________________
આપ્તવાણી-૯ કરશે. એના કરતાં સમજણથી જ પાંસરા થઈ જઈએ આપણે. એટલે ભાંજગડ મટી ગઈ ને ! હંમેશાં ય ડખોડખલ કરે ને, એટલે ધડ કરીને વાગે. એટલે એ એને પાંસરો જ કરતી જાય. ડખોડખલ જ પાંસરા કરે છે. એ આડાઈનાં શીંગડાં બધાં અહીં તુટી જાય તો રાગે પડી જાય ! એ બધી આડાઈઓ પાશવતા જેવી હોય. સારા બે માણસ કહે કે, “અલ્યા ભાઈ. અમારી વાત માનને ' ત્યારે એ શું કહેશે ? ‘ના, એ મારા માન્યામાં નથી આવતું.’ એ એની આડાઈ આપણી સામે ઉઘાડી પાડી. એ આડાઈ જશે ત્યારે મોક્ષ થશે.
મોક્ષમાર્ગની વાટખર્ચો !.
આ અમને કોઈ કહે, ‘દાદા, આ બધાંને પગે લાગો.’ તો બધાને પાંચ પાંચ વખત પગે લાગી આવું. અમે તો વાઘરીને ય પગે લાગીએ. જે રીતે પગે લાગવું હોય ને, તે રીત અમારી પાસે હોય. એક આત્માને પગે લાગવું અને પેલા વાઘરીને ય પગે લાગવું, બન્ને રીત અમારી પાસે હોય. એ કહેશે, ‘આત્માને પગે ના લાગશો, વાઘરીને પગે લાગો.’ તો વાઘરીને હઉ પગે લાગીએ. એટલે નમ્રતા હોવી જોઈએ. તદન નમ્ર, એવો ઓગળી ગયો પાણીમાં તેનું કલ્યાણ થશે. અને જ્યાં સુધી મહીં ગાંગડું હશે ત્યાં સુધી ઓગળ્યો નથી, ત્યાં સુધી ચક્કર ફર્યા કરશે.
જેમ ‘મોટા માણસ'ની સ્થાપના થઈ તેમ નમ્ર વધારે હોય, અકડાઈ ના હોય. અકડાઈ તો હલકા માણસનામાં હોય. આ “જ્ઞાન” મળ્યા પછી અકડાઈ કોને હોય ? હલકા માણસને ! નહીં તો અકડાઈ હોતી હશે ?!
પછી, સાચી વાત હોય તો તરત માની જાય, એને સરળ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ એ તો કોઈ કહે અને આપણે માનીએ ને, એમાં ઘણી વખત આપણને ગોથાં ખાવાનો ય વખત આવે.
દાદાશ્રી : ગોથાં ખાવા સારાં. એવું છે ને, એક સંતે કહ્યું કે, “ માણસ જાતનો વિશ્વાસુ છું.” ત્યારે કોઈ કહે, ‘કોઈ તમને છેતરી જશે તો ?” ત્યારે એ કહે, ‘એક છેતરશે, બે છેતરશે, પણ કોઈક દહાડો એવો
આપ્તવાણી-૯ માણસ મને મળી આવશે કે મારું કામ થઈ જશે.' એટલે એ શું કહે છે? છેતરાતાં છેતરાતાં કામ સારું થશે. અને જે છેતરાવા ના રહ્યા છે તો ભટકી ભટકીને મરી જશે, તો ય ઠેકાણું નહીં પડે. કારણ કે વિશ્વાસ જ ના બેસે ને ! શંકાશીલ થયા, એનો ક્યારે પાર આવે ? તમને સમજાય છે આ ‘થીઅરી’ ?
સરળતા એટલે બીજા કહે કે તરત માની લે, ભલે છેતરાવાનું થાય. એક છેતરશે, બે છેતરશે, પાંચ છેતરશે, પણ સાચો માણસ પછી ત્યાં મળશે એને ! નહીં તો સાચો મળે જ નહીં ને ?! “સીસ્ટમ” સારી છે ને ? છેતરાય, એ તો આપણા પ્રારબ્ધમાં લખ્યું હશે તો છેતરશે. નહીં તો છેતરશે શી રીતે ? એટલે છેતરાતાં છેતરાતાં આગળ જશો તો પેલું સાચું મળી આવશે.
તે સરળ કોનું નામ કહેવાય ? કે ‘આ ગાડી અહીંથી અમદાવાદ જાય છે' કહ્યું એટલે એ બેસી જાય. એનું નામ સરળ. અને પેલો કહેશે કે “એની શી ખાતરી ? આપણે બીજે તપાસ કરીએ તો ?” ત્યાર પહેલાં ગાડી ઊપડી જાય. ગાડી ઊપડી જાય કે ના ઊપડી જાય ? આવી તો કેટલીયે ગાડીઓ ઊપડી ગયેલી અને ભઈ ત્યાં ને ત્યાં !
સરળ એટલે શું ? ખેતરમાંથી ભીંડા લાવ્યા અને તરત વઘાર મૂકીને મૂક્યા કે તરત દશ મિનિટમાં વરકો વળી જાય. અને અસરળ એટલે શું કે ફ્રીઝમાં મૂકેલા ભીંડા ! ફ્રીઝમાં બે દહાડા ભીંડા મૂકીએ તો શું થાય ? પછી એ અસરળ ભીંડા કહેવાય ! એટલે ભગવાને શું કહ્યું ? સરળનું કામ થશે. સરળનો મોક્ષ છે. અસરળનું ત્યાં આગળ કામ ચાલે નહીં.
પ્રશ્નકર્તા : આ તો એમ લાગે છે કે કોઈપણ જગ્યાએ જઈએ ત્યાં બધું હશે, પણ સરળતાનો અભાવ હોય છે.
દાદાશ્રી : હોય જ નહીં સરળતા ! આટલી વસ્તુ કયાંય દેખાય નહીં, સહજ ક્ષમા. તમે એને કશું કહી આવો તો એ નોંધ રાખ્યા વગર રહે નહીં. એ નોંધમાં રાખી મૂકે, છ મહિના સુધી ભૂલે નહીં. નોંધ ના રાખે, એનું નામ સહજ ક્ષમા કહેવાય. પછી બીજું શું હોય ? કઠોરતા હોય. દરેક જાતની કઠોરતા હોય. પછી આગ્રહ બધી જાતના હોય. અને