________________
૪૪૨
આપ્તવાણી-૯
૪૪૧ દાદાશ્રી : ના. “ચાર્જ ના થાય. આ પોતાપણું ‘ચાર્જ થાય એવું નથી. આ પોતાપણું ‘ડિસ્ચાર્જ છે, ઓગળી જાય એવું છે.
“
ડિસ્ચાર્જ અહંકાર એ પોતાપણું ! અહંકાર તો જતો રહ્યો તમારો. અમે “જ્ઞાન” આપીએ છીએ ત્યારે અહંકાર ને મમતા બધું જતું રહે છે. પણ હજુ પોતાપણું રહ્યું છે, એટલે શું? કે જે અહંકાર જીવતો નથી તે. એવું છે, એની એ જ વસ્તુનો લાડવો વાળો તો લાડવા કહેવાય અને ચન્દ્રાં પાડ્યાં તો બરફીચૂરમું કહેવાય, અને ચકતાંયે ના પાડ્યાં ને લાડવાય ના વાળ્યા ને એમ ને એમ ચોળ્યું તો ચૂરમું કહેવાય. એની એ જ વસ્તુ. વસ્તુ એકની એક જ છે આ. અહંકાર ને મમતા જતાં રહ્યાં એ ભાગને અત્યારે પોતાપણું કહીએ છીએ આપણે. અહંકાર જેવું દેખાય છે.
પ્રશ્નકર્તા : તો પછી અહંકાર અને પોતાપણામાં શું ફરક ? દાદાશ્રી : અહંકાર તો ખસે નહીં, ઓછો થાય નહીં. પ્રશ્નકર્તા : તો આ પોતાપણું ખસી જાય ?
દાદાશ્રી : પોતાપણું તો ઓછું થતું જ જાય. પોતાપણું એટલે ભરેલો માલ, ભરેલો અહંકાર, એ નીકળ્યા કરે. અને આ અહંકાર તો કેવો છે ? ભરેલો છે અને નવો ભરાતો ય જાય છે, બેઉ ભેગાં છે. અને પેલો ભરાતો અહંકાર ‘આપણા’માં નીકળી ગયો અને ભરેલો રહ્યો. ભરેલો અહંકાર તો પેલાં લોકોને ય ખાલી થાય, પણ નવો ભરાતો ય જાય છે. અને આપણે અહીંયે ખાલી થઈ જાય, પણ અહીં હવે નવો નથી ભરાતો. એટલે ‘ચાર્જ' અહંકાર તો જતો રહ્યો. પણ ‘ડિસ્ચાર્જ' અહંકાર છે, એ પોતાપણું કહેવાય. પ્રમાણ “જાગૃતિ'નું “
ડિસ્ચાર્જ પોતાપણું ! પ્રશ્નકર્તા : એટલે આ ‘જ્ઞાન’ લીધા પછી પોતાપણું એ “ડિસ્ચાર્જ ભાવ કહેવાય !
દાદાશ્રી : એ ‘ડિસ્ચાર્જ ભાવ છે, ભરેલો માલ છે. એ માલ
આપ્તવાણી-૯ નીકળી જશે એમ પોતાપણું ખલાસ થતું જશે, પોતાપણું ઊઠી જશે.
પ્રશ્નકર્તા : એટલે પોતાપણું આ માલના આધારે ટક્યું છે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : ને માલ ખાલી થશે તેમ પોતાપણું ખલાસ થશે ?
દાદાશ્રી : હા, માલ ખાલી થશે તેમ પોતાપણું ખૂટતું જશે. પોતાપણું એમ ને એમ નથી ખૂટે એવું. ટાંકીમાંથી માલ ખાલી થઈ ગયો એટલે પોતાપણું ખલાસ થયું.
પોતાપણું નીકળ્યું એટલું જતું જ જાય. પણ ઓછું નીકળ્યું હોય તો એટલું વધારે રહ્યું ને વધારે નીકળ્યું હોય તો એટલું ઓછું થઈ ગયું. ત્યાં જેટલી જાગૃતિ એ પ્રમાણે પોતાપણું નીકળી જાય. જાગૃતિનું પ્રમાણ હોય, એટલા પ્રમાણમાં પોતાપણું નીકળી જાય. જાગૃતિ વધારે હોય તો પોતાપણું વધારે પ્રમાણમાં નીકળી જાય ને જલદી નીકળી જાય. જાગૃતિ ઓછી હોય તો પોતાપણું ધીમે રહીને નીકળે.
પણ આ ‘જ્ઞાન’ પછી પોતાપણું અત્યારે તમને સો એ સો ટકા છે. તેમાંથી જાગૃતિ વધારે હોય તો એકદમ દસ ટકા પોતાપણું નીકળી જાય, ને જાગૃતિ ઓછી હોય તો બે ટકા જ નીકળે.
પ્રશ્નકર્તા : પછી બાકીના નેવું ટકા પોતાપણાનાં તો રહે જ ને ?
દાદાશ્રી : હા. વધારે જાગૃતિવાળાને નેવું ટકા રહે ને પેલાં ઓછી જાગૃતિવાળાને અઠ્ઠાણું ટકા રહે.
પ્રશ્નકર્તા: હવે બાકીનું રહ્યું એ પાછું કઈ રીતે ખાલી થતું જાય ? દાદાશ્રી : પછી ફરી વખતે પાછું નીકળે એ તો.
પ્રશ્નકર્તા : એટલે જેમ જેમ ઉદય આવે તેમ તેમ પોતાપણું નીકળે ?
દાદાશ્રી : હા, પણ એમાં જેટલું જાગૃતિનું પ્રમાણ હોય એટલું