________________
૧૩) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય : જયાં વિષય-વિકારના સુખમાં લોક ગળાડૂબ રચ્યા રહે છે તેવા કાળમાં વિષયના દોષો-જોખમોનું ભાન કરાવતી અને સંપૂર્ણ બ્રહ્મચર્યમાં રહેવા માટેના માર્ગદર્શનની સુંદર સમજણ પાડતી વાણી. (પૃષ્ઠ – ૬૫૨) સંક્ષિપ્ત ઃ (પૃષ્ઠ - ૯૪) ૧૪) કર્મનું વિજ્ઞાન : ‘કર્મ' શબ્દનું વૈજ્ઞાનિક એક્સપ્લેનેશન શું છે ? કર્મબંધન શું છે ? ને કર્મોથી મુક્તિ કઈ રીતે થઈ શકે ? કર્મોનો ભોગવટો કોને છે ? વિ. અનેક પ્રશ્નોના ઉત્તર આપતી દ્રષ્ટાંતો સાથેની સાદી-સરળ તળપદી ભાષામાં સમજણ પાડતી વાણી. (પૃષ્ઠ - ૮૪) ૧૫) ભોગવે એની ભૂલ : ઘરમાં, ધંધામાં કંઈ પણ ભોગવવાનું આવે છે, નુકસાન થાય છે ત્યારે ભૂલ કોની ? મારી શી ભૂલ ? એવા પ્રશ્નો ઊભાં થાય ત્યારે સમાધાન થાય એવી સમજ પ્રાપ્ત કરાવતી વાણી. (પૃષ્ઠ - ૩૨) ૧૬) બન્યું તે જ ન્યાય : આપણી જોડે શા માટે અન્યાય થાય છે ? નિર્દોષ જેલ ભોગવે, અનીતિવાળા બંગલા બાંધે એ શા માટે ? એવાં જગતમાં છૂટવા માટે અદ્ભૂત ચાવીસમ વાણી ! (પૃષ્ઠ - ૩૨) ૧૭) એડજસ્ટ એવરીવ્હેર જીવનમાં પ્રસંગે પ્રસંગે સામાને એડજસ્ટ નહીં થઈએ તો જીવન પોતે જ પ્રોબ્લેમ બની જાય. ત્યાં પતિ-પત્નીછોકરાં વચ્ચે, બોસ કે નોકર જોડે, એડજસ્ટ એવરીવ્હેર થવાનું સોનેરી સૂત્ર આ પુસ્તકમાં સાંપડે છે. (પૃષ્ઠ – ૩૨) ૧૮) અથડામણ ટાળો: મતભેદ ક્યાં નહીં પડતાં હોય ? તેમાં ઉપાય શો ? અથડામણ ટાળવાનું અને નિફ્લેશમય જીવન જીવવાની કળા અને ઠેઠ મોક્ષ સુધીની ચાવી પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. (પૃષ્ઠ – ૩૨)
‘દાદા ભગવાન' કોણ? જૂન ઓગણીસસો અઠ્ઠીવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન” સંપૂર્ણપણે પ્રગટ થયા છે અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્દભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન થયું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાન પ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે કમ વિનાનો અને કમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અકેમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ !
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.”
‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે” એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા !
પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂ. ડૉ. નીરુબહેન અમીનને સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રી દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વપજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને ધન્યતા અનુભવે છે.
- જય સચ્ચિદાનંદ.