________________
આપ્તવાણી-૯
૪૩ લો ને !” એટલી બધી છાપ પાડી દીધી. ને હીરાબા ય જાણે, ‘તે હજી ય તીખા ભમરા જેવા છે ? - એ તો ‘જ્ઞાની’ થઈને બેસવું સહેલું નથી. કોઈને આવાં ફણગા ફૂટે તો બધાં મૂળમાંથી કાઢી નાખે. નહીં તો એ ફણગા તો મોટાં ઝાડ થઈ જાય ! જુઓ ને પછી એ ‘કશું બોલવું નહીં, તમારે કશું બોલવું નહીં” એમ હીરાબાને કહેતાં. મેં કહ્યું, ‘હું કશું કરવાનો નથી. દાદાને કોણ કશું કરવાનું છે ? આ છોડીઓ તો શું કરવાની હતી?” પછી એ લોકો કહે છે, “આપણે નકામો ઝધડો વહોરી લેવો. આપણા માથે આવશે.’ મેં તો એમને મોઢે જ ઠાલવ્યું કે તમે જ બધાંએ બગાડયું, માટલાને તિરાડ પડી, હવે શું કરવાનું ? આ આટલો વખત માટલાને લાખ કરીશું. બાકી ફરી વારકે લાખે ય કરવાના નથી. પછી મૂકી આવીશું. તિરાડને લાખ કરી દીધી એક વખત, કે સાંધો આપણે !
પ્રશ્નકર્તા : એમણે પેલું બારણું પછાડયું, સ્ટવ પછાડયો, એટલે એ પણ આડાઈ કહેવાય ને ?
દાદાશ્રી : ત્યારે આડાઈ નહીં તો બીજું શું ?! પણ એ ત્રાગું કહેવાય. એ નાના પ્રકારનું ત્રાગું કરેલું. મેં મોટા પ્રકારનું ત્રાગું કર્યું.
પ્રશ્નકર્તા એટલે એ નાના પ્રકારના ત્રાગા ને કાઢી નાખવા માટે સામે એવો ‘ફોર્સ’ મૂકવો પડે ?
દાદાશ્રી : હા, મેં જાણી - જોઈને ત્રાગું કરેલું ને એમણે એમનાં કર્મના નિયમથી ત્રાગું કરેલું. આ તો જાણી-બુઝીને કરે, ને હું તો મારા જ્ઞાનમાં રહીને બધું કરું ને ! બધા મહાત્માઓ પાંચ-સાત-દસ જણ બેઠેલા. તે એક કહે, ‘આવું બધું કરાતું હશે ?” ત્યારે મેં કહ્યું, ‘શીખ, તને શીખવાડું છું. ચૂપ બેસ. આ શીખવાડું તને. ઘેર બીબી હેરાન કરશે ત્યારે શી રીતે કરીશ તું ?
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે હું જ્ઞાનમાં રહીને કરું. એ જ્ઞાન, કઈ રીતે જ્ઞાનમાં ? એ તમે કહો.
દાદાશ્રી : જ્ઞાન જ - ‘આ’ કર્યા કરે, ‘અંબાલાલભાઈ’ કર્યા કરે. જ્ઞાન
જ
આપ્તવાણી-૯ કંઈ ઓછું હીરાબાને પૈણેલું છે ?! જુઓને, વગર મતભેદ વર્ષ કાઢ્યાં ને, પણ ?! અત્યારે ય મતભેદ પડતાં પહેલાં ઉડાડી દઈએ છીએ. ફરી ‘જ્ઞાન’ હઉ લીધું એમણે, હીરાબાએ ! સપનામાં દાદા આવ્યા પછી એમને.
બાકી, કોઈની જોડે ઊંચા શ્વાસે અમે ચાળીસ વર્ષથી નહીં રહેલા. કોઈની જોડે ઊંચો અવાજ નહીં કરેલો. એ તો લોકો બધાં ય જાણે. કહે ય ખરાં કે એ તો ભગવાન જેવા છે !
ત્રણુંએ ય એક કળા ! ત્રાગું કરવું એ કળા છે, બોત્તેર કળામાંથી એક કળા છે. પ્રશ્નકર્તા ચોરી કરવી એ પણ એક કળા છે ને ?
દાદાશ્રી : હા, એ પણ કળા છે. પણ આ બધી કળા, જે કળાઓ ભેગી કરી'તી ને, એ બધી હેરાન કરે પોતાને.
પ્રશ્નકર્તા : ત્રાગાં કરવાની કળા ક્યાંથી શીખતા હશે ?
દાદાશ્રી : આત્માની બધી શક્તિ છે ! મનમાં નક્કી કરે કે ‘મારે દબડાવીને આ લોકોની પાસેથી પડાવી લેવું છે' એટલે ત્રાગાં કરતાં આવડી જાય. પછી શી રીતે દબડાવવું એ એને આવડે.
ત્રાગું કરવું એટલે તો બહુ જ અક્કલ જોઈએ. આપણી અક્કલ એવી પહોંચે નહીં. છતાં સામો ત્રાગું કરતાં હોય તો એને ખોળી કાઢે ખરો. ત્રાગાવાળો માણસ સામો આવે ને, તે ય બહુ કંટાળો આવે.
પ્રશ્નકર્તા : ત્રાગું કરે એ પરખાઈ જાય ?
દાદાશ્રી : એનાં કરતાંની સાથે જ સમજી જવું કે ત્રાગું આવ્યું. આ ત્રાગું કરવા માંડ્યા !
ત્યાં સમજણપૂર્વક ચેતેલા ! અમારા ઓળખાણવાળાનું એક છોકરું, તે એની ‘મધર' પરવારે કે તરત ભેંકડો મેલે ! આમ દસ વર્ષનો હતો. એક બાજુ મારે જોડેની