________________
આપ્તવાણી-૯
ઘરમાં બાબો મરી જાય, પછી આ તો રડારોળ કરે કે મારા બાબાનો બાબો, એકનો એક બાબો હતો ! જાણે એ પોતે મરવાનો ના હોય ને, એવું એ ય રડે. પોતે મરવાનો નહીં હોય ?! દાદો થયો તો ય ? પણ તો ય બાબાના બાબાનું રડે. અલ્યા, જવાનું થયું તો પાંસરો રહે ને ! દાદો થાય તેને જવાનું ના થયેલું હોય ? સિગ્નલ તો પડી ગયું હોય. દાદો થયો ત્યાંથી સિગ્નલ પડ્યું. તો ય જાણે પોતાની ગાડી ના ઊપડવાની હોય એવી વાત કરે. તે આ સિગ્નલ પડી ગયું છે, માટે ચેતો જરા હવે.
પ્રશ્નકર્તા : ગાડી ઉપડવાની નિશાનીઓ આવી ગઈ છે.
દાદાશ્રી : હા, સિગ્નલ પડી ગયો છે. હવે નિરાંતે ગાડીની ઊપડવાની તૈયારી છે. હવે પાંસરું થવાની જરૂર છે.
આડાઈ કબૂલ્ય આડાઈઓની હાર ! એ આડાઈ શું હશે ? તમે ઘણાં ય વખત લોકોની પાસે બોલો છો કે, “અરે ભઈ, આડાઈ કેમ કરો છો તમે ?” અગર તો તમને કોઈ કહે કે, ‘આડાઈ કેમ કરો છો ?” ઓળખો તો ખરાં કે ના ઓળખો આડાઈને ?
પ્રશ્નકર્તા આડાઈ તો ઓળખાય ને ! દાદાશ્રી : કેટલાં વર્ષથી ઓળખો? પ્રશ્નકર્તા : જ્યારથી સમજ આવી ત્યારથી.
દાદાશ્રી : એટલે આડાઈનો ‘સ્ટોક રહેવા દીધો હતો કે વેચી દીધો? રહેવા દીધો ? તમે તો ‘હા’ કહો છો. ‘ના’ કહેતા હોય તો અત્યારે આડાઈ નીકળી જાય ને ?
પ્રશ્નકર્તા : ‘હા’ કહેવાથી નીકળી જાય. દાદાશ્રી : એમ ?! “ના” કહેવાથી ના નીકળી જાય ? પ્રશ્નકર્તા નહીં. ‘ના’ કહેવાથી તો આડાઈ વધારે મજબૂત થાય.
દાદાશ્રી : ત્યારે લોક કહે છે ને, ‘ના’ કહેવી ? કે ના, મારામાં કોઈ આડાઈ નથી.
આપ્તવાણી-૯ આડાઈ, કોમત : અકોમત ! કોને આડાઈનો અનુભવ ના હોય ? જેટલી બુદ્ધિ વધારે એટલી આડાઈ વધારે. સમજદાર માણસો આડાઈ ઓછી કરે. અને જાડી ખાલના માણસો બહુ આડાઈ કરે, એ આડાઈને છોડે નહીં. હવે એ આડાઈને શું કહેવાય ? લોકોની આડાઈ ને એની આડાઈમાં ફેર શું ? “વોટ ઇઝ ધી ડિફરન્સ બિટવીન કોમન એન્ડ અનૂકોમન’ આડાઈ ? “અન્કોમન’ આડાઈ એટલે ગાઢ આડાઈ હોય. એ આડાઈ પછી છુટે નહીં. જેમ આ ગાઢ સમકિત છૂટતું નથી, તેમ આ ગાઢ મિથ્યાત્વ છૂટે નહીં. પછી ગમે એટલું એને સમજાવીએ તો ય એ એમનું સ્થાન છોડે નહીં. તમે લાવી લાવીને કિનારે લાવો તો ય પણ મૂળ સ્થાન છોડે નહીં. એવું ‘અન્કોમન' આડાઈ પણ એનું સ્થાન છોડે નહીં.
આડાઈઓ, સ્ત્રી-પુરુષમાં ! આડાઈ તમારામાં થોડીઘણી ખરી કે નહીં ? થોડી ખરી ? તો આમને કહો ને, કે કાઢી આપે. જરા ગોદા મારે કે આડાઈ નીકળે !
પ્રશ્નકર્તા : એટલે ગોદા મારે ત્યારે જ આડાઈ નીકળે ? દાદાશ્રી : ત્યારે બીજું શું ? એ ગોદા મારતા નથી કોઈ દહાડો ?
બાકી આ તો નર્યો આડાઈનો જ માલ ભરેલો છે. આડાઈ ના હોય એને સરળ કહેવાય, વાળ્યો વળે તેમ.
પ્રશ્નકર્તા : પુરુષો પોતે કંઈ એવું કબૂલ કરે કે અમે આડા છીએ ? એ તો એની બૈરી જ કહે ત્યારે ખબર પડે.
દાદાશ્રી : એ તો સ્ત્રીઓ ય બહુ આડી હોય છે. આ કંઈ એકલાં પુરુષોની જ વાત કરતા નથી. આ તો બન્નેવ આવાં હોય ત્યારે જ છોકરાં આવાં થાય છે ને ! અને સ્ત્રીઓને આડી કરનારા આ પુરુષો. એ આડી નથી હોતી, મૂળ જન્મજાત આડી નથી હોતી. આ પુરુષ તો જન્મતાં જ આડો હોય છે. એ તો માતાને મહીં આમ આમ કૂણીઓ મારે. પુરુષ જાતિ તો માને આમ કૂણીઓ મારે. માથી સહેજ મરચું વધારે ખવાયું હોય