________________
૧૨
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૧૧ પછી સરળતા એમનામાં ના હોય, એટલે તમે વાળો તો એ વળે નહીં. નમ્રતા તો હોય નહીં, પણ સરળતા ય હોય નહીં. ‘ટોપ” પરની સરળતા જોઈએ. પછી ‘ટોપ પરની નમ્રતા જોઈએ. નમ્ર એટલે શું ? કે સામો વૈત નમે ત્યાર પહેલાં એ આખો ય નમી જાય. કોઈ અકડાઈ કરે તેની જોડે ય પેલો નમે. બાકી, મનુષ્યનો સ્વભાવ કેવો ? સામો અકડાઈ કરતો હોય, તો એ અકડાઈ કરે, પણ ત્યાં ય નમે તો એ મોક્ષે જવાની નિશાની કહેવાય. પછી નિર્લોભતા હોય. લોભે જ પકડી રાખેલાને, લોકોને ! તેથી ભગવાને કહેલું કે જાત્રાએ જઈ આવજો, આમ કરી આવજો ને પૈસા વાપરી નાખજો. એટલે રૂપિયા વપરાય તો પેલી લોભની ગાંઠ ઓછી થઈ જાય. નહીં તો નવ્વાણુંના ધક્કાની પેઠ લોભ વધતો જાય. એટલે આ દુનિયામાં કોઈ ચીજની જરૂરિયાત નથી એવો ભાવ રહેવો જોઈએ. એટલે આ બધા ગુણો આવવા જોઈએ. પેલા બધાં ભૂતાં નીકળી જશે અને સરળ થઈ જશો ત્યારે મોક્ષ થશે.
તાતપણની આડાઈઓ ! અમારા વખતમાં કહેતા હતાં કે ; “દુનિયા દિવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે. પાપે ય એનું જયારે પ્રગટ થાશે, ત્યારે ભૂવા-જતિ ઘેર જાશે.”
પાપ જ્યારે એનું પ્રગટ થશે, ત્યારે ભૂવા-જતિઓને ત્યાં જઈને દોરા-ધાગા કરાવે ને ફલાણું કરાવે. એટલે પાપ એનું પ્રગટ થાય પછી એ ભૂવા ખોળે, જતિ ખોળે. એવું કોઈ કવિએ ગાયું છે.
પ્રશ્નકર્તા : દાદા, આ પદ ક્યારે વાંચેલું તમે ?
દાદાશ્રી : આ તો પંચાવન વર્ષની વાત. એ બહુ જૂની નથી. બેપાંચ હજાર વર્ષની વાત નથી.
પ્રશ્નકર્તા : પણ તમને યાદ બધું કેમનું રહે છે ?
દાદાશ્રી : અમને કશું યાદ ના હોય. આ સોમવાર છે કે મંગળવાર છે તે જ મને યાદ ના આવે ને !
પ્રશ્નકર્તા : તો આ બધું ક્યાંથી નીકળ્યું, દાદા ?
દાદાશ્રી : આ તો અમને દેખાય આમ ! આમ ફર્યા કે તરત પેલું દેખાય, એટલે અમે બોલીએ. માફક આવે એવી ચીજ દેખાય, તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ ? અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. આવું હતું..... આવું હતું, પછી આવું હતું, સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા, એ બધું ય અમને દેખાય. સાહેબ ચિઢાયા કરે. કહેવાય નહીં ને ચિઢાયા કરે.
પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ?
દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી. પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય.
પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય ?
દાદાશ્રી : આ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય ! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ?! પણ આ આડાઈ. ‘શું સાહેબ એના મનમાં સમજે છે ?” કહેશે. લે !! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, “ના, બાખડી બાંધવાની પહેલાં.” બાખડી બાંધવાની કહેવાય એને. તમે બાખડી શબ્દ સાંભળેલો ? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું.
પ્રશ્નકર્તા: તો સાહેબ તમને કશું કહી ના શકે ?
દાદાશ્રી : કહે ય ખરા, પણ કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખે.
પ્રશ્નકર્તા : દાદા, તમે આવાં તોફાની હતા ? દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ. પ્રશ્નકર્તા અને એમાં આવું ‘જ્ઞાન” થઈ ગયું, એ તો બહુ કહેવાય.