________________
આપ્તવાણી-૯
દાદાશ્રી : ના, અભિમાનથી ઉદ્વેગ થતાં નથી. ઉદ્વેગ કરાવનારી બીજી એક વસ્તુ છે. આ અહીં અત્યારે ‘લાઈટ’ ‘ડીમ’ હોય અને અહીં જ બધાને સુઈ જવાનું હોય. હવે તમે અહીંથી એક નાનો સાપ પેસી જતો જોયો, બીજા કોઈએ જોયો નહીં. હવે બધાને સૂઈ જવાનું, તે ના જોયો હોય તે આખી રાત નિરાંતે ઊંઘી જાય ને ?
આપ્તવાણી-૯
૫૭ ઉગ જોયો જ ના હોય. આ ‘જ્ઞાન’ છે એટલે નિર્જરા રૂપે બધું જતું રહેશે. એટલે એ ઉદ્વેગને કહીએ કે “જેટલાં આવવા હોય એટલાં આવો. હજુ શરીર સારું છે ત્યાં સુધી આવો. પછી પૈડપણમાં ના આવશો.” અત્યારે તો શક્તિ છે તે હજુ આવવું હોય તો આવો, તે ધક્કા મારીને ય કાઢી મેલાય અત્યારે.
એ પરિબળોથી ખસી જાવ ! પ્રશ્નકર્તા : તો આ ઉદ્વેગનો ઉપાય શો ?
દાદાશ્રી : એનો ઉપાય તો, એ શેના નિમિત્તે ઉદ્વેગ થાય છે એ ખોળી કાઢવું પડે. કોઈ માણસ નુકસાન કર્યા કરતો હોય અને એ માણસ સાંભરે તો ઉગ થાય એને. તો એ ઉદ્વેગ થાય એવી જગ્યાએથી ખસી જવું જોઈએ. અગર તો ઉગ થાય એ વસ્તુ સાવ સોનાની હોય તો ય ફેંકી દેવી. એ આપણી સગી ન્હોય. ઉગ કરાવતી આવે છે, તે આપણી રીલેટિવ' ન્હોય. શાંતિ આપતી આવે એ જ સાચું. સહેજ પણ ઉદ્વેગ થાય એ મોક્ષનો માર્ગ નથી. વેગમાં જ રહેવું જોઈએ, ‘મોશન'માં જ.
વખતે જે કોઈ ઉગ કરાવનારી વસ્તુ હોય ને, કે એક છોકરો ના કમાતો હોય, તો આપણે જાણીએ કે આ ઉગ કરાવનારી વસ્તુ છે. તો આપણે એની જોડેનો વ્યવહાર એ સંબંધી બંધ કરી દેવો, પૈસા સંબંધી વ્યવહાર બંધ કરી દેવો. એની સાથે ‘ભઈ, કેમ છે ? ફલાણું કેમ છે ?” એવી વાતચીત કરવી. તમને સમજ પડી ને ?
પ્રશ્નકર્તા : જે વસ્તુથી ઉગ થાય એ વસ્તુ છોડી દેવી, પણ ઉગ એ ‘રીલેટિવ' ભાગ છે. એના સંજોગ ભેગા થાય એટલે ઉદ્વેગ થયા વગર રહે નહીં.
દાદાશ્રી : હા, ઉદ્વેગ થયા વગર રહે નહીં. પણ એ શું કારણથી ઉદ્વેગ છે, એ વેલાને એનું મૂળ હોય છે પાછું. એટલે ઉદ્વેગને માટે શું કરવું પડે ? મૂળમાંથી જ કાઢી નાખવું પડે.
બુદ્ધિ જ લાવે ઉદ્વેગ ! પ્રશ્નકર્તા : અહમ્ભાવ, અભિમાન, એ રાખવાથી આ બધું ઉદ્વેગ થાય છે ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને જોનારાને ? પ્રશ્નકર્તા : ઊંઘ ના આવે.
દાદાશ્રી : એનું શું કારણ ? સાપ મહીં પેસી ગયાનું એને જ્ઞાન થયું છે. અને સાપ પેઠાનું પેલા લોકોને જ્ઞાન નથી, તેથી એમને ઊંઘ આવે છે. હવે તમને ઊંઘ ક્યારે આવે ? સાપ નીકળ્યાનું પાછું જ્ઞાન થાય ત્યારે તમને ઊંઘ આવે. હવે આનો પાર ક્યારે આવે ? આ બધું તેથી ‘ઇમોશનલ' થઈ જાય છે. એ બુદ્ધિ ‘ઇમોશનલ' કરે છે. અહમ્ તો નથી કરતો. અહમ્ તો બિચારો બહુ સારો છે. આ બધાં કારસ્તાન બુદ્ધિનાં છે. એટલે બુદ્ધિ જ હેરાન કરે છે, એ જ ઉદ્વેગ લાવે છે. વેગમાંથી ઉગમાં લાવે છે.
જેતે ઉદ્વેગ થાય, તે “પોતે' હોય ! પ્રશ્નકર્તા: પણ હજી અમારામાંય ઉદ્વેગભાવ પાછો પ્રગટ થયા કરે છે ને ?
દાદાશ્રી : ઉદ્વેગ થાય અને વેગેય થાય, બેઉ થાય. પણ ‘ચંદુભાઈને થાય. ‘તમને' ના થાય. ‘તમને’ ખબર પડે કે ‘ચંદુભાઈને ઉદ્વેગ થયો. જો ‘ચંદુભાઈ”એ ઉદ્વેગનો વેપાર કર્યો હોય તો ઉદ્વેગ થાય. નહીં તો આવેગ આવે, નહીં તો વેગ આવે. તેની ખબર પડે બધી.
પ્રશ્નકર્તા : પણ ઉગમાં ફસાયેલા રહીએ છીએ ને !
દાદાશ્રી : ના, એમ નહીં. ફસાયેલા તો, તમે તમારી જાતને ફસાયેલા માનો છો કે “ચંદુભાઈ’ ફસાયેલો લાગે છે ?