________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૩૯ થઈ ગયાં, ને કહે છે, “મારો તાયફો કરો છો ?” મેં કહ્યું, ‘તાયફો કરો છો એટલે તાયફો જ જોઈએ ને ! બીજું શું કરીએ ?!
પ્રશ્નકર્તા : જો અમે તાયફાવાળાને તાયફો કહીએ તો અમને ડબલ માર પડે.
દાદાશ્રી : એવું માર પડે તો તમારે તાયફો શબ્દ ના બોલવો. આપણે પહેલાં તો જરા ધીમે ધીમે લેવું પડે. મેં ય પહેલાં તો ધીમે ધીમે લીધેલું, પછી કઠણ કર્યું. એ આડુંઅવળું કહેવા માંડ્યા એટલે પછી ચાવી જોશથી વાસવા માંડી. જેમ પેલા ‘’ ‘ટાઈટ' કરીએ છીએ ને, એવું. તે નરમ પડી ગયા પછી.
તાયફાથી તો જગત ઘણું ખરું બચે છે. પણ આ ત્રાગાથી તો ના બચે. આ ત્રાગાથી જ લોકોને બિચારાને મારી નાખ્યા છે ! અને તે કેટલાંય લોકોને !! અને કેટલાંક તો પુરુષો હઉ ત્રાગાં કરે છે.
આ રીતે ય મતભેદ ટાળ્યો ! પોતાનું ધાર્યું ના થાય ત્યારે ત્રાગાં કરે. ધાર્યું કરાવવા માટે કરે એ ત્રાગું કહેવાય. પોતાનું ધાર્યું કરાવવા માટે, બીજાં બધાં માણસોને બિવડાવવા માટે તાગડો રચવો, એનું નામ ત્રાગું. મારે તોફાન, તોફાન ! કોઈ માણસ હૃદયના પોચાં હોય, ઢીલાં હોય તે બધાં ગભરાઈ જાય બિચારાં !
અમે એક દહાડો ત્રાગું કર્યું હતું. એ વાસણો બધાં, ખાંડના, ચાના ડબ્બા, ઘાસતેલના ડબ્બા ને તેલના ડબ્બા બધું ફેંકાફેંક કરેલું. બધો રગડો કરેલો, ઓરડામાં રગડો રગડો થઈ ગયો બધો.
પ્રશ્નકર્તા : ધાર્યું કરાવવા ?
દાદાશ્રી : હા. આખી જિંદગીમાં એટલું ત્રાગું કરેલું. એને ત્રાગું કહેવાય. દબાવી મારવા ! તે ય પારકા સારું, ધર્મને માટે કરવું પડેલું. મારા પોતાના માટે કશું કરેલું નહીં. કારણ કે હીરાબાને અમે કહ્યું કે, આવું તમારાથી વર્તન ના કરાય.’
વાત એવી હતી, અમને “જ્ઞાન” થયા પછી મામાની પોળમાં
બિચારી છોડીઓ વિધિઓ કરવા આવે. તે હીરાબાને તો બિચારાને કશો રોગ નહીં, બિચારાં સરસ માણસ. પણ સામા બારણે બેસે ને, તે પેલાં બૈરાંઓએ બધાંએ એમને ચઢાવેલાં કે ‘હાય હાય બાપ, આ બધી નાની, નાની છોડીઓ દાદાને આમ પગે અડીને ટચ કરે છે. બહાર બધું ખોટું દેખાય. આ તે સારું દેખાય ? દાદાજી સારા માણસ છે, પણ આ ખોટું દેખાય છે. આમાં દાદાની શી આબરૂ ?” લોક જાતજાતના આરોપ કરે, અને તે આવું ઘાલી દીધું. તે આ હીરાબા બિચારાં ગભરાઈ ગયેલાં, કે આ તો આપણી આબરૂ જાય છે. આમ પોતે સારા માણસ, તે લોકોએ નાખ્યું મહીં મીઠું. દૂધમાં મીઠું નાખે તો શું થાય ?
પ્રશ્નકર્તા : ફાટી જાય.
દાદાશ્રી : તે હું જાણતો હતો કે આ લોકોએ મીઠું નાખવા માંડ્યું. છે, તે ફાટશે જ્યારે ત્યારે ! પણ મેં રાહ જોયેલી. પણ એક દહાડો એક બેન વિધિ કરતી હતી, તે હીરાબાએ પંજો વાળતાં વાળતાં બારણું આમ ખખડાવ્યું. કોઈ દહાડો એ એવું કરે નહીં. અમારે ત્યાં ઘરમાં રિવાજ જ નહીં આવો. પેલી છોડી ભડકીને જતી રહે એટલાં સારું જ કરેલું, મને ભડકાવવા માટે નહીં. છોડીઓ જાણે કે હમણાં હીરાબા વઢશે. તે છોડી આમ વિધિ કરતી કરતી ધ્રુજી ગઈ. હું સમજી ગયો કે આની પાછળ ચાળા છે. આ ચાળા ના સમજણ પડે બળ્યા ? અત્યારનો જેવો ભોળો હોઈશ તે દહાડે ? પછી મેં કહ્યું, ‘હવે તમારે ને આપણે, બેને જુદું કરી નાખીએ. આ તો ના પોષાય. એટલે હવે તમે ભાદરણ રહો. અને ત્યાં તમારે રૂપિયા પાંચસો-સાતસો જેટલાં જોઈતા હોય એટલાં મહિને મોકલી આપશે. હવે આપણે બંને ભેગું રહેવાનું નહીં. ત્યાં ચંદ્રકાંતભાઈ, ભાણાભાઈ એમ પાંચ-છ જણ બેઠા હતા. એમને ય શીખવાનું મળે ને, કો’ક દહાડો ! ઉપદેશ મળે ને !! હીરાબા ફરી પાછા ચા મૂકવા માંડ્યાં. તે ‘સ્ટવ” ખખડાવ્યો હડહડાટ, તે ‘વ’ રડી ઊઠે એવો ! મેં કહ્યું, આજ ખખડામણ ચાલી છે. આપણે ‘’ ફેરવો. નહીં તો ઊંધું જ ચાલ્યું ગાડું. તે મેં તો મહીં જઈ ચાના, ખાંડના, તેલના, ઘાસતેલના ડબ્બા, બધા ઉપરથી નીચે ફેંક્યાં, બધું ફેંકાફેંક કર્યું, બધું હડહડાટ. જાણે ૪૦ વોલ્ટ પાવરનું અડ્યું ! બધાંનો રગડો કર્યો. સામેથી પેલાં ચઢાવવાવાળાં બેન