________________
આપ્તવાણી-૯
૪૭ હું ઉપર બેઠો છું !” આખી દુનિયાનાં ત્રાગા ઊતારું એવો માણસ છું, જાદુગર છું, હું તો ! ત્રાગાવાળા માણસ છે તે આપણને આગળ વધવા ના દે. ત્રાગું કરવું એટલે બહુ મોટું દબાણ કરવું.
હું તો એક ભાઈને ત્યાં બેઠો હતો. ત્યાં બીજો એક ભાઈ આવ્યો, તે આમને દબડાવવા માટે શું કરવા માંડ્યો ? કે જમીન ઉપર માથું અથાડયું આમ. મેં કહ્યું, ‘કેમ ભઈ, શું છે, શું છે ?” ત્યારે આ ભાઈ મને કહે છે કે, ‘જુઓ ને, આ આવું કરે છે. મને બિવડાવી દે છે.” સુંવાળી પ્રકૃતિ હોય ને, તો બી જાય. સહી ના કરી આપતો હોય ને પેલો ત્રાગું કરે તો બી જાય, તે સહી કરી આપે. કહેશે, ‘લાવ ત્યારે સહી કરી આપું.” એટલે ત્રાગું કરનારો આમ ભીંત જોડે ય માથું અફાડે.
હવે પુરુષોમાં ખરાબ ગુણ કયો ? ત્રાગાનો. જે પુરુષ ત્રાગું કરતો હોય ને, એ માણસનો સંબંધ ના રાખવો. સ્ત્રીઓ તો ત્રાગું કરે, પણ કેટલાક પુરુષો ય ત્રાગું કરતા હોય છે.
પ્રશ્નકર્તા: પુરુષમાં ખરાબ ગુણ ત્રાગાનો કહ્યો. અને એવો હોય તો ત્યાં ઊભું ના રહેવાય ?
દાદાશ્રી : ના ઊભું રહેવાય. એ આપણને હઉ ડરાવી મારે. આપણે હઉ ડરી જઈએ.
પ્રશ્નકર્તા : એવો ત્રાગાવાળો પુરુષ હોય તો ત્યાંથી છટકી કેવી રીતે જવાનું ?
દાદાશ્રી : ત્રાગાવાળી સ્ત્રી જોડે છટકી કેવી રીતે જવાય, તે મને ખબર છે. ત્રાગાવાળા પુરુષ જોડે છટકવાનું મને ખબર નથી. સ્ત્રી ત્રાગા કરે તો હું કુદાડ કુબાડ કરું, તે આખી રાત કુદાડું. પણ પુરુષનાં ત્રાગાં આગળ તો હું યે ચમકી જઉં છું.
ત્રાગું એટલે બધાની ઈચ્છા ના હોય ને એ વસ્તુ ભોગવી લેવી હોય તો માર તોફાન કરે. ‘હું આપઘાત કરું છું, ને હું આમ કરું છું ને તેમ કરું છું’ માર દબડાવીને પણ ભોગવી લે. કોઈપણ જાતનું ત્રાગું કરે આ, બિવડાવી મારે. એવાં પુરુષો હોય છે પાછાં.
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : કોઈ પુરુષ ત્રાગું કરે કે “ભાગી જઈશ, હું આપઘાત કરીશ, હું આમ કરીશ.” તો ખરેખર એવું માની લેવાનું કે એ કરશે જ ? એ કરે ખરો ?
દાદાશ્રી : ગભરાવું નહીં. પણ ચેતતા રહેવું પડે પાછું. વખતે એ તો એમે ય કરી નાખે પાછું. ઘણું ખરું તો ત્રાગું હોય છે, એટલે એવું કરે નહીં. પણ તો ય ચેતતા રહેવું સારું.
સંસાર વ્યવહારમાં ત્રાગાવાળા બહુ માણસ હોય. વ્યવહારમાં એટલે આપણા ઘરમાં, તે એવાં ત્રાગાવાળાની તો વાત અડવા જ ના દેશો. નહીં તો માર્યા ગયા જાણજો. આખી જિંદગી હું તો ત્રાગાંથી બચ્યો છું. મારી પાસે એક એવી ‘સિસ્ટમ” હતી, તેથી હું ત્રાગાંથી કાયમ બચી જતો હતો. ઘણો ખરો ભાગ તો, જગત તો ત્રાગાંથી જ દબાઈ ગયેલું છે !
પ્રશ્નકર્તા: સામી વ્યક્તિ ત્રાગાં ગમે એટલા કરે તો પોતે એમાં કેવી રીતે રહેવાનું?
દાદાશ્રી : પોતાને એમાં શું કરવાનું ? જોયા કરવાનું. એ ત્રાગું કરતો હોય ને, તો આપણને નવું નાટક જોવા મળ્યું. નહીં તો આવું નાટક તો જોવા મળતું નથી ! આપણે એ નાટકવાળાને કહીએ ત્રાગાં કરો, તે કંઈ કરે ?! એટલે આપણે એ ત્રાગાં કરનારાને કહીએ, તારે જેટલાં ત્રાગાં કરવા હોય એટલાં કરને !
બચવાતું “એડજસ્ટમેન્ટ' ! અમે ત્રાગાં બહુ નહીં જોયેલાં. પણ જેટલાં જોયાં એનાથી ત્રાસ પામી ગયેલા.
પ્રશ્નકર્તા : તો કોઈ તમારી જોડે ત્રાગું કરે તો તમને શું થાય ? દાદાશ્રી : હું તરત સમજી જાઉં કે આ ત્રાગું કરવા માંડ્યું છે. પ્રશ્નકર્તા : ત્યારે શું કરો તમે ? દાદાશ્રી : હું તો ત્રાગાવાળાને ગાંઠું નહીં. તમે બધાં થઈને ત્રાગાં