________________
૪૬
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૪૫ રૂમમાં સૂઈ જવાનું અને એક બાજુ પેલો છોકરો ભેંકડો મેલે. તે રોજ પછી આવું કરે. પછી એક દહાડો મેં જઈને પેલાને એકલો હતો, ત્યારે બે-ચાર ચૂંટી ખણી લીધી. એટલે એણે બહુ બૂમાબૂમ કરી, ભેંકડો વધ્યો. ત્યારે એની મા કહે કે, “આ રહ્યો, આવું ને આવું એ રોજ પજવે છે.” મેં કહ્યું કે, “ના, એ નથી પજવતો. આ તો જુઓ ને, કેવો સરસ અવાજ આવે છે ! આ તો સંગીત છે. સાંભળો, સાંભળો. બધાંને બોલાવી લાવો.” આવું બે-ત્રણ દહાડા સુધી કર્યું, તે પછી એ બંધ થઈ ગયું.
કંઈક દવા તો કરવી પડે ને ? આમ ને આમ કંઈ ચાલે ? ત્રાગાં કરીને માણસને ડરાવી દે. અરે, એક જ ત્રાગાવાળો માણસ હોય, તે સો જણને ડરાવી દે, ધૂળધાણી કરી નાખે.
ત્રાગું તો છાતીનાં પાટિયાં બેસી જાય એવા ત્રાગાં કરે. પણ હું તો જ્ઞાનવાળો ને, એટલે મને જ્ઞાન હાજર થઈ જાય કે આ ત્રાગું કરે છે. તે દહાડે જ્ઞાન નહીં ને, એટલે આ જ્ઞાન થતાં પહેલાં પણ એ ચોગરદમથી માપી કાઢ્યું કે શું હેતુ છે ને શાને માટે કરે છે આ. એ તરત ખ્યાલમાં આવી જાય, તરત ખબર પડે. હું તો કહી દઉં. ‘બેસ બેસ. હમણે ચા પીએ છીએ.” તે એમનાં મનમાં જે ઉછાળો છે ને, તે ઊતરી રહે અને એ ય ગભરાય.
એને ત્રણે ભારે પડ્યું ! અમારા ભાઈબંધને ત્યાં એક બઈ હતી, એ એમની સગી થતી હતી કે પછી મોટી બેન થતી હતી. પણ એણે ભઈબંધને દબડાવવા ખાતર એવું કપટ કરેલું. બહારનો કોઈ માણસ એમને ઘેર ગયેલો, તેની હાજરીમાં પેલી બઈ હાયવોય કરીને કૂટવા માંડી. અમારો ભઈબંધ ગભરાઈ ગયો અને પેલા નવા આવેલા ભાઈ પણ ગભરાઈ ગયા. પછી એ ભઈબંધ મને મળેલો, એણે મને આ વાત કહી. ત્યારે મેં કહ્યું કે, “તારે ત્યાં આવીશ. એવું કંઈ થવા કાળે ભાંજગડ પડી હોય તો હું આવીશ.” પછી ત્યાં ગયો. ત્યારે ય પેલી બઈએ એવો જ તાયફો કરેલો, ત્રાગાં કરે ! તે બઈ આમ કૂદે ને પેલો ભઈ ડરવા માંડ્યો. ત્યારે મેં પેલી બઈને કહ્યું કે, ‘તમને આ મઝા આવે છે ? તમે તો બહુ સરસ કૂદો છો. અરે, કૂદો ને, વધારે. આ તો બહુ મઝા આવી !” આવું-તેવું કહ્યું, તે પેલી બઈ મને ગાળો ભાંડવા માંડી
કે ‘તમે અહીં મારે ત્યાં કેમ આવ્યા ?”
એટલે અમે આ બધાં કારસ્તાન જાણીએ, આવી બધી ચાવીઓ જાણીએ. ત્રાગું કરનાર થોડાક જ માણસ એવાં હોય, કોઈક જ માણસ હોય. એમાં પુરુષોમાં ‘ટુ પરસેન્ટ” જ માણસ હોય, વધારે ના હોય. જ્યારે સ્ત્રીઓમાં ‘ટેન પરસેન્ટ’ હોય. સ્ત્રીઓમાં વધારે હોય.
ત્રાગું શબ્દનો અર્થ નીકળ્યો ને ! એ બહુ જૂના જમાનામાં લોકોને આવડે. હવે ત્રાગું તો મને લાગે છે, આજનાં છોકરાંઓને આવડતાં નથી હોતાં. ત્રાગાં શી રીતે આવડે ? આમનાં તો હાડે ય એવાં મજબૂત નથી !! ત્રાગાવાળાને તો બહુ મજબૂત હાડ ! આ તો જરાક ખખડેલું દેખાય કે આમ ભડકી જાય.
પ્રકૃતિમાં જ વણાયેલું ! પ્રશ્નકર્તા : એ ત્રાગું કરનારને પોતાને ખબર પડે ખરી કે આ હું ત્રાગું કરું છું ?
દાદાશ્રી : ચોક્કસ ! ત્રાગું કરવું એટલે જ પોતે પોતાની ઇચ્છાપૂર્વક કરવું. પણ એ પ્રકૃતિમાં વણાઈ ગયેલું ને, એટલે પોતે ધ્યાન ના આપે. પણ બધી જ ખબર પડે. કેમ ના ખબર પડે ? નાનામાં નાની બાબત સમજી શકે, તો ત્રાગું એ તો બહુ મોટી બાબત કહેવાય.
ગાંવાળાથી ચેતતા રહીએ ! એક બેન ત્રાગાંવાળા હતા ને, તે એને મારી પાસે ત્રાગું કરવા માંડ્યું. અને આમ એ બેન મારાં મુરબ્બી હતાં. તે હું તો એમને ગાંડ્યો નહીં. પછી મને કહે છે, ‘તમે એકલા જ મને ગાંઠતા નથી.” મેં કહ્યું, ‘તમને ગાંઠતો નથી એવું નહીં. ઈશ્વરને ય ગાંડ્યો નથી.” કારણ કે એ બેન ત્રાગાં કરે, તે તરત મને સમજાઈ જાય કે આ ત્રાગું કરવા માંડ્યું !
ત્રાગું એટલે સામાને બિવડાવી મારવું. આ તો અત્યારે જ્ઞાની થયા. બાકી, પહેલાં તો અહંકાર ખરો ને ! ત્યારે કહ્યું કે, “માથું મારને જોઈએ. માથું ફોડ, હેંડ. મને બિવડાવવા ફરે છે ?! આખા જગતને બિવડાવીને