________________
દાદા સશુવે નમોનમઃ
આપ્તવાણી
શ્રેણી - ૯
[૧]
આડાઈ : રિસાવું : ત્રાગવું
સમજવા જેવી વાત “જ્ઞાતી'તી ! ‘જ્ઞાની પુરુષ'ની વાત દરઅસલ સીધી છે. મોક્ષ પણ સીધો છે. મોક્ષમાં બધાને પેસવા દે છે. કંઈ ના પેસવા દે એવું છે નહીં. પણ મોક્ષને માટે લાયક હોવો જોઈએ. ત્યાં તો મોક્ષમાં વાંકાચુંકા ચાલે તો પૈસાય એવું નથી. એના કરતાં પહેલેથી પાંસરા થઈ જઈએ એ શું ખોટું ?! મોક્ષ અઘરો નથી, પણ ‘જ્ઞાની પુરુષ'ની વાત સમજાઈ તો કામનું છે. ના સમજાઈ તો ગૂંચો પડશે. કારણ કે ‘જ્ઞાની પુરુષ'ની ત્રિકાળ સિદ્ધ વાત કહેવાય. એ એક ફેરો બોલ્યા હોય ને, તે તીર્થંકરો ય એ જ કહેતા હોય.
આપણે જ્ઞાની પુરુષ'ના કહ્યા પ્રમાણે ચાલવું; કારણ કે ‘જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? જે બધી રીતે પાંસરા થઈ ગયેલા હોય ! તે ગાળો લેવામાં ય પાંસરા ને ગાળો આપવામાં ય પાંસરા. પણ ગાળો આપતી વખતે તો ગાળો આપે નહીં. કારણ કે પાંસરા થયેલા હોય એટલે આપે જ નહીં ને ! અમે તો પહેલેથી જ પાંસરા થઈ ગયેલા છીએ. ને તમારે ય આડાઈ તો કાઢવી જ પડશે ને ? બધી આડાઈ ક્યાં સુધી ચાલશે તે ?! એ તો મહીંથી કોઈક ફેરો નીકળે ત્યારે આડાઈની ખબર પડે. નહીં તો જ્ઞાની પુરુષ'ની પાસે આવે ત્યારે ખબર પડે કે “ઓહોહો, હજુ આટલી આડાઈ ભરાઈ છે ?!”
આપ્તવાણી-૯ પાંસરા તો થવું પડશે ને ? પ્રશ્નકર્તા : આડાઈઓ કેમ જતી નથી ?
દાદાશ્રી : શી રીતે જાય તે ? ઘણા દહાડાનો મુકામ કરેલો. અને પાછું ભાડાનો કાયદો, પેઠા પછી ખસે નહીં. અહીં રહેવા આવેલી એ આડાઈ ખસે કે પછી ?
મેં એક જણને કહ્યું, ‘આટલી બધી આડાઈ શું કરવા કરો છો ? થોડી આડાઈ ઓછી કરો ને ?” ત્યારે એ કહે છે, “દુનિયામાં આડાઈ વગર તો ચાલે નહીં.” ત્યારે મેં કહ્યું, ‘આ સાપનેય દરમાં પેસતી વખતે સીધું થવું પડે. જો મોક્ષે જવું હોય તો પાંસરા થાવ ને ! નહીં તો લોક પાંસરા કરશે, ત્યાર પછી મોક્ષે જવાશે. એના કરતાં જાતે જ પાંસરા થઈ જાવ ને !' લોક તો મારી મારીને પાંસરા કરે, એના કરતાં જાતે પાંસરા થઈ જઈએ, એ શું ખોટું ? માટે જાતે જ પાંસરા થઈ જાવ. લોક મારી મારીને પાંસરા કરે કે ના કરે ?
પ્રશ્નકર્તા : કરે. પણ તો ય લોકો પાંસરા થતાં નથી ને ?
દાદાશ્રી : પણ જ્યારે ત્યારે તો પાંસરા થયા વગર છૂટકો જ નથી ને ! કડવો અનુભવ થાય ને, પછી આડાઈ એની મેળે જ છૂટી જાય. આ તો આડાઈઓ પાર વગરની છે. કોઈ અવતારમાં કોઈ પાંસરો કરનાર મળ્યો નથી. અને જો મળ્યો હોત તો આમ ભટકત નહીં. એટલે બધું થાય, પણ પાંસરો ના રહે. તે આ જગત શું કરે છે ? મારી મારીને પાંસરો જ કરે છે. હજુ પાંસરો નથી થતો ?! તો મારો એને ! તે પછી બઈ મારે, છોકરાં મારે, બધા લોક મારે, ને એને પાંસરો કર કર કર્યા કરે.
મને તો કેટલાંય અવતારથી લોકોએ મારી મારીને પાંસરો કરી નાખ્યો, ત્યારે હું ડાહ્યો ડમરો થઈ ગયો. જ્યારે હું પાંસરો થયો ત્યારે જુઓ, મારે ‘આ’ જ્ઞાન મળી ગયું ને ! આમ તો હું ય પાંસરો નહોતો. એટલે આ જગત આખું ય પાંસરો કરે છે. જે પાંસરા ના થયા હોય તેને ય પાંસરા થવું જ પડશે ને, જ્યારે ત્યારે ?! ત્યારે આ તો ધોળા આવ્યા પછી ય આડો થાય હવે ! આ જેવી તેવી વંશાવળી નથી અને પાછો ઘરમાં જ આડો થાય.