________________
આપ્તવાણી-૯
તો હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ ?
૩૫
પ્રશ્નકર્તા : ધાકધમકી, સામ, દામ, દંડ બધું કરીને.
દાદાશ્રી : સામ, દામ, દંડ બધું વાપરીને. અને બિચારાં સરળ માણસો તે શું કરે ? કહેશે, ‘આપી દો. આપણું જે થવાનું હશે તે થશે.’ ને બઈ બિચારી જણસો હઉ આપી દે.
પ્રશ્નકર્તા : ત્રાગું કરે એ તો સમજીને કરતો હોય ને ?
દાદાશ્રી : બધું સમજીને જ. ત્રાગું એટલે પોતાની જાતે જાણીજોઈને બનાવટ !
ત્રાગાંતા પરિણામ !
પ્રશ્નકર્તા : તો એનું પરિણામ શું ભોગવવું પડે ?
દાદાશ્રી : એ તો આખી તિર્યંચગતિ ઓળંગી લે ! આખી તિર્યંચગતિ ઓળંગી જાય, તો એ કંઈ જેવું તેવું ઐશ્વર્ય (!) કહેવાય કે ?! પ્રશ્નકર્તા : એ રૌદ્રધ્યાનમાં આવે ?
દાદાશ્રી : રૌદ્રધ્યાન તો સારું એનાં કરતાં, બહુ રીતે સારું. એટલે આપણા અહીં કોઈએ એવો ગુનો કર્યો હોય તો મારી પાસે માફી માંગી લેજો. એવું બે-પાંચ વખત થશે ત્યારે એકાદ ગુનો જતો રહેશે. બહુ ખોટો ગુનો કહેવાય છે. આખી તિર્યંચગતિ ઓળંગીને નર્કગતિમાં જાય. એય પાછી રૌદ્રધ્યાનથી મળે એવી નર્કગતિ નહીં. આ તો જીવતાં જ લોકોને નર્કમાં નાખીને પોતે ત્રાગું કરીને કામ કઢાવી લે છે, ગમે તે ભોગે. ભોગ એટલે ગમે તે થાવ, પણ કરાવીને જ છોડે.
ત્રામાં કરતારાતી સામે !
પ્રશ્નકર્તા : આજે આ કાળમાં તો ઠેકઠેકાણે આવું ત્રાગું થયા કરે.
દાદાશ્રી : ના, દરેક ઠેકાણે નહીં. એ તો નાના પ્રકારનું. અને આ ત્રાગાં તો બહુ મોટાં હોય. એ તો માથા હઉં ફોડે. એવો એક ત્રાગાવાળો
૩૬
આપ્તવાણી-૯
મારી પાસે ત્રાગું કરવા માંડ્યો. ત્યારે કહ્યું, “ભઈ, મહાદેવજી પાસે જઈને માથું વધેર. અહીં શું કરવા વધેરે છે ? આ તો મહાદેવજીના મહાદેવજી છે ! તું લાખ ત્રાગાં કરું ને, તો ય પેટમાં પાણી ના હાલે એવો પુરુષ છે આ.’ મને જ્ઞાન નહોતું તો ય હું કહેતો’તો કે, ‘તું મારી પાસે લાખ ત્રાગાં કરું તો ય પેટમાં પાણી નહીં હાલે એવો હું છું.’
આ ત્રાગાંની કળા તો બહુ વસમી છે. અમે એનાથી દૂર ભાગીએ છીએ. એ કળા અમે જોયેલી. એટલે અમે તમને કહીએ.
પ્રશ્નકર્તા : એ ત્રાગાં કરનારનો ન્યાય બતાવવાનો હોય તો શું કરવું ? બન્ને ત્રાગાંવાળાં હોય તો ?
દાદાશ્રી : એમાં હું પડું નહીં. ત્રાગાંની બાબતમાં અમે ના પડીએ. પ્રશ્નકર્તા ઃ નહીં, પણ ન્યાય બતાવવાનો પ્રશ્ન આવે તો શું કરવાનું ?
દાદાશ્રી : અરે, ન્યાય બતાવનારો ય આખી તિર્યંચગતિ ઓળંગે એવું થાય. મારી પાસે કોઈ ત્રાગું કરવા આવ્યો હોય તો એ તો એની જિંદગીમાં ખો જ ભૂલી જાય. એ સમજી જાય કે આ ત્રાગું કરવું એ ગુનો છે.
એક ત્રાગાં કરનારી બાઈ, એમણે મને શું કહ્યું ? કે આટલાં બધાં માણસો મળ્યાં, કોઈની પાસે મારું ધાર્યું કરાવી શકી ના હોય તો તે તમે એકલાં જ છો. ત્યારે મેં કહેલું કે તમારાં જેવાને તો ઓટીઓમાં રાખીને ફરું છું.
પ્રશ્નકર્તા : ત્રાગું કરનારાની સામે એને ઓટીમાં ઘાલીને કામ લેવું, એ શીખવું પડે ! એ ય વિદ્યા છે ને !
દાદાશ્રી : એ અમને આવડે. પણ એમાં ય બહુ પડવા જેવું નથી. આ તો નાછૂટકે આવી પડેલું હોય તો હું પડું. બાકી, આ ઊભું કરવા જેવું
નથી. અમે તો બીજી જગ્યાએ ય આવાં ત્રાગાં જોયેલાં. ધણી પેલીનો અંબોડો ઝાલીને ખેંચીને આવે, મારી પાસે ન્યાય કરાવવા. પેલી બાઈયે ત્રાગાં કરનારી ને આ ભઈયે ત્રાગાં કરનારો હોય ! એટલે આવું અમે