________________
આપ્તવાણી-૯ ત્યાં શું કરવું ?
દાદાશ્રી : પણ મારા જેવાં કહે ને, કે ‘ક્યાં ચાલ્યો ? આપણે જવાનું કયે ગામ ?” ઘણાં એવા છે કે જો એને ચોખ્ખું કહીએ તો એ આડો ચાલે. એટલે મારે ફેરવીને બોલવું પડે છે. હજુ કાચું ને, બધું. પટાવી પટાવીને કામ લેવાનું. બાબાઓને તો સમજાય સમજાય કરીએ.
પ્રશ્નકર્તા : બધા બાબા જેવા દેખાય ને પટાવી પટાવીને તમારે મોક્ષે લઈ જવાના. તે વખતે આપને કેટલી બધી કરુણા રહેતી હશે ?!
આપ્તવાણી-૯
૨૧ અને જે પ્રયોગ જોઈતા હોય એ બધા પ્રયોગ સાથે પાછો ફરી જાય, ‘એડજસ્ટમેન્ટ’ પ્રયોગ હોય તેનાથી. આપણું “જ્ઞાન” લીધેલું હોય તો આડાઈને જાણે. નહીં તો જાણે જ નહીં ને ! અને આ તો પોતે પોતાના દોષ દેખે.
પ્રશ્નકર્તા : આડાઈને જાણે ત્યારે પાછો ફરી જાય. હવે એને જાણે કઈ રીતે ? આડાઈને ઓળખે કઈ રીતે ?
દાદાશ્રી : તરત ઓળખે. આપણું “જ્ઞાન” લીધેલું હોય એટલે તરત ઓળખે કે આ આડાઈ કરવા માંડી. વ્યવહારિકતા છે કે નહીં તે બધું તરત ખબર પડી જાય અને વ્યવહારિકતાની બહાર કરવા માંડયું તે ય ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : પણ પોતાની આડાઈ પોતાને કઈ રીતે ખબર પડે ?
દાદાશ્રી : આપણું જ્ઞાન હોય તો ખબર પડે. નહીં તો ખબર ના પડે. અને એ ખબર પડી હોય ને, તેની પર પછી ઢાંકી દે અને આડાઈમાં જ રહે. આપણાં ‘જ્ઞાનના પ્રતાપે ખબર પડે.
પ્રશ્નકર્તા : ઢાંકી દે એ શું છે ? દાદાશ્રી : એની પર ઢાંકી દે, એ “ડબલ’ આડાઈ.
પ્રશ્નકર્તા : તો પછી પેલી આડાઈ નીકળવાનો ‘સ્કોપ' જ ના રહ્યો ને ?
દાદાશ્રી : વધે ઊલટી.
પ્રશ્નકર્તા: પણ આપણે તો મૂળથી આડાઈ ખલાસ કરવાનું લક્ષ હોય ને ? તો ત્યાં શું કરવું જોઈએ ?
દાદાશ્રી : તું તારી જાતે કરી લેવા જઈશ તો તને નહીં ફાવે. મને પૂછવું કે આ કેમનું છે, તે હું કહી દઈશ કે ભાઈ, આ કાઢ આડાઈ !
પ્રશ્નકર્તા: એક તો આડાઈ વસ્તુ ઊભી થઈ હોય, પાછું એને પોતે ઢાંકે એ “ડબલ’ આડાઈ. તો પછી એ પૂછવા જ ના દે ને, આડાઈ. તો
દાદાશ્રી : આ બધા બાબા જેવા દેખાય. બાબો રિસાય છે, એવું. પણ પટાવી પટાવીને આગળ લઈ જવાના.
પ્રશ્નકર્તા : અને માફી માગીને ય પટાવતા તમને જોયા છે.
દાદાશ્રી : પણ આમને મોક્ષે લઈ જવાના છે, તે માટે ચેતીને ચાલવું પડે ને ?! એનું શું જાય ? એ તો એક ભાઈ હતો, તે કહે છે, ‘દાદાજી, લો તમારાં પુસ્તક અને આ તમારું જ્ઞાન તમને પાછું આપ્યું.' મેં કહ્યું, ‘હા, બહુ સારું થયું. તારો ઉપકાર માનું છું.’ નહીં તો રસ્તામાં પુસ્તક ફેંકી દીધાં હોત. એના કરતાં આ તો ઘરે આવીને પાછાં આપી ગયો. એને ગુણ ના માનવો પડે ? ‘આ તમારું જ્ઞાન પાછું આપું છું' કહે છે. એ તો હું જ લઉને નિરાંતે !
પ્રશ્નકર્તા : નિરાંતે, એટલે પાછું ઉપકારી દ્રષ્ટિથી લો.
દાદાશ્રી : હા, આ કંઈ રસ્તામાં ફેંકી ના દીધાં, એટલે ડાહ્યો માણસ ! સારું કર્યું.
પ્રશ્નકર્તા: આ તો આપ “જ્ઞાની પુરુષ” છો, તો સામાની આડાઈ નીકળી શકે.
દાદાશ્રી : વહેલી નીકળી જાય. નહીં તો માર ખાઈને, ખત્તા ખાઈખાઈને નીકળે છે. ખત્તા ખાય ને ખત્તાના અનુભવ થતા જાય ને, તેમ તેમ આડાઈ નીકળતી જાય. નહીં તો કેટલાંય અવતારે નીકળે.