________________
આપ્તવાણી-૯
૪૩૯ ને, ત્યારે એ આપોપું ગણાય છે. જ્યારે ‘યૉર’ થઈ જાય છે ત્યારે આપોપું ગણાય છે, પોતાપણું ગણાય છે.
પ્રશ્નકર્તા : આ પોતાપણું ગયેલું હોય, પણ છતાં ય ઘણી વખત પાછો ડખો થઈ જાય છે.
દાદાશ્રી : પણ ગયું જ ક્યાં છે, તે ડખો થાય છે તમે કહો છો ?! કોઈનું ય ગયેલું દેખાતું નથી. એ ગયા પછી તો ફરી ડખો કરે નહીં. એક ફેરો પોતાપણું ગયા પછી એ આમ ડખો નહીં કરવાના. એ ચઢતી ઉતરતી વસ્તુ નથી. એ તો યથાર્થ વસ્તુ છે. એ ગયું એટલે ગયું. ફરી પાછું ના દેખાય. આ અરધું તમને થઈ ગયું ને અરધું ના થઈ ગયું; એવું તમને લાગ્યું ? ના. એમ નથી. આ પોતાપણું એવી વસ્તુ નથી કે જે એક ફેરો ગયા પછી ફરી એ પાછું આવે. પહેલું તો, પોતાપણું જાય એવું જ નથી ને ! આ ‘પોતાપણું જવું’ એ વાત પહેલી વખત જ નીકળે છે. અમારે પોતાપણું ના હોય.
પ્રશ્નકર્તા : આપને પોતાપણું લાવવું હોય તો શું થાય ?
દાદાશ્રી : આવે નહીં ને ! એક ફેરો નીકળી ગયા પછી શી રીતે આવે ?!.
પ્રશ્નકર્તા: આ પોતાપણું આપના ‘જ્ઞાન'થી જવાનું તો ખરું જ. એ નિશ્ચિત વાત છે. પણ એ ઝડપથી કેવી રીતે જાય ?
દાદાશ્રી : ઝડપ તો, આ ટ્રેનની ‘સ્પીડ’ વધારીએ, એ તો એનાં સાધન મંગાવીએ ત્યારે થાય. પણ આમાં ના ઢીલ ખોળવી, ના ઝડપ ખોળવી. કારણ કે એ બધું વિકલ્પ છે. હા, આપણે ભાવ કરવો કે પોતાપણું કાઢવું છે, બસ. એ ભાવ એટલું બધું કામ કરે છે કે પોતાપણું નીકળ્યા જ કરે નિરંતર. અને તમે ભાવ કરો કે “ના, હજુ આ સંસાર છે ત્યાં સુધી પોતાપણું કાઢવાની જરૂર નથી” ત્યારે એવું. આ “જ્ઞાન” આપ્યા પછી ‘તમારું’ ચલણ છે આ બધાં ભાવ ઉપર, અને આ ‘નિકાલી બાબતમાં ‘તમારું ચલણ નથી. ત્યાં તો તમારે નિકાલ કરી નાખવાનું.
તમારું ક્યાં ક્યાં ચલણ છે એ સમજાયું ? ભાવ ઉપર તમારું ચલણ
૪૪૦
આપ્તવાણી-૯ છે, કે ‘હવે પોતાપણું કાઢવું છે, પોતાપણું ના જોઈએ હવે’ તો, તેવું ! કારણ કે જે પોતાનું નથી તેનું પોતાપણું કરીએ, ક્યાં સુધી એવું રહીએ ?! આપણને ‘જ્ઞાન’થી સમજાઈ ગયું કે આ પોતાનું નથી. હવે ત્યાં પોતાપણું કરીએ, એ ભૂલ જ છે ને ! અમારે એવું પોતાપણું જ ના હોય.
ઉદ્ય'માં વર્તતું પોતાપણું ! ‘જ્ઞાની પુરુષ' પોતાનાં ઉદય આધીન જ વર્ચા કરવાના. એમાં પોતાપણું ના રાખે. આજુબાજુના સંજોગો બધું શું કામ કરે છે, તે ઉદયના આધીન બધા સંજોગો ભેગા થાય, “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગા થાય, ને તે આધારે બધું વિચરે.
પ્રશ્નકર્તા: જ્ઞાનીઓ જ ઉદય આધીન વર્તે, તો બીજા બધાંને કેવું હોય ?
દાદાશ્રી : બીજાને ય ઉદય આધીન હોય. પણ પેલું પોતાપણું મહીં રહે એમને.
પ્રશ્નકર્તા : પણ આપ કહો છો કે દરેક માણસ ઉદયાધીન વર્તે છે. તો એમાં એણે પોતાપણું રાખવું હોય તો રાખી શકે ખરો ?
દાદાશ્રી : પોતાપણું જ રાખે છે. પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધેલા મહાત્માઓ માટે ? દાદાશ્રી : મહાત્માઓ હઉ પોતાપણું રાખે છે. પ્રશ્નકર્તા : તો પછી અમે પોતાપણું કેવી રીતે રાખીએ છીએ ?
દાદાશ્રી : રહે જ ! રાખતા નથી, રહે જ ! પણ હવે ધીમે ધીમે ઓગળતું જાય. જેટલા આપણા હિસાબ બધા ચુકવાય ને, એટલું પોતાપણું ઓગળતું જાય. એ જેટલું ઓગળ્યું એટલું પછી પોતાપણું ના રહે. એટલે આ બધાને પોતાપણું જ છે ને ! પોતાપણું રહે જ. પણ આ ‘જ્ઞાન’ લીધું છે એટલે એમનું પોતાપણું હજુ ઓગળે છે.
પ્રશ્નકર્તા : પોતાપણું રહે તો પછી ‘ચાર્જ થાય ને, એવું થયું ને ?