________________
આપ્તવાણી-૯
૫૩
કેમ આમ થઈ ગયા છો ?” પણ શું થાય ? જો ઉદ્વેગ, ઉદ્વેગ, ઉદ્વેગ, ઉદ્વેગ ! જે વેગ નીચે જવો જોઈએ તે વેગ ઊંચે ચઢ્યો. સોદો કર્યા પછી પેલાએ ના કહ્યું, તેમાં શું બગડી ગયું ? સોદો નહોતો કર્યો માનીએ. પણ જો ઉદ્વેગ, ઉદ્વેગ, ઉદ્વેગ !
અને આ લોકો શું કરે છે ? એક ખોટ જાય ત્યારે બે ખોટો ઊભી કરે છે. અને ‘જ્ઞાની પુરુષ' એક જ ખોટ જવા દે.
પ્રશ્નકર્તા : આ ઉદ્વેગ થાય છે, એ મોહને કારણે જ છે ને ? દાદાશ્રી : આ દસ હજાર ગયા. તે એનો મોહ એની પાછળ. એક ખોટ તો ગઈ, એ તો ગઈ. હવે એની ડખલ શું કરવા કરે છે ?! આ લમણે લખેલી એક જ ખોટ હતી. પણ બીજી ખોટ શું કરવા ખાધી તે ? એક ખોટ ખાવી સારી કે બે ? એક જ. પણ તે બધા ય બે ખોટ ખાય છે. તે પછી એવાં ને એવાં આવતાં ભવનાં કર્મ બાંધે પાછાં.
એક ક્ષણ પણ ઉદ્વેગમાં કેમ રહેવાય ? ઉદ્વેગ તો કેટલાં કર્મ બંધાવડાવે. એક ક્ષણવાર ઉદ્વેગમાં અમે રહેલાં નહીં કોઈ દહાડો, આ ‘જ્ઞાન’ થયું ત્યારથી.
વેગ, આવેગ તે ઉદ્વેગ !
પ્રશ્નકર્તા : વેગ, આવેગ અને ઉદ્વેગ એ સમજાવો.
દાદાશ્રી : વેગ સાહજિક વસ્તુ છે અને આવેગ અસહજ છે. પોતે કર્તા થઈને ‘આવેગ’ થાય છે ! અને ઉદ્વેગ તો પોતાને ન કરવું હોય તો ય થાય. પોતાની ઈચ્છા ના હોય તો ય ઉદ્વેગ થાય, ને તે ઉદ્વેગ માથું ફાડી નાખે એવો ઉદ્વેગ થાય. માથું ફાટું ફાટું થઈ રહ્યું હોય. વેગ તો જ્ઞાનીઓને ય હોય, આવેગ ના હોય અને ઉદ્વેગ તો હોય જ નહીં ને !
જ્યાં સુધી આવેગવાળો છે, ત્યાં સુધી ઉદ્વેગ ક્યારે ઊભો થશે એ કહેવાય નહીં. હા, આવેગની ગેરહાજરી થઈ કે ઉદ્વેગ ગયો. કર્તાપદનું ભાન તૂટ્યું કે ઉદ્વેગ નહીં થાય. છતાં ઉદ્વેગ એ ય હિસાબ છે. પણ કર્તાપદનું ભાન તૂટ્યું તો એ ઉદ્વેગનો હિસાબ જે ભોગવવાનો છે, તે
આપ્તવાણી-૯ ઉદ્વેગરૂપે નહીં આવે. બીજી રીતે આવીને ગૂંચવીને જતો રહે. ‘સફોકેશન’ કરે ખાલી, ગૂંગળામણ કરે.
૫૪
એક જણ મને કહે છે, ‘દાદા’ માથું ફાટું ફાટું થઈ રહ્યું છે.’ એ જ ઉદ્વેગ. શું થાય તે ? પણ અલ્યા, માથું તે ફાટતું હશે ? આ ખોપરી તો નથી ફાટે એવી, હથોડો મારીએ તો ય નથી ફાટે એવી. પણ જો ઉદ્વેગની મુશ્કેલીઓ ! ઉદ્વેગ એવો આવે ને, તે મહીં નસો તૂટી જાય. હવે એ વેપાર નથી કરતો છતાં એની મેળે થઈ જાય, નથી કરવો તો ય થઈ જાય. કારણ કે આવેગના વેપારીઓ હોય ત્યાં આગળ ઉદ્વેગ અવશ્ય આવવાનો. તે આપણું ‘જ્ઞાન’ આપ્યા પછી આવેગના વેપાર બંધ થઈ જાય છે, એટલે ઉદ્વેગ આવવાનો નહીં.
પ્રશ્નકર્તા : પણ એ ઉદ્વેગ તો પૂર્વજન્મોની કમાણી લઈને આવ્યો હોય ને ?
દાદાશ્રી : હા, એ બધી કમાણી પછી ભોગવવાની જરા. તે ઉદ્વેગની કમાણી ભોગવવાની મઝા(!)ય બહુ આવે ને ?!
પ્રશ્નકર્તા : ક્રોધ જોડે ઉદ્વેગને સંબંધ ખરો ?
દાદાશ્રી : હા, ક્રોધ હોય તો જ ઉદ્વેગ થાય ને ! આવેગે ય ક્રોધ હોય તો જ થાય. એટલે જ્યાં સુધી કર્તા છે ત્યાં સુધી ક્રોધ-માન-માયાલોભ છે, ને ત્યાં સુધી લોકો કામ કર્યા કરતાં હોય. પણ તે પ્રમાણમાં હોય ત્યારે એ આવેગ કહેવાય અને પોતાની શક્તિની બહાર થઈ જાય ત્યારે ઉદ્વેગ કહેવાય.
પ્રશ્નકર્તા : ઉદ્વેગ આવે ત્યારે સભાનપણે જો જાપ કરીએ તો ફેર પડે ને ?
દાદાશ્રી : ઉદ્વેગ આવે ત્યારે સભાનપણું હોય પણ નહીં ને ! એ બહુ નાના પ્રકારનો ઉદ્વેગ આવે તો વળી થોડું ઘણું સભાનપણું રહે, તો જાપ કરીને બંધ થઈ જાય. પણ પેલું મોટા પ્રકારનું આવે તો તો ત્યાં આગળ સભાનપણુ રહે જ નહીં ને !