________________
આપ્તવાણી-૯
દાદાશ્રી : હા. એવું કહેનારા પાછાં મળી આવે ને, કે બરોબર કર્યું છે. ચા લઈ આવું કે નાસ્તો લાવું ?” બે રૂપિયા હોય તે ય લોક પડાવી લે પાછાં. એકંદરે આમાં મઝા નથી.
૨૩
આ ‘દાદા’ની ગાડીમાંથી ઊતારીને કાઢી મૂકે, મારે તો ય પેસી જજો પાછળથી. અહીંથી કાઢી મૂકે તો આપણે બીજા ડબ્બામાં પેસી જવું. પાછા ત્યાં કોઈ કાઢી મૂકે તો ત્રીજા ડબ્બામાં જવું. પાછા ત્યાંથી ય કાઢી મૂકે ત્યારે ચોથા ડબ્બામાં જવું ! લોકોનો ધંધો શું ? કાઢી મેલવું. પણ આપણે તો ફરી કોઈ ડબ્બામાં પેસી જવું, ગાડી ચૂકી જવી નહીં. તેમાં ખોટ કોને ?
હું તો નાનપણમાં રિસાતો હતો, થોડું ઘણું. કો'ક દહાડો રિસાયો હોઈશ. બહુ રિસાયેલો નહીં. તો ય મેં સરવૈયું કાઢી જોયું કે રિસાવામાં તદન ખોટ છે, એ વેપાર જ તદન ખોટનો છે. એટલે પછી ક્યારેય પણ રિસાવું નહીં, એવું નક્કી જ કરેલું. કોઈ આપણને ગમે તે કરે તો ય રિસાવું નહીં. કારણ કે એ બહુ ખોટવાળી વસ્તુ છે.
એટલે મેં તો નાનપણથી રિસાવાનું છોડી દીધેલું. મને થયેલું કે બહુ મોટું નુકસાન છે આ તો. હું રિસાયેલો ખરો, પણ તે દિવસે સવારનું દૂધ ગયું ! તે પછી મેં તે દિવસે શું શું ગયું એનો હિસાબ કાઢયો, સાંજે હતા તેનાં તે પાછાં. મનાયા ત્યારે ઊલટું નુકસાન ગયું. તે મેં ખોળી કાઢ્યું. પછી મને મનાવ્યા રોફથી માન આપીને ! પણ સવારનું દૂધ ય બધું ગયું ને ! એટલે એક-બે ફેરા નાનપણમાં રિસાઈ જોયેલું. પણ એમાં ખોટ ગયેલી, એટલે ત્યારથી ફરી મેં રિસાવાનું છોડી દીધેલું. આ ખોટ
જાય કે ના જાય ?
પ્રશ્નકર્તા : જાય.
દાદાશ્રી : હવે તો આપણે આત્મા થયા. હવે આપણને આવું ના હોય. તમે કો’ક દહાડો રિસાયેલા કે ? નહીં કે ? કોઈ રિસાય છે ખરું ઘરમાં ?
પ્રશ્નકર્તા : ના.
૨૮
આપ્તવાણી-૯
દાદાશ્રી : ત્યારે સારું છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યુંને, કે દૂધ અમારું ગયું, રિસાયા તેથી. તે કઈ
ઉંમરે ?
દાદાશ્રી : તે નવ-દસ વર્ષની ઉંમરે.
પ્રશ્નકર્તા : પણ દાદા, નવ-દસ વર્ષની ઉંમરે અમે ય એવી રીતે દૂધ ગુમાવ્યા હતા. તે અમને ય ખોટ પડે પેલી પેટની, એટલે એમ તો થાય કે આ ખોટ ગઈ. પણ તો ય અમે ચાલુ રાખ્યું ને તમે બંધ કેવી રીતે કરી દીધું ?
દાદાશ્રી : મારે તો સવારનું દૂધ ને એ બધું ગયું. મેં હિસાબ કાઢ્યો હતો કે આ રિસાયો તેથી આટલી ખોટ ગઈ ! માટે રિસાવું એ નર્યું ખોટવાળું છે. માટે આપણે આ બંધ કરી દો. આડું થવું નહીં.
ત્યારે આ આડાઈ જ કહેવાય ને ! આપણે હઠે ચઢીએ કે ‘મારું દૂધ આટલું ઓછું કેમ ?' અરે મેલને પૂળો, પી લે ને. ફરી વારકે આપશે. બાને હું શું કહેતો હતો ? ‘મને ને ભાભીને બધાંને સરખાં ગણો છો તમે બા ? ભાભીને અચ્છેર દૂધ, તે મને ય અચ્છેર દૂધ આપો છો ? એને ઓછું આપો.’ મારે અચ્છેર રહેવા દેવું હતું. મારે વધારવું નહોતું. પણ ભાભીને ઓછું કરો, દોઢ પાશેર કરો. ત્યારે બા મને શું કહે છે ? ‘તારી બા તો અહીં છે. એની બા અહીં નથી ને ! એને ખોટું લાગે બિચારીને. એને દુઃખ થાય. એટલે સરખું આપવું પડે.’ તો ય પણ મારે મેળ પડે નહીં. પણ બા મને સમજાવ સમજાવ કરે, થીંગડાં માર માર કરે. એટલે એક ફેરો આડો થયો, તે પછી ખોટ ગઈ. એટલે મેં કહ્યું કે હવે ફરી આડું થવું નથી. નહીં તો બધા ત્યારે કહેશે, ‘રહેવા દો ત્યારે એને !' તે પછી એવું જ થાય ને !
પછી ફરી તા રિસાયા કદી !
પ્રશ્નકર્તા : આ ખોટને તરત ઓળખી, એ તો વાણિયાબુદ્ધિ થઈ ને ?
દાદાશ્રી : એ તો એવું કંઈ નહીં. વાણિયાબુદ્ધિ એટલે વણિકબુદ્ધિ કહેવાય. અને વિણક એટલે વિચારશીલ બુદ્ધિ કહેવાય, ડહાપણવાળી