી : ચિંતા નહીં, ઉદ્વેગ બહુ થાય. અને એ ઉદ્વેગ તો મરી જવા જેવો લાગે. ‘મોશન’ એટલે વેગમાં અને ‘ઇમોશનલ’ એટલે ઉદ્વેગ.
પ્રશ્નકર્તા : હવે વેગ એ પણ ગતિમાં છે ને ?
દાદાશ્રી : વેગ તો નિરંતર હોવો જ જોઈએ. વેગ, ‘મોશન’ તો હોવું જ જોઈએ. જીવતાને વેગ અવશ્ય હોય, ને તે ‘મોશન'માં હોય. કોઈ પણ જીવને વેગ અવશ્ય હોય. જે ત્રસ્ત જીવ છે, એટલે જે આમ ત્રાસે છે, આ હાથ અડાડીએ તો નાસી જાય છે, ભાગી જાય છે, જેને ભય લાગે છે, એ બધાને વેગ અવશ્ય હોય, પણ જે એકેન્દ્રીય જીવો છે, આ ઝાડપાન છે, તેને વેગ ના હોય. એમનો વેગ જુદી જાતનો હોય. પણ આ વેગ તો બીજાં બધાં જીવોને હોય જ. તે વેગમાં તો હોય જ, નિરંતર ‘મોશન'માં, ને એ બધા વેગને આઘોપાછો કર્યો એટલે આ ‘ઈમોશન્લ’ થઈ જાય, એ ઉદ્વેગ કહેવાય. આ ગાડી ‘ઇમોશન્લ’ થાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : નુકસાન થાય. ‘એક્સિડન્ટ’ થાય ને લોકો મરી જાય.
દાદાશ્રી : એવું આ દેહમાં ય બધાં મહીં જીવો મરી જાય છે. તેની જોખમદારી અને પછી પોતાના ઉદ્વેગની ઉપાધિ થાય, તે બીજી જોખમદારી.
ઉગ કેવો હોય ? કે અહીંથી પાટા ઉપર પડતું નંખાવે, નદીમાં પડતું નંખાવે, નહીં તો બીજું કશું પી લે. ઉદ્વેગ એટલે વેગ ઊંચે ચઢ્યો, અહીં મગજમાં ચઢી જાય અને પછી પડતું નાખે. નહીં તો માંકણ મારવાની દવા ખાલી કરી નાખે. “અલ્યા, શીશી ખાલી કરી ?” ત્યારે એ કહે, ‘હા, હું પી ગયો.”
ઉદ્વેગવાળો માણસ બચે નહીં. અરે, ઉદ્વેગ થાય ત્યારે તો દર્શન કરવા અહીં ના આવવા દે. ઉદ્વેગ વસ્તુ તો બહુ મોટી છે. બધાએ કંઈ