________________
આપ્તવાણી-૯
૪૪૩ ‘સ્પીડી’ પોતાપણું નીકળી જાય. અને જેટલા ટકા પોતાપણું ખલાસ થાય એટલા પ્રમાણમાં જાગૃતિ વધતી જાય.
યથાર્થ જાગૃતિ જુદાપણાતી ! પ્રશ્નકર્તા : ઉદય આવે, એમાં જાગૃતિ વર્તે, તો દસ ટકા અગર તો બે ટકા પોતાપણું ખલાસ થયું. તો એ જાગૃતિ કેવી હોય ? એ જાગૃતિ કઈ રીતે વર્તતી હોય તો પોતાપણું ખલાસ થાય ?
દાદાશ્રી : “શુદ્ધાત્મા છું' એ, પછી આ આજ્ઞાઓની એ બધી જાગૃતિ રહે. ‘આ કોણ, હું કોણ” એ બધી જાગૃતિ રહે. મારનાર એ મારનાર નથી, એ શુદ્ધાત્મા છે એવી બધી જાગૃતિ રહે.
“આ હું હોય, આ હું એ જે જાણે છે તે આત્મા ! “આ હું અને આ હોય' એવી બધી જાગૃતિ રહેવી જોઈએ.
પ્રશ્નકર્તા કઈ કઈ બાબત પોતે ન્યાય અને કઈ કઈ બાબત પોતે છે ? એમાં શું શું જુએ ?
દાદાશ્રી : બધી ય બાબત. એ તો અમે ‘જ્ઞાન' આપીએ છીએ ને ! જ્ઞાન” આપતી વખતે અમે આપીએ છીએ ને, કે આ તું હોય.
પ્રશ્નકર્તા : એ જુદું પાડ્યા કર્યું એ આત્મા કહ્યો ! દાદાશ્રી : બસ, એ જ આત્મા ! પ્રશ્નકર્તા: હવે એવું નિરંતર રહેવું જોઈએ ને !
દાદાશ્રી : લક્ષમાં ભૂલાય જ નહીં એ જુદું પાડવાનું. પછી જ્યારે હોય ત્યારે જુદું પાડવાનું, એનું એ. પછી એ આત્મા જ થઈ ગયો. ખમીસને બટન વાસે તેથી કરીને ખમીસ કાઢી શકે એમ છે, એવું જાણે છે ને, કે આ ભાગ ખમીસ છે ને આ હું. કે ના જાણે ? કે ત્યાં બધું સરખો જ ભાગ જાણે ?
૪૪૪
આપ્તવાણી-૯ કાયાની અવસ્થા નિરંતર ઉત્પન્ન થયા કરવાની ને ? તો ત્યાં જ જાગૃતિ અવિરતપણે માગે છે ને, કે આ હું હોય અને આ હું ?
દાદાશ્રી : આ બધું આટલું હોતું જ નથી. પણ આમાં ક્યાંક રહી ગયું હોય કે આપણે મહીં “ઈન્ટરેસ્ટ' લઈએ, ત્યારે આપણે કહીએ, ‘ભઈ, આપણું હોય આ.' બાકી, ‘જ્ઞાન’ આપ્યા પછી છૂટો જ રહે છે. પણ પછી મહીં ભેળસેળ થઈ જાય થોડોઘણો.
પ્રશ્નકર્તા: એટલે ગમે તેવાં પરિણામ આવે એ આપણા જોય, એવું મહીં લક્ષમાં રાખવાનું.
દાદાશ્રી : હા, કે આ હું ને આ હું હોય !
પ્રશ્નકર્તા પણ આમાં આ ખમીસ જુદું અને હું જુદો, એવું પેલામાં એને શું દેખાય છે ?
દાદાશ્રી : એવું આ મહીં હઉ એવું જુદું દેખાય ને ! પ્રશ્નકર્તા: આમ દર્શનમાં શું આવે એને ? એક દાખલા તરીકે કહો
દાદાશ્રી : આ પથરો જુદો ને મારો હાથ જુદો, એમ ખબર ના પડે આપણને ? પછી, આ પથરાનો ગુણ છે ને આ મારો ગુણ છે એવું ?
પ્રશ્નકર્તા: હી. પથરાના ગુણને બધી રીતે જાણે કે આ વજનવાળો છે, ઠંડો છે, ચોરસ છે......
દાદાશ્રી : સુંવાળો છે.
પ્રશ્નકર્તા: તો આ ગુણધર્મ ન્હોય મારા અને મારા આ ગુણધર્મ, એમાં એને કેવી રીતે રહેવાનું ?
દાદાશ્રી : કે આ ઠંડું મારું હોય, આ સુંવાળું મારું ન્હોય, આ ગુસ્સો થયો તે મારો ન્હોય, કપટ કર્યું તે મારું હોય, દયા કરી તે મારું હોય !
આપણે પથારીમાં સૂઈ જઈએ, તો હું જુદો છું એ ના ખબર પડે ?
પ્રશ્નકર્તા: ના, એ જુદું સરસ રીતે જાણે. પણ હવે આ મન-વચન