________________
[૨]. ઉદ્વેગ : શંકા : નોંધ
ઉદ્વેગની સામે ! બાકી, મોક્ષે જવું હોય તો સરળ થઈ જાવ, બાળક જેવાં સરળ થઈ જાવ. આ બાળક તો અણસમજણમાં કરે છે અને ‘જ્ઞાની પુરુષ' સમજણમાં કરે છે, બસ ! બેઉમાં બાળકપણું ખરું, નિર્દોષતા બાળક જેવી. બાળક નથી સમજતું તો ય એનો સંસાર ચાલે છે કે નથી ચાલતો ? સારો ચાલે ઊલટો. જેમ જેમ સમજણ આવી, એમ એનો સંસાર બગડતો ચાલે. એટલે ‘જ્ઞાની પુરુષ' તો બાળક જેવાં સરળ હોય. અને આ આડાઈ તો એક જાતનો અહંકાર છે કે સરળ થવું નથી, મારું ધાર્યું કરાવવું છે. આડાઈ એ ધાર્યું કરાવવાનું પરિણામ છે. પારકાનાં ધાર્યા પ્રમાણે જેને કરવું છે, એને આડાઈઓ જતી રહે બધી.
પ્રશ્નકર્તા : પોતે જે ધારતો હોય એ પ્રમાણે થાય નહીં, એટલે ઉદ્વેગ થઈ જ જાય. પોતાનું ધાર્યું પરિણામ ના આવે એટલે ઉદ્વેગમાં જ રહે એ.
દાદાશ્રી : ધાર્યું થાય જ નહીં કોઈ દહાડો ય. એટલે આપણે પાસાં નાખતાં પહેલાં જ મનમાં વિચાર કરવો કે ઊંધા પડજો. પછી જેટલાં છતા પડ્યા એટલા સાચા. પણ આપણે કહીએ કે ચારેવ છતા પડજો. તો તે દહાડો વળે નહીં ને આખું ગુંચામણ ને ઉદ્વિગ થાય. એનાં કરતાં ચારેવ
આપ્તવાણી-૯ ઊંધા પડજો એમ કહીએ ને, તે જેટલાં છતા નીકળ્યા એટલા તો સાચા. એક છતો નીકળ્યો ત્યારે આપણે જાણીએ કે એક તો ફાવ્યા. એટલે “એડજસ્ટમેન્ટ’ ગોઠવવાની કિંમત છે બધી.
પ્રશ્નકર્તા : એ વાત તો દાદા, સો ટકા કે આ અક્રમજ્ઞાન હોય તો જ ‘એડજસ્ટમેન્ટ' થાય. નહીં તો ‘એડજસ્ટમેન્ટ’ શક્ય જ નથી.
દાદાશ્રી : હા, નહીં તો થાય જ નહીં ને ! ‘એડજસ્ટમેન્ટ’ રહે જ નહીં, કયા આધારે ટકે ? એનું ‘એડજસ્ટમેન્ટ' જ ઉડાવી મૂકીને ત્યાં ય ઉદ્વેગથી માથું તોડી નાખે. પછી મોઢાં પર દિવેલ આખો દહાડો લઈને ફર્યા કરે.
પ્રશ્નકર્તા : પણ પાસાં નાખતી વખતે ઊંધા પડજો એમ જે કહ્યું ને, તો એવો આશય શું કરવા રાખીએ કે ઊંધા જ પડજો ?
દાદાશ્રી : તો શું રાખવું આપણે ? પ્રશ્નકર્તા ઃ આશય જ નહીં રાખવો. જે પડે એ ખરા, એવું રાખો.
દાદાશ્રી : “જે પડે એ ખરા” એવું જો કદી આપણું મન કબૂલ કરતું હોય તો સારી વાત છે. ને તે ય પાછું સંતોષને ના પામતું હોય ત્યારે આપણે કહીએ કે ઊંધા પડજો. તો પછી બે છતા પડે એટલે મન સંતોષમાં આવી જાય. એટલે આપણું મન કઈ જાતનું છે, એની ઉપર આધાર રાખે છે.
ધારણા તહીં, તો ઉદ્વેગ નહીં ! અહીંથી મુંબઈ ફોન ઉપર વાત કરીને સોદો મંજૂર કર્યો, બધું થયું અને બે દહાડા પછી પેલો માણસ ફરી ગયો એટલે આપણને ઉદ્વેગ થાય ને પેલાને ના થાય. અલ્યા, આપણને શાનો ઉદ્વેગ થાય તે ? આપણે તો ધર્મમાં રહ્યા છીએ. ફરી તો એ ગયો, તે એ અધર્મમાં પેઠો. આપણે તો અવળું કશું કર્યું જ નથી, તો આપણને શાનો ઉદ્વેગ થાય ? ત્યારે એ કહે, ‘પણ મારે નફો જતો રહ્યો ને !' અલ્યા, નફો તો ક્યાં આવ્યો હતો, મેલ ને છાલ અહીંથી. સોદો જ નહોતો કર્યો એમ માન ને, પણ આ એને ઉદ્વેગ ઊભો કરે. અને તેમાં ઘરના માણસ કહે, ‘કેમ આમ થઈ ગયા છો,