________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯ તો મહીં કૂણીઓ મારે. અને સ્ત્રી, એ જન્મજાત એવી આડી નથી.
જોવાતું. પોતે પોતાનું ! આ તો લોકોની આડાઈનું કહે કહે કરે. જાણે એમણે પોતાની એવી આડાઈ કાઢી નાખી છે (!) એટલા હારું લોકોને કહે છે. ‘આ આડો છે” એવું ના કહેવું જોઈએ.
પ્રશ્નકર્તા : દાદા, સામો માણસ આડો દેખાય એ પણ પોતાની જ આડાઈ ને ?
દાદાશ્રી : એ મોટામાં મોટી આડાઈ ને ! પ્રશ્નકર્તા : એટલે આડાઈઓ બધી પોતાની જ જોવાની છે ?
દાદાશ્રી : તો બીજા કોની ? બીજાને કહેવા જાવ તો એ સામો થઈ જાય.
પ્રશ્નકર્તા : આડાઈઓની પણ કેટલીક વખત અમને ખબર નથી પડતી. એ અમને સીધઈઓ લાગે.
દાદાશ્રી : એ ખબર ના પડે. એ તો મહીં ઊંડા ઊતરવું પડે. આડાઈઓ જોવા માટે નિષ્પક્ષપાતી વલણ લેવું પડે.
કોઈ આપણને કહે કે, “આડાઈ શું કરવા કરો છો ?” ત્યારે આપણે કહીએ, ‘જુઓ ને, મૂરખો છે ને ! હું આડાઈ કરું છું કે એ કરે છે ?” સામો ઊલટો આપણને તપાસ કરવાનું કહે, તો મહીં તપાસ કરો. આ તો આપણે આપણી આડાઈઓની તપાસ નથી કરતા, પણ તેની આડાઈઓની આપણે તપાસ કરીએ છીએ. કેમ મને નથી કહેતા કે આડાઈઓ તમે કેમ કરો છો ?! હવે મારામાં આડાઈઓ દેખે, તો એ કહ્યા વગર રહે નહીં. જગત તો જેવું દેખે એવું કહે.
આડાઈ છૂટી જતાં.... આ લોક તો કહેશે, ‘તારી બનાવેલી ચા નહીં પીઉં.” ઓહોહો,
ત્યારે કોની બનાવેલી ચા પીશ હવે ? એટલે એ ધણી છે તે દબડાવે પેલીને. શું કહેશે ? ‘તેં ચા બગાડી ને, એટલે હવે ફરી તારા હાથની ચા નહીં પીઉં.” દબડાવે બિચારીને, આડો થાય. કેટલી બધી આડાઈઓ ! તેનાં દુઃખ પડે છે ને !
એટલે આડાઈ જ નડે છે. મોહ તો કશુંય ના નડે. એ તો બે વખત મોહ રહે પાછો, ને ત્રીજી વખત મહીં કંટાળો આવે.
સરસ જમવાનું હોય, પણ મોટું ચઢાવીને જમાડે તો ? ના ગમે, નહીં ? “બળ્યું તારું જમવાનું’ એમ કહે ને ?! અરે, હીરા પણ મોટું ચઢાવીને આપે તો ના ગમે. આ સાહેબનું મોઢું ચઢેલું હોય ને હીરા આપી જાય તો તમે શું કહો ? ‘લો તમારો હીરો તમારે ઘેર લઈ જાવ.” આમ કહે કે નહીં ? તો હીરાની કિંમત વધારે છે કે મોઢું ચઢ્યાની ?! આપણા લોકો હીરા ના લે. જ્યારે ફોરેનમાં તો વિલિયમનું મોટું ચડ્યું હોય તો ય લેડી ખાઈ લે. અને આપણે ત્યાં તો આવી બને. છતાં આ સ્ત્રીઓ ના કરે. આ તો આર્ય સંસ્કારી સ્ત્રીઓ ! ફોરેનમાં ચાલ્યું જાય. ફોરેનમાં તો મોઢું ચઢાવીને આ હીરા આપે ને, તો કહે, ‘છો ને, મૂઓ બૂમાબૂમ કરે. આપણે તો હીરા આવી ગયા ને !' અને અહીં આ ના ચાલે. આ તો આર્ય સન્નારી કહેવાય. તમને કેમ લાગે છે ?'
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : એટલે આપણે ઘરમાં મોટું ના ચઢાવીએ તો હીરા કરતાં વધારે છે ને ?!
નાનો બાબો હઉ રૂપિયા અડવા ના દે. કહેશે, “આ તો મારા રૂપિયા, લાવો જોઈએ.’ એક બાબતમાં સરળ હોય ત્યારે બીજે આડાઈ હોય. એ આડાઈ ના નીકળે ત્યાં સુધી છૂટાય નહીં. આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે, આ જગ્યા છે એવી. ‘દાદા’ આડાઈથી શૂન્ય થઈ ગયેલા છે !
દરેકની આડાઈ જુદી જુદી રીતની હોય. તમે જેને આડાઈ કહેતા હો એ તમારી આડાઈ તમને ના દેખાય. તમારી આડાઈ તમને દેખાય