________________
આપ્તવાણી-૯
બુદ્ધિ કહેવાય. પણ ખોટને ઓળખે પછી ફરી ખોટ ના ખાય ને ?!
રિસાય એટલે ખોટ જાય. તમે એક દહાડો રિસાઈને રાત્રે ધમપછાડા કરીને ના ખાવ તો પછી બધાં શું કરે ? બધાં જાગતાં રહે ? બધાં ય વખત થાય એટલે ઊંઘી જાય. એટલે ખોટ તમને જાય.
૨૯
શું રિસામણાં ને મનામણાં પાછાં ?! અને મનાવે ય કોણ બળ્યું ? આ તો જમવાનું થાય એટલે કહેશે, ‘ચાલો જમવા કાકા, જમવા હેંડો ને ! ત્યાં આગળ તૈયાર થઈ ગયું છે. બધાં બેસી રહ્યાં છે.’ ત્યારે પેલા કહે, ‘ના, અત્યારે જમવા નથી આવવાનો, જાવ.’ તે પેલા લોકો એક-બે વખત વિનંતી કરે, પછી ? પછી ટેબલ પર જમવાનું તો ચાલુ થઈ જ જાય ને !
એટલે અમે ફરી રિસાયા નથી. અત્યારે ય, હજુ ય કોઈ દહાડો કોઈની જોડે અમે રિસાયા નથી. ભાગીદારની જોડે ય અમે રિસાયેલા નહીં. એ રિસાયેલા કોઈ વખત. પણ તે અમારામાં રિસાળ દેખે નહીં એટલે પછી એ પણ ફરી રિસાય નહીં.
‘રિસાળ' જ રિસાયેલાને જુએ !
એક ભાઈ મને કહેતા હતા કે, “મારી વાઈફ મારી જોડે રિસાય છે.’ ત્યારે મેં કહ્યું, ‘રિસાય છે, તે એને જોનારો કોણ ? ‘તું’ નહીં. આ ‘રિસાળ’ છે તે જુએ છે. કોણ જુએ છે ? ‘રિસાળ’ છે તે જુએ છે, ‘તું’ હોય ! એટલે ‘તારે’ જાણવું કે આ ‘રિસાળ’ જોઈ રહ્યો છે. જે ‘રિસાળ’ હોય, તે રિસાયેલાને જુએ. આત્મા, આત્માને જ જુએ ! આત્મા બીજી અવસ્થાને જુએ જ નહીં. ચિઢાયેલો હોય, તે ચિઢાયેલાને જુએ. એટલે મેં એ ભાઈને કહેલું કે, ‘બઈ તો રિસાયેલી હતી, એ એનો આત્મા હોય, એ તો બઈ છે. અને આ રિસાળ છે એ તારો આત્મા હોય. આ બઈ કોની પર રિસાય છે ? રિસાળ ઉપર રિસાય છે, તે તું જો ! તું જોયા કર.'
આનાથી ‘સોલ્યુશન’ આવે ને ? નહીં તો ‘સોલ્યુશન’ કેમ આવે ? આ તો કોઈ રિસાયા કરે, કોઈ ગાળો ભાંડ્યા કરે અને એ તો એમ જ હોય. પણ આત્મા આ બધા પર્યાયોથી જુદો છે. આત્મા આમાં કોઈ જગ્યાએ છે નહીં. આ બધું થઈ રહ્યું છે, એ શેના આધારે ? સહુ સહુનાં
૩૦
આપ્તવાણી-૯
કર્મોથી છે બધું. આ કર્મફળ મળ્યા કરે છે, તેમાં ‘આપણે’ શું લેવાદેવા ? સહુ સહુનાં કર્મ ભોગવે, તેમાં ‘આપણે’ શી લેવાદેવા ? એવી રીતે આ છે. જો આત્મા પ્રાપ્ત કરવો હોય તો આત્મા જુઓ, બીજું જોવા જેવું નથી.
અમારી સમજણમાં કેવું હશે ? તમારી સમજણ ને અમારી સમજણમાં ફેર હશે ને ? અમને કશું દુઃખ અડતું નથી, એનું શું કારણ
છે ? કારણ કે અમારી સમજણ છે અમારામાં. અમે અણસમજણને ખેંચી નથી લાવતા. અને આ તો અણસમજણને બહારથી, લોકોની પાસેથી ખેંચી લાવે ! આપણે લોકોની સાથે શું લેવાદેવા ? બધું ‘વ્યવસ્થિત’ છે, હિસાબ છે. હિસાબની બહાર કશો ફેરફાર થવાનો નથી. ચોપડાના
હિસાબથી બહાર ફેરફાર થાય ખરો ? તો શેના સારું આ બધું ? અને વાઈફ રિસાઈ હોય, તેને રિસાળ હોય તે જ એને રિસાયેલી જોઈ શકે, એનો આત્મા ના જોઈ શકે. જે રિસાળ હોય તે જ જુએ. રિસાળ માણસ રિસાયેલાને જુએ છે. નહીં તો રિસાયેલો કેમ દેખાવો જોઈએ ? મારી પાસે રિસાયેલા નહીં આવતા હોય ? પણ મને રિસાયેલું કોઈ ના દેખાય. કંઈ હિસાબ તો કાઢવો પડશે ને ? આમ હિસાબ વગર ચોપડા ચાલતાં હશે ? હિસાબ તો જોઈએ ને ?
વીતરાગતાતી અનોખી રીત !
પ્રશ્નકર્તા : આપની સામે કોઈ રિસાય તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો ?
દાદાશ્રી : બિલકુલ વીતરાગભાવથી ! ખેંચ-બેંચ અમને નહીં, એને મનાવવાની ભાવના નહિ. આપણને એમ લાગે કે મનાવવાથી વાંકું થાય એવું છે, તો બિલકુલ બંધ ! અને આપણને લાગે કે મનાવ્યાથી સીધું થાય એવું છે, તો એકાદ શબ્દ અમે કહીએ કે, ‘ભાઈ, અમારી ભૂલચૂક થઈ હોય તો, બેસોને નિરાંતે. ભૂલચૂક તો મારી ય થાય ને તમારી ય થાય’ એમ કહીને એને બેસાડીએ. પણ ખેંચ નહીં, વીતરાગતા હોય. નિરંતર વીતરાગતા હોય ! અને એના તરફ કિંચિત્માત્ર અભાવ નહીં અને ભાવ નહીં. અને પછી ‘દાદા ભગવાન’ને કહી દેવાનું કે એની પર કૃપા ઉતારો. અને ‘ચંદુભાઈ’ અને ‘ચંદુભાઈ’નાં મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ