________________
આપ્તવાણી-૯
૪૫ ખબર પડે ?
પ્રશ્નકર્તા : ત્યાં તો સમજાય કે પથારી અને સૂનાર ખરેખર જુદાં જ છે. પણ એને આ આત્મા અને આ પૌગલિક અવસ્થા એ જુદાં છે, એ જે લક્ષમાં રહેવું જોઈએ અથવા જે ઉપયોગ જાગૃતિ રહેવી જોઈએ, ત્યાં વાંધો છે ને ?
દાદાશ્રી : પથારીની બાબતમાં કંઈક જાગૃતિ છે. પણ આત્માની બાબતમાં તો જાગૃતિ ઊડી જ ગયેલી છેને ! પથારીની વાત એના ખ્યાલમાં રહે છે.
પ્રશ્નકર્તા : એ પણ એને નોંધ કરાવીએ ત્યારે કહેશે, ‘હા, બે જુદાં
દાદાશ્રી : એ તો પુરાવા સાથે આપું ત્યારે એ માને.
પ્રશ્નકર્તા : તો એવું અંદરની વસ્તુઓમાં બધાં ‘ફેઝિઝ’ને ‘જોય મારા અને હું શુદ્ધાત્મા’ એવું સમજવા માટે અથવા એવું યથાર્થ જાગૃતિમાં રહેવા માટે આ બધા પુરાવાની જરૂર પડે ને ?
દાદાશ્રી : પુરાવા તો મુખ્ય વસ્તુ છે. પ્રશ્નકર્તા : એ પુરાવા કયા કયા હોય અંદરનું સમજવા માટે ?
દાદાશ્રી : જેમાં અનેક વસ્તુ ભેગી થઈને કાર્ય થાય એ બધું આપણું ન્હોય. ત્રણ જ વસ્તુ ભેગી થઈ અને કાર્ય થયું તો ય આપણું હોય. બે વસ્તુ ભેગી થઈને કાર્ય થયું તોય આપણું હોય. કેરી ચપ્પાથી ના કાપી અને દાંતથી કાપી. હા, એ બધું ભેગું થઈને થયું માટે એ આપણું હોય ! ઝીણું સમજવું પડશે ને ? ચાલે ખરું જાડું ?
પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ તો સૂક્ષ્મતમ છે.
દાદાશ્રી : હા, મૂળ વસ્તુ સૂક્ષ્મતમ છે અને વાત જાડી કાંતે તો શું થાય ?!
પ્રશ્નકર્તા : પણ આ વાત નવી જ કહી.
૪૪૬
આપ્તવાણી-૯ દાદાશ્રી : નવી નહીં, છે જ પહેલેથી આ ! આ તો તીર્થંકરોની પાસે હતું પહેલેથી જ હતું અને આજે ય છે. તમે તમારી મેળે તમારી લૉ બુકથી ‘નવું’ કહો, તેનું હું શું કરું તે ?!
અનુભવ પ્રમાણ, ઓગાળે પોતાપણું ! આ કોઈ એમની લૉ બુકથી માને કે ‘આપણે સંપૂર્ણ થઈ ગયા.' ત્યારે મેં એમને કહ્યું, ‘કશું ય થયા નથી, ફાંફા ના મારશો. હજુ તો બધું બહુ થવાનું બાકી છે. સંપૂર્ણ થવું એ કંઈ લાડવા ખાવાના ખેલ છે ?” પછી મને કહે છે, ‘પણ અહંકાર તો જતો જ રહ્યો છે.’ મેં કહ્યું, ‘ન્હોય ગયેલો. બધું પૂરેપૂરું જ છે. હજી તપાસ નથી કરી.’
પણ ધીમે ધીમે જાય એ તો. જેમ જેમ અનુભવના ખત્તા ખાઈએ, જેટલું અનુભવનું પ્રમાણ એટલું પોતાપણું તૂટ્યું. અહંકાર જવો એટલે તો પોતાપણું ખલાસ થઈ જાય ને ! હજુ તો કેટલા બધા અનુભવ થશે ત્યારે પોતાપણું છૂટવાનો અંશ આવશે.
મૂળ અહંકાર જતો રહ્યો, ‘ચાર્જ' અહંકાર જતો રહ્યો. એને જ અહંકાર કહેવામાં આવે છે. પણ પેલો ‘ડિસ્ચાર્જ' અહંકાર જવો એ લાડવા ખાવાના ખેલ નથી. અહંકાર જતો રહ્યો, એને શું કહેવાય ? ગર્વ નહીં, ગારવતા નહીં, પોતાપણું નહીં. એ બધું ના જવું જોઈએ ? આ જ્ઞાન” પછી અહંકાર તો જતો જ રહ્યો છે, તે “ચાર્જ' અહંકાર તો જતો રહ્યો. પછી રહ્યો કયો અહંકાર ? ‘ડિસ્ચાર્જ'. એ જેટલા અનુભવ પ્રમાણ થાય એટલો ‘ડિસ્ચાર્જ અહંકાર ઓછો થાય, ને ત્યાર પછી પોતાપણું ધીમે ધીમે ઘટે. એમ ને એમ ઘટે નહીં. આ લાડવા ખાવાના ખેલ નથી. ત્યારે એ કહે છે, “એવું આખી જિંદગીમાં ના થાય ?” મેં કહ્યું, ‘એકબે અવતારમાં મોક્ષે જવાશે. બીજી ખોટી આશાઓ રાખવાનો શો અર્થ ?” ખોટી આશાઓ રાખીએ એમાં ફાયદો થાય ?
આ બધું ય પોતાપણું ! પોતાપણું ઓગળ્યા પછી તો ગારવતા-ગર્વ કશું રહે નહીં ને ! આ તો ગર્વ-ગારવતા બધું ય રહે છે. પોતાપણું રહિતનાં શું લક્ષણ હોય ?