________________
૫૦
આપ્તવાણી-૯ પરમ વિનય હોય તો જ ત્યાં દાદા ખુશ !
આપણે તો સામાને પાછો ફેરવવા માટે આવ્યા છીએ. મારે દુનિયામાં કશું જોઈતું નથી. આ તો ક્યાંય ઊંધે રસ્તે ચાલ્યો જાય છે ને તેનાં આટલાં બધાં દુઃખો પડે છે. ઊંધે રસ્તે ચાલવાનું ને પાછાં જવાબદારી લે છે ! દુઃખ ના પડતાં હોય તો તો વાત જુદી છે. સુખ પડીને ઊંધે રસ્તે જતો હોય તો વાત જુદી છે. આ તો દુઃખ આટલાં સહન કરે છે ને ઊંધે રસ્તેની જવાબદારી લે છે. એટલે અમને કષ્ણા આવે છે કે આ ક્યાં તું ઊંધે રસ્તે ચાલ્યો જાય છે !
આપ્તવાણી-૯
૪૯ કરો તો ય હું એકલો બેસી રહું અહીંયા ! તમે થાકો, પણ હું ના થાકું. એનો ‘એક્સર્ટ' થઈ ગયેલો હું !
પ્રશ્નકર્તા : અહીં અંદર શું ‘એડજસ્ટમેન્ટ’ લો તમે ?
દાદાશ્રી : અસરમુક્ત ! “અન્ઈફેક્ટિવ' !! એ છોને ત્રાગાં કરે, એ થાકીને સૂઈ જાય નિરાંતે !
પ્રશ્નકર્તા : પણ પેલો સામો વધારે ત્રાગું કરે ને, દાદા ? આપણને અનૂઈફેક્ટિવ જુએ એટલે ‘ઈફેક્ટ’ કરાવવા સામો વધારે ત્રાગું કરે ને ?
દાદાશ્રી : હા, તે મારું વધારે ‘અનૂઈફેક્ટિવ’ થતું જાય. એટલું અમારામાં બળ છે. અમે ‘ઈફેક્ટ' ક્યાં આગળ છૂટી મૂકીએ ? કે એની માગણી પદ્ધતિસરની હોય, એની લાગણી પદ્ધતિસરની હોય તો છૂટી મૂકીએ. પણ જો કદી ડરાવી મારવા માગે તો નહીં, મને ડરાવે છે ? ભગવાન પણ મને ડરાવી શકતો નથી. તને શરમ નથી આવતી ? ભગવાન જેને વશ થયો છે, તેને ડરાવવા ફરે છે ? અમારી પાસે કોઈ કોઈ ત્રાગાં કરે, પણ તે થોડું નાનું અમથું.
પ્રશ્નકર્તા : ત્યારે તમે દાદા, મોઢે કશું બોલો નહીં ? એને કશું કહો નહીં ને ‘અનૂઈફેક્ટિવ' થઈને બેસી રહો ?!.
દાદાશ્રી : તો શું કરે ત્યારે ? ત્રાગાંવાળાને શું કહેવું ?
પ્રશ્નકર્તા : એ ય સમજી જાયને, કે અહીં કશું પહોંચતું નથી, અસર થતી નથી આમને ?
દાદાશ્રી : બધું સમજી જાય. આ ‘દાદો’ બહુ પાકો માણસ છે. નહીં તો આવડો મોટો સંઘ ચલાવી લે ? ચલાવી શકે ?! નહીં તો રોજ વઢવાડો થાય. પણ આ તો કાયદા વગર, વગર કાયદે જુઓ ને ! ‘નો લૉ-લૉ !” ચાલે જ છે ને પણ !! પરમ વિનયમાં ના દેખીએ એટલે અમારી આંખ સહેજ એના તરફ કડક રહે અને વિનયમાં ના દેખીએ એટલે કાઢી મૂકીએ. ‘ગેટ આઉટ,’ ગેટ આઉટ” એવું નહીં કરવાનું પાછું. એ દુશમન થાય એવું નહીં કરવાનું. ધીમે રહીને કરવાનું, તે વિનયમાં, જો