________________
આપ્તવાણી-૯
એ તો તેથી લોકોએ તીર્થંકર મહારાજને કહેલું કે હે ભગવાન ! આપને જે કડીબંધ લીંક મળી એ કો'ક મહાભાગ્યશાળીને મળે ! કડીબંધ લીંક એટલે અહીંથી આગળનો રસ્તો, એથી આગળનો રસ્તો, એથી આગળનો રસ્તો એમ મળી આવે. કડીબંધ ! અને ઠેઠ સુધી પાછું !!
અને આ લોકોને કડીબંધ લીંક મળે નહીં અને ક્યાંય ચાલ્યા જાય.
મને ય કડીબંધ લીંક મળી હતી. એવી મેં મારી જાત માટે શોધખોળ કરી કે આ કઈ જાતનું બન્યું ?! પણ તે મને કડીબંધ લીંક મળેલી ! તેથી આખું આ ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું ને !
એટલે આ “જે આડો છે તે ‘હું’ હોય” એવું જ્ઞાન થવું, એનું નામ “અક્રમ વિજ્ઞાન’. ને “આડો તે ‘હું છું અને સીધું મારે થવાનું છે”, તેનું નામ ક્રમ !
રિસાયા ? તો “ગાડી' જશે ! પ્રશ્નકર્તા : કોઈ રિસાય એ એની આડાઈનો પ્રકાર કહેવાય ?
દાદાશ્રી : ત્યારે બીજું શું કહેવાય ? નહીં તો રિસાવાની જરૂર જ ક્યાં રહે છે ? પણ આડો થયા વગર રહે નહીં. જરાક એને વાંકું પડ્યું એટલે આડો થઈને ઊભો રહે. વાંકું પડવું જોઈએ.
બાકી રિસાય ત્યારે આવું કરે ને ! સ્ટેશન પર એક ભાઈની વહુ રિસાયેલી આવેલી. તે ભાઈ અને કહે, ‘ગાડીમાં બેસી જા ને ! ગાડી ઊપડી જશે, પછી રાત પડી જશે.' તો ય એ ના બેઠી. અને એને ય રખડી મરવું પડ્યું. રિસાયેલા માણસની આગળ તો બાર ગાડીઓ જતી રહે. ગાડી કંઈ રિસાયેલાને મનાવવા આવે ? જગત તો ચાલ્યા જ કરવાનું. જગત ઊભું રહે થોડી વાર ? તમે રિસાવ તો જાનવાળા ઊભાં રહે ? જાનવાળા છોકરો પૈણાવવા જતાં હોય ને તમે રિસાયા હો તે તમારા સારું બેસી રહે બે દહાડા ? ના. એવું છે આ જગત !
પ્રશ્નકર્તા: આ જાનની અંદર પિતરાઈ રિસાય ને છેવટે સંદેશો મોકલે કે તમે અમને મનાવવા આવો એટલે અમે માની જઈશું.
આપ્તવાણી-૯ દાદાશ્રી : તે ગાડી ઊપડતાંના ‘ટાઈમ” માને. એને અનુભવ થયેલો છે કે આ ગાડી ઊપડી જશે. જગત તો ચાલ્યા કરે છે. અમથો તું તારી જાતે આડાઈ શું કરવા કરે છે ?
એ તો એવું છે ને, કે આ ગાડીનાં ગાર્ડ જોડે કે ડ્રાઈવર જોડે હું રિસાયો, તો પેલો થોડીવારે કહે કે, ‘ભાઈ, બેસી જાવ ને ! અત્યારે શું કામ ઝઘડો કરો છો ? બેસી જાવને !' પણ હું રિસાઉં કે બેસવાનો જ નથી, બસ !” તો પેલો હડહડાટ ટ્રેન ઉપાડી જાય કે ના ઉપાડી જાય ? જગત કંઈ ઊભું રહેતું હશે ? જગત તો ચાલ્યા જ કરવાનું. તમે એની જોડે ‘એડજસ્ટ’ થાવ. નહીં તો રખડી મરશો ‘સ્ટેશન’ ઉપર, પેલો તો સીટી વગાડે ને ? એ ય જોયેલું મેં તો. આવાં ય ખેલ જોયેલા બધા, પેલાએ ગાડી ઉપાડી મૂકીને આ રહી ગયેલા !
પ્રશ્નકર્તા : પછી એને લાગે ને, કે આ ગાડી ગઈ ને મને ખોટ ગઈ ?
દાદાશ્રી : એ શું માને કે, “મેં કર્યું છે એ જ ખરું છે.” એ પણ એ ખોટ ગઈ એવું જો માને, એવી જો આવડત આવડે તો તો પછી ફરી ભૂલ રહે જ નહીં ને ! એટલી બધી સમજણ હોય નહીં. માણસ પોતે પોતાની ખોટને જોઈ શકે એવી ય સમજણ ના હોય એમાં. માણસનું ગજું નહીં ને ! એ તો બહુ જ શક્તિ જોઈએ. ગાડી ઉપડ્યા પછી મનમાં ના થાય કે એ તો આ ‘કોર્ટ’ની તારીખ હતી અને આની જોડે ક્યાં ઝઘડો કર્યો ? પછી મનમાં પસ્તાવો ના થાય બળ્યો ? કોર્ટમાં તારીખ હોય અને કંઈ કારણસર આપણને સાચો ઝઘડો હોય, ભૂલ એ લોકોની હોય, આપણી ભૂગ્લ ના હોય, છતાં ય પણ ગાડી ઉપડતાં પહેલાં એ ભૂલનો નિકાલ કરી નાખવો જોઈએ ને ? પેલા વિનંતી કરે કે, ‘ભઈ, હવે મૂકીને, આને ઊંચું અહીંથી ! એ માસ્તરની ભુલ થઈ.' એમ લોકો બોલે તો ય આપણે ના બેસીએ ત્યારે ઘનચક્કર જ કહેવાય ને ? પછી પેલો ‘વ્હીસલ’ જ વગાડે ને ?! તે એવી રીતે આ જગત ચાલી જાય છે અને પેલા મૂરખા બેસી રહે છે બાંકડા પર.
પ્રશ્નકર્તા : એને પછી એક-બે જણાં કહેવાવાળા ય મળી આવે કે તમે બરોબર કર્યું છે.