________________
આપ્તવાણી-૯
૪૧
આવ્યાં, આજુબાજુથી ય બધાં આવ્યાં. તેમને મેં કહ્યું, ‘આ હીરાબા આવાં દેવી જેવાં બઈ, એમનામાં ‘પોઈઝન' કોણે નાખ્યું ?” “ભઈ, તમારાથી આવો ક્રોધ ના થાય. “જ્ઞાની પુરુષ' છો તમે.” “જ્ઞાની પુરુષ'નો જ ક્રોધ જોવા જેવો છે. જુઓ તો ખરાં. પછી કહ્યું, આ મહીં નાખ્યું ત્યારે જ આ દશા થઈને ?! શું કરવા આવું નાખ્યું ? શું બગાડ્યું છે તમારું ? ત્યારે એ કહે, “ભઈ, અમે કશું નથી નાખ્યું. અમે વાત કરી હતી એટલી જ.” ‘આ શા સારુ ? એમની જિંદગી ખરાબ કરીને તમે લોકોએ ?” ત્યારે એ કહે, “શું જિંદગી ખરાબ કરી ?” મેં કહ્યું, ‘હવે છૂટું રહેવાનું થયું એમને. હવે ભાદરણ આપણું નવું મકાન બાંધ્યું છે, તેની મહીં હીરાબાએ રહેવાનું. મહિને ખર્ચ બધો આપીશું.” ત્યારે એ કહે, ‘ભઈ, એવું ના થાય, ના થાય એવું. આ ઘેડે ઘડપણ થતું હશે ?” મેં કહ્યું, “જે માટલાને તિરાડ પડી, એ માટલું કામમાં શું લાગે ? એ તો પાણી ઝમે. પાણી ગમે એટલું ભરીએ તો ય બહાર નીકળી જાય. માટલાને તિરાડ પડી હોય તેને રખાય ?’ આમ કહ્યું એટલે પાડોશીઓ ગભરાઈ ગયા, ‘આવું બોલો છો ?! માટલાને તિરાડ પડી ગઈ ?!” લોક સમજી ગયો કે હવે હીરાબાને જુદું રહેવાનું થવાનું. હા, ધર્મ ઉપર આફત ના આવવી જોઈએ.
તે દહાડે ખાંડ-બાંડ, ચા-બા, બધું ભેગું કરી દીધું. પણ વીતરાગ ભાવમાં ! સહેજે પેટમાં પાણી હાલ્યા વગર !! ચંદ્રકાંતભાઈ, ભાણાભાઈ બધા બેઠા હતા. બધાને કહ્યું, ‘શીખજો ઘેર.” પછી બીજે દહાડે એનું ફળ શું આવ્યું ? પેલાં પાડોશીઓ હીરાબાને ઊલટાં સમજણ પાડ પાડ કરે કે, ‘ભાઈને ઉપાધિ થાય એવું ના કરશો. કોઈ આવે તો છો આવે. આપણે માથાકૂટમાં ના પડવું.’ ઊલટાં હવે અવળું શિખવાડવા માંડ્યા, કારણ કે એમના મનમાં ભડક પેસી ગઈ કે હવે જે કંઈ થશે તે આપણાં માથે જ આવવાનું છે. માટે આપણે હવે ચેતતા રહેવું. મેં કર્યું હતું જ એવું કે ફરી આ લોકો કરતાં હોય તો ખો ભૂલી જાય. પછી ફરી એવું કરવું પડ્યું નથી, પછી કોઈ દહાડો નહીં. એટલી દવા કરેલી. હજુ યાદ હશે એમને, એ તો એમને ય ચગ્યું હતું. કોઈ દહાડો ચગે નહીં, આ પેલાં લોકોએ શિખવાડી રાખેલું બધું, કે જરાક વધારે કરશો તો છોડી જતી રહેશે, પછી પેસશે નહીં.
કો’ક વખત આ ‘જ્ઞાની’નો અવતાર હોય ને બિચારી છોડીઓ
૪૨
આપ્તવાણી-૯ દર્શન કરવા આવે ને ! એને અશાંતિ રહે છે તેથી આવી છે ને ! જંપીને દર્શન તો કરવા દો લોકોને. તે એટલે સુધી શિખવાડેલું કે “દાદા પણ આ છોડીઓ જોડે.” એવું ય શિખવાડયું હતું કે “આ છોડીઓ દાદાને લઈ જશે.” અરે, એવું હોતું હશે ? કેટલા વર્ષનો, હું ડોસો થયેલો માણસ, તે કઈ જાતનું આવું શિખવાડેલું ! પણ એમનો શો દોષ બિચારાનો ? હીરાબાને એમ પણ સમજાય કે આ મારી ભૂલ છે. આ છોકરીઓ સત્સંગમાં આવતી હતી ને, પણ એમને પોતાને સો ટકા ખાતરી હતી કે આ તો મોરલ ને સિન્સિયર છે. પણ આ તો લોકોમાં ખોટું દેખાય, એટલા માટે ‘તમે છોડી દો આ’ કહેલું. ત્યારે કંઈ છોડ્યું છુટે એવું છે ? આ તો ‘વ્યવસ્થિત' ! અને એ તો અણસમજણમાં બોલે. એ તો કંઈ દહાડો વળતો હશે? અને આ રેલવેલાઈન ઉખેડી નખાય ? ત્યારે આપણે રસ્તો તો કરવો પડે. એટલે પછી પેલા બૂચથી ના ચાલે. એ તો આંટાવાળો બૂચ મારવો પડે. આંટાવાળો બૂચ મારીએ એટલે પછી ઊખડી ના જાય ને !
પ્રશ્નકર્તા: પેલું જે નાટક કર્યું એ કપટ નહીં ?
દાદાશ્રી : ના. એમાં કપટ નહીં. એ તો આ દૂધ ઊભરાતું હોય ને લાકડાં કાઢી લઈએ એ કંઈ કપટ ના કહેવાય. દુધપાક ઊભરાતો હોય તો લાકડાં કાઢી લઈએ, એ કપટ કહેવાય ?
પ્રશ્નકર્તા : પણ આશય તો કંઈ સારું કરવાનો ખરો ને ?
દાદાશ્રી : એમને ચોખ્ખા કરવાનો. તે ઘડીએ બધાં બેઠાં હતાં, તે સજ્જડ થઈ ગયેલાં. અને બધાં હોય ત્યારે જ આબરૂ લઉં એમ ને એમ આબરૂ લઉંએ નહીં. નહીં તો એ ગળી જાય. કહેશે “ઓહોહો કોઈ હતું જ નહીં ને !' તે ગળી જાય ને આપણી મહેનત નકામી જાય.
હીરાબાને અનુભવ, તે એ અમને જાણે કે સિન્સીયર ને મોરલ છે જ. એ તો પેલા એકલાં કેસમાં જ છે તે એમનાં મનમાં જરા પસી ગયું. તે પેલું કાઢવું મુશ્કેલ પડ્યું. અને તે સ્યાદ્વાદ રીતે ના નીકળ્યું, એટલે આ બીજી રીતે કાઢવું પડ્યું. પણ દવા એવી કરી કે ફરી હીરાબા કશું કરવા જાય ત્યારે કહે, ‘એ ના કરશો. આપણે ભઈનામાં પડવું જ નહીં. ભઈનો સ્વભાવ બહુ કડક છે. આવો કડક સ્વભાવ, તે મહાદેવજી જ જોઈ