________________
આપ્તવાણી-૯
૩૩
પોતાની વાત ‘એક્સેપ્ટ’ કરી દે. પોતાનું ધાર્યું કરાવવા માટે ગમે તેવું કરે. માથું ફૂટે, આમ કૂટે, કૂદાકૂદ કરે, રડે, છેડો વાળે. આપણને ચોગરદમથી બિવડાવી મારે, એનું નામ ત્રાગું કહેવાય.
પ્રશ્નકર્તા : ઢોંગ કરે અને ત્રાગું કરે એમાં ફરક શું ?
દાદાશ્રી : ઢોંગ કરે છે કે ત્રાગું કરે છે, એ બધું પોતાનું ધાર્યું કરાવવા માટે જ કરે છે !
અત્યારે બધાં જમવા બેસે ને એક ભાઈ કહેશે કે ‘હું ખાવાનો નથી.’ એ ત્રાગાં કહેવાય. આ તો સારાં લોક છે કે કહે છે, ના, ભાઈ, જમી લો, ના, ભાઈ, જમી લો !' તે જમાડે છે. પણ જો લોક ખસી જાય ને, તો એની મેળે ત્યાં પછી જમી લે. કોઈ ભૂખ્યો મરી જાય એવો નથી. એ ત્રાગું ન કહેવાય !
પ્રશ્નકર્તા : કેટલાંક તો ગુસ્સો આવે ને, તો રૂમનાં બારણાં બંધ કરીને પેસી જાય. આ બધાં, આખું ઘર ઉપર-નીચે થાય, પણ બારણું ખોલે જ નહીં એ ત્રાગું કહેવાય ?
દાદાશ્રી : એ ત્રાગું નથી કહેવાતું. એ આડાઈ કહેવાય. ત્રાગું વસ્તુ જુદી છે.
પ્રશ્નકર્તા : છાતી કૂટે, માથું ફોડે પોતે પોતાનું, એ ત્રાગું કહેવાય ? દાદાશ્રી : એ માથું ફોડે તે ય કેટલીક આડાઈ હોય છે ને કેટલુંક ત્રાગું હોય છે. ત્રાગું એ શબ્દ જુદી વસ્તુ છે. ત્રાગામાં એને પોતાને કશી અસર ના થાય. એ આડાઈમાં તો પોતાને મહીં ઉપાધિ થયા કરતી હોય. ત્રાગું એટલે ખાલી નાટક જ ! આ તો આડાઈ કહેવાય. ત્રાગામાં તો રડતાં જાય ને બૂમો પાડતા જાય, પણ એને મહીં અસર ના હોય. આ બારણાં વાસીને જે કરીએ છીએ, ઘરનાંને ભડકાવી મારીએ, એ આડાઈ બધી. એમાં તો પોતાને ઉપાધિ થતી હોય ને સામાને ય ઉપાધિ કરે. અને ત્રાગામાં
તો એને અડે નહીં ને ત્રાગું કરે, એનું નામ ત્રાગું ! વ્યાખ્યા જોઈએ કે ના જોઈએ ? ગમે તેને તમે ત્રાગું કહો, એવું તો ના બોલાય ને !
૩૪
એવાને છેટેથી તમસ્કાર !
આપ્તવાણી-૯
ત્રાગું તો બહુ નુકસાન કરે.
પ્રશ્નકર્તા : ત્રાગું એટલે, એનો જરા દાખલો આપીને સમજાવો ને !
દાદાશ્રી : ત્રાગું કોઈ કરતો હોય તો તમને ના ખબર પડે ? ત્રાગું કરતાં ભલે ના આવડે. પણ ત્રાગું કોઈ કરતો હોય તો તે ખબર પડે ને ! પ્રશ્નકર્તા : આ સત્યાગ્રહ કરે એ ત્રાગું કહેવાય ?
દાદાશ્રી : એ એક પ્રકારનું નાનું ત્રાગું જ કહેવાય. પણ એને અલંકારી ભાષામાં બોલી શકાય એવું છે. અલંકારી ભાષામાં બોલાય કે આ સત્યાગ્રહ કરે છે. અને ત્રાગું એ તો, એને કોઈ સત્યાગ્રહ કહે જ
નહીં ને !
ત્રાગું એટલે ટૂંકમાં કહેવામાં શો ભાવાર્થ છે કે પોતાને જ્યારે જે કંઈ કામ કરાવવું જ હોય અને બધાં રાજી ના હોય તો મારી-ઠોકીને કરાવવું. ત્રાગાં કરી કરીને, બિવડાવી બિવડાવીને, આમ બિવડાવે, તેમ બિવડાવે, આમ કરે, તેમ કરે ને છેવટે ધાર્યું કરાવે.
પ્રશ્નકર્તા : સામ, દામ, દંડ, ભેદ વાપરીને પણ કરાવવાના.
દાદાશ્રી : હા, પણ ધાર્યું બધું કરાવી લે, કરાવ્યા વગર છોડે નહીં, એનું નામ ત્રાગું ! એ ત્રાગાં મેં જોયેલાં છે, મેં તો પાંચ-સાત વખત જોયેલાં છે. પણ મેં તો છેટેથી નમસ્કાર કરેલા, કે ‘હે ત્રાગું, તું ય ના દેખાઈશ અને કરનારો તો દર્શન જ ના આપશો.' આ ત્રાગું એ તો શીખેલી વસ્તુ છે. પાછાં કોઈ ગુરુ એને મળી આવે. આ કંઈ પોતે ઊભી કરેલી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : એટલે પોતાનું ધાર્યું કરાવવા માટે આગ્રહ રાખે એ ત્રાગું કહેવાય ?
દાદાશ્રી : આગ્રહ છે એ ત્રાગું ના કહેવાય. પણ ડરાવીને પેલાં લોકોની પાસે કરાવી લે. ડરાવે ને, કે નહીં તો હું આપઘાત કરીશ, નહીં