________________
આપ્તવાણી-૯
આ એક જ ભાવથી.
આપ્તવાણી-૯ બહુ જોયેલું ! દુનિયા છે તે અમને શું રંગ જોવા ના મળ્યો હોય ?!
એટલે ત્રાગું તો એનું નામ કહેવાય કે બધાં માણસોને પોતાની ઇચ્છા વગરે ય દબાઈ જવું પડે અને હા એ હા કહેવી પડે. જેમ પોલીસવાળાને વશ થઈ જાય છે ને, એવું વશ થઈ જવું પડે. એને ત્રાગું કહેવાય.
પ્રશ્નકર્તા એટલે એવી પેચમાં મૂકે એમ ને ? દાદાશ્રી : હા, એને સકંજામાં મૂકે.
પ્રશ્નકર્તા સામો ત્રાગું કરતો હોય તો એની સામે આપણું વર્તન કેવું હોવું જોઈએ ?
દાદાશ્રી : આપણે તો કહેવું કે ભઈ, આવું શા માટે કરો છો ? કયા સુખને માટે કરો છો ? આ જે પડાવી લીધેલું સુખ છે, એ તારી પાસે કેટલા દહાડા ચાલશે ?
પ્રશ્નકર્તા : છતાં ય પેલો સમજે નહીં તો શું કરવું ? દાદાશ્રી : તો ખસી જવું. પ્રશ્નકર્તા : એટલે એને નમતું આપી દેવાનું ?
દાદાશ્રી : એ નમતું આપ્યા બરાબર જ છે. ખસી જવાની રીત જ એ છે ને ! એટલે આમ ખસી જ જવાનું. સાપ પાછળ પડે તો સાપ ભાગે કે આપણે ભાગવું પડે ? આપણે ખસી જવાનું. એ સાપને તો શું ?! આ ભેંસનો ભાઈ આપણી પાછળ પડ્યો હોય તો આપણે એમ કહીએ કે, ‘મારી પાછળ તું શું જોઈને પડ્યો છે ?” એમ કહો કે, ‘હું તો વડોદરાનો વકીલ છું'? એ તો રાજાને ય છોડે નહીં. એ તો ભેંસનો ભાઈ કહેવાય.
પ્રશ્નકર્તા: પણ આપે તો આપની સામે ત્રાગું કરનારને નમતું નથી આપ્યું. એને કીધું કે તારાં જેવાં તો કેટલાંયને ઓટીમાં ઘાલી દઉં. તો એ કઈ રીતે ?
દાદાશ્રી : કેટલીક જગ્યાએ તો નમતું હઉ આપેલું છે. નમતું એટલા જ માટે કે આને બિચારાંને, આમ કરતો કરતો રસ્તે ચઢશે આ.
એ તો તાગાઈ કહેવાય ! વકીલોને ય એવાં ત્રાગાંવાળો ભેગો થાય ને ! કોઈ માણસ એવો ત્રાગાંવાળો હોય ને, તો વકીલે ય કહેશે, બળ્યું આનાથી તો છૂટો આપણે અહીંથી. પેલાને શું કહેશે ? કે ‘ભઈ, તારો કેસ લઢી આપીશ. તું ફી ના આપીશ.’ એટલે બધી જાતના લોક હોય.
પ્રશ્નકર્તા : ઘણી વખતે અમુક વકીલો ય ત્રાગું કરે છે કે પહેલા પૈસા આપો. પછી જ કોર્ટમાં ઊભો રહીશ, નહીં તો નહીં. પાછું એવું છેલ્લી ઘડીએ કહી દે કે અત્યારે પૈસા આપો તો કોર્ટમાં જઉં, નહીં તો નહીં.
દાદાશ્રી : ના, એ ત્રાગું ના કહેવાય. એ તો સામસામી ગરજની વાત છે.
પ્રશ્નકર્તા : એ તો એને ફી અપાઈ ગયા, પછી ય વધારેના પૈસા લેવા માટે કરે.
દાદાશ્રી : હા, તે ય કરે, તો ય ત્રાગું ના કહેવાય. એ નાગાઈ કહેવાય. નાગાઈવાળાને જીતી શકાય. બાકી, ત્રાગું તો તિર્યંચગતિ ઓળંગે. વકીલો ય નાણું બોલે ને અસીલો ય નાણું બોલે કે, “સાહેબ, મેં તમને રૂપિયા આપ્યા છે, હું ભૂલી નથી ગયો. તમે પાંચ-સાત જણ ઊભા હતા ને, ત્યારે મેં તમને આપેલા.” હવે આવું વકીલને અવળું ચોંટી પડે તો વકીલે ય શું કરે ? વકીલે ય માણસ છે ને ? ‘આફટર ઓલ’ એ માણસ છે ને ! શું કરે છે ?!
તાયફાતી સામે ! અમારા એક સગા હતા, તે આવ્યા, એટલે એક બેને ત્રાગું કરવા માંડ્યું. એટલે પેલા ભાઈ, જે અમારાં સગા હતા ને, તે ગભરાઈ ગયા.
એય, એય આમ ના કરાય.” કહ્યું, ‘એમ નહીં, એ જરાક કૂદી રહેશે. પછી આપણે ચા નિરાંતે પીએ, હમણે તું જો તો ખરો. જોવા જેવું છે સરસ. કેવું સરસ લાગે છે આ !' આટલું કહ્યું કે પેલાં બેન તરત બંધ