________________
આપ્તવાણી-૯
23
૨૪
એ ત હોવું ઘટે ! પ્રશ્નકર્તા : આ “જ્ઞાન” લીધેલા મહાત્માઓને આડાઈ વધારે તકલીફ આપે છે કે અટકણ વધારે તકલીફ આપે છે ?
દાદાશ્રી : અટકણો ! આડાઈઓ તો બહુ નહીં. આડાઈઓને તો એ સમજે છે કે આ આડાઈ એ ખોટી વસ્તુ છે. આ ‘જ્ઞાન’ મળ્યા પછી આડાઈ એને માર ખવડાવે. એટલે આ ભરેલી આડાઈ છે, પૂરણ કરેલી છે તે ગલન થાય છે, એ માર ખવડાવે છે. એટલે આ આડાઈનો શોખ ના હોય. પણ અટકણ વધારે પજવે. હવે જો કે આ દોષો હજુ હેરાન કરે બધા, જ્ઞાન હોવા છતાં ય. આ માલ છે તે ના હોવો ઘટે. પણ હવે માર્કેટમાંથી ભરી લાવ્યો હોય, એને ના કહેવાય નહીં ને, આપણાથી ? જે ભરેલો માલ છે, જે પુરણ થયેલો એ ગલન થશે. નવો પૂરણ થવાનો નથી. જૂનું ગલન થઈ રહ્યું છે. જૂનું પૂરણ કરેલું છે એ ગલન થઈ રહ્યું છે ને એ આપણું જ પૂરણ કરેલું છે. માટે આપણે ‘જોઈ’ ‘જોઈ’ અને શુદ્ધ કરી કરીને ‘લેટ-ગો' કરવાનું, એને શુદ્ધીકરણ કરીને ‘લેટ-ગો’ કરવાનું. પછી તે ગમે તેવું હોય. છતાં કેમ કરી એ બધો વ્યવહાર ચોખ્ખો નીકળે એવું તો હોવું જોઈએ ને ?
‘વાંકો', તે “પોતે' હોય ! મેં તો તમને સીધાં કર્યા ને ! નથી કર્યા ? કારણ કે આવું કોણ હતું ? ‘ચંદુભાઈ’. તે ‘તમે' તો ચંદુભાઈ હોય. તો “આપણે” કહી દેવું કે “આ હું હોય. હું તો આ શુદ્ધાત્મા.” તો બોલો, તમારી આડાઈ જતી રહી ને ? તમને કેમ લાગે છે ?
એટલે આ અક્રમ વિજ્ઞાને બધા ગૃહસ્થીને સીધા બનાવ્યા. સીધા થવાને માટે સાધુ થવાની જરૂર છે. જો ગૃહસ્થી સીધા થયા તો તેનો ઉકેલ ને સીધા થવા માટે સાધુપણું કરવાનું છે. પોતાને ખબર પડે કે આ ‘ચંદુભાઈ’ વાંકો ને ‘હું સીધો. એટલે ‘તમે તો સાધુ થયા વગર સીધા થઈ ગયા ને ! અક્રમ વિજ્ઞાન તો સારું છે ને !
તો ય પછી અમને લોક શું કહે ? ‘આ ચંદુભાઈ હતા તેવાં ને
આપ્તવાણી-૯ તેવાં જ છે.' પણ એ અમારે જોવાનું નહીં. ત્યાં લોકોને અમે શું કહીએ ? ‘તમને જે ચંદુભાઈ દેખાય છે એ જુદા છે અને મને દેખાય છે એ જુદા છે.’ લોક ખોડ કાઢે કે ના કાઢે ? કે આ ‘દાદા'ની પાછળ પડ્યા ને હજુ તો એવા ને એવાં છો, કહે કે ના કહે એવું ? તો ત્યાં “આપણે’ ‘તે’ વાંકા ના હોઈએ, પણ આપણે એ વાત સાંભળીએ, એટલે સાંભળીને પાછાં ઘેર જઈને ‘આપણે’ ‘ચંદુભાઈને કહીએ પણ ખરાં કે, “તમે જેવા છો એવાં દેખાતા હોય એવું લોક કહેશે. માટે હજુ કંઈ પાંસરા થઈ જાવ. ‘દાદા’ ને ‘હું’ બેઠા છીએ. તો અમારી હાજરીમાં પાંસરા થઈ જાવ.” તો એ પાંસરા થઈ જશે. બાકી, જાતે પાંસરું થવું હોય તો ના થવાય. કાં તો ગુરુ પાંસરો કરી આપે. પણ ગુરુ પાંસરા થયેલા હોવા જોઈએ. પણ પાંસરા ગુરુ મળવા મુશ્કેલ છે ને !
એવું આ “અક્રમ વિજ્ઞાત' ! એટલે આ તો આડાઈ જેને હતી, તે ‘હું' હોય. એમ આખી જગ્યા જ પોતે ખાલી કરી નાખી ને ! પછી રહ્યું જ શું છે ? ગુનેગારીમાં હતો, એ ગુનેગારીપણું છૂટી ગયું. અને મૂળ ગુનેગાર હતો તેને ત્યાં જ રહેવા દીધો. મૂળ ગુનેગાર તો ‘એ' જ હતો. આ તો “આપણે” વગર, કામના મહીં ‘પાર્ટનરશીપ’ કરી નાખી હતી. પછી હવે સીધા થઈ ગયા ને ? ‘તમે' પોતે સીધા થયા એટલે આની, ‘ચંદુભાઈ”ની આડાઈ કાઢી નાખશો. જ્યાં સુધી ‘પાર્ટનરશીપ’ હતી ત્યાં સુધી આ “ચંદુભાઈની આડાઈ ના નીકળે. હવે ‘પાર્ટનરશીપ’ છૂટી ગઈ, એટલે ‘તમે’ ચંદુભાઈને ધમકાવીને પણ આડાઈ કાઢી નાખશો.
એટલે આ ‘અક્રમ વિજ્ઞાન'નો પ્રતાપ કે જે વાંકો છે તે ‘હું’ હોય, અને ‘હું તો આ શુદ્ધાત્મા !
પ્રશ્નકર્તા : એટલે જેને સુધારવા ફરે છે તો ય સુધરે નહીં, ને એની પાછળ આખો ભવ પૂરો થાય, પણ એ વસ્તુ જ ‘પોતે’ હોતો નથી ને ? એવું જ થયું ને ?!
દાદાશ્રી : હા, તેથી પાર જ ના આવે ને ! તેથી તો અનંત અવતાર ભટકવાનું ને !!