________________
આપ્તવાણી-૯
૪૪૭ કોઈ ગાળો દે તો ય સ્વીકાર કરી લે, કોઈ માર મારે તો યે સ્વીકાર કરી લે. અહંકારનાં પક્ષમાં બેસવું એ પોતાપણું કહેવાય. અજ્ઞાનતાના પક્ષમાં બેસવું એ પોતાપણું કહેવાય. ઉપયોગ ચૂક્યા એ પોતાપણું કહેવાય.
તમે ય થોડી વાર ઉપયોગ ચૂકી જાવ એ પોતાપણું કહેવાય. તમે કહો છો કે “મહીં જે આવે છે તેમાં ભળી જવાય છે, તન્મયાકાર થઈ જવાય છે, ને પછી ખબર પડે છે.” એ પોતાપણાને લીધે ભળી જવાય છે.
રહ્યો આ જ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : આ ઉદયમાં તન્મયાકાર રહેવું એવું ‘વ્યવસ્થિત’ ઘડાયેલું હોય છે ?
- દાદાશ્રી : એવું ‘વ્યવસ્થિત હોય જ, એનું નામ જ ઉદય ! ઉદયમાં તન્મયાકાર એવું ‘વ્યવસ્થિત’ હોય જ અને એમાંથી પુરુષાર્થ કરવો. તે ઘડીએ તપ થયા વગર રહે નહીં.
આ બધી ઝીણી વાતો ક્યારે એ કાંતે ?! એ તો જેમ કાંડે ત્યારે ખબર પડે.
પ્રશ્નકર્તા : હવે અજ્ઞાનતા હતી ત્યારે પોતે પ્રકૃતિમાં તન્મયાકાર થતો હતો.
૪૪૮
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : એ બરોબર ના સમજાયું.
દાદાશ્રી : “વ્યવસ્થિત’ એવું હોવું જોઈએ કે પુરુષાર્થને અનુકૂળ થાય એવું. પુરુષાર્થના વિરૂદ્ધ થાય એ બધું ‘વ્યવસ્થિત’ ઊંધું કહેવાય. ભલે ના ગમતું છે. ના ગમતું છે એટલે એ આત્મા છે એ વાત નક્કી થઈ ગઈ. ‘નથી ગમતું' ત્યાં એ તો આત્મા તરીકે છે.
પ્રશ્નકર્તા : પણ ‘વ્યવસ્થિત’ તો જે આવી ગયું એ આવી ગયું. પણ હવે ત્યાં આગળ શું કરવાનું ? દાદાશ્રી : જે છે એમાં પુરુષાર્થ કરવો પડે.
ત્યાં બળ પ્રજ્ઞાતણું ! પ્રશ્નકર્તા : એટલે જ્યારે ‘વ્યવસ્થિત'ને આધીન તન્મયાકાર થાય ત્યારે એને તન્મયાકાર ના થવા દેવું. હવે આ જુદું રાખવાનું......
દાદાશ્રી : એ જે પ્રક્રિયા છે એ જ પુરુષાર્થ છે. પ્રશ્નકર્તા : એ જુદું રાખવાનું એ કોણ રાખે ?
દાદાશ્રી : એ આપણે રાખવાનું. કોણે રાખવાનું એટલે ?! જે રાખતું હશે એ રાખશે. પણ આપણે નક્કી કરવું કે મારે રાખવું છે. એથી આપણે જો પ્રજ્ઞા હોઈશું તો આ બાજુ કરશે ને અજ્ઞા હોઈશું તો પેલી બાજુ કરીશું. પણ આપણે નક્કી કરવું. આ બાજુ થયું એટલે જાણવું કે પ્રજ્ઞાએ કર્યું અને પેલી બાજુ થયું તો અજ્ઞાએ કર્યું. આપણે તો નક્કી જ કે “મારે પુરુષાર્થ જ કરવો છે. હું પુરુષ થયો. દાદાએ મને પુરુષ કર્યો છે. પુરુષ અને પ્રકૃતિ બેઉ જુદાં પાડ્યાં છે. હું પુરુષ થયો છું. માટે પુરુષાર્થ કરવો છે.” એવું નક્કી કરવું.
આ તો આખો દહાડો પ્રકૃતિમાં જતું રહે ઘણુંખરું તો, એમ ને એમ વહ્યું જ જાય છે પાણી !
એમ અનુભવ વધતો જાય ! પ્રશ્નકર્તા : એટલે ઉદય આવે છે એટલાં વખત સુધી તો આ
દાદાશ્રી : થતો હતો જ નિયમથી અને રાજીખુશી થઈને થતો હતો. એને ગમે પાછું. દારૂ પીવાનો વિચાર આવ્યો કે તરત તન્મયાકાર થઈ જવાનો. એ ગમે એને. અને હવે ‘જ્ઞાન’ પછી શું થાય ? મહીં પોતે છૂટો રહે. એટલે ના ગમતું થાય. આ ના ગમતું થાય એનું આ તપ ઊભું થાય.
પ્રશ્નકર્તા : એટલે પહેલાં ગમતું હતું, તે જ હવે ના ગમતું થયું ? દાદાશ્રી : હા. ગમતું પ્રકૃતિને બાંધે અને ના ગમતું પ્રકૃતિને છોડે.
ઉદયકર્મો ‘વ્યવસ્થિત’ પ્રમાણે કરવા પડે, તે બહુ નુકસાન કરનારાં છે. આમ બધું છે નિકાલી, પણ “મૂળ જ્ઞાનને પ્રગટ કરવામાં બહુ નુકસાન કરનારું છે.